Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 6
________________ શુભ કામના લગભગ છેલ્લાં ત્રેવીસેક વર્ષથી મારી અનેક નાની–મેટી કૃતિઓ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ પ્રકાશિત કરતી રહી છે. જેમાં સુબોધ વાણી પ્રકાશ અને જૈન દર્શન ખાસ ઉલ્લેખનીય છે. જૈન દર્શનની અનેક આવૃત્તિઓ એ સભા તરફથી બહાર પડી છે. આમ સભા મારી કૃતિઓને પ્રકાશમાં મુકવા તરફ જે રસ જે ઉત્સાહ દાખવતી રહી છે, તે મારે મન ઘણું સંતોષની વાત છે, અને એ માટે હું અંત:કરણથી સભાને આભાર માનું છું, અને સભા દ્વારા ગ્રંથ પ્રકાશન તથા જ્ઞાન પ્રચારનાં પવિત્ર કાર્યો ઉત્તરોત્તર વધુ ને વધુ થતા રહે એમ હાર્દિક ભાવથી ઈચ્છું છું. આ સભાની ઉન્નતિ સાધનામાં પાટણ નિવાસી સ્વર્ગત વિદ્યા વ્યાસંગી સુપ્રજ્ઞ વિદ્વાન મણીલાલ દોલતચંદ શાહ બી. એ., એલએલ બી, રિટાયર્ડ આસિસ્ટંટ જજ, વડેદરા સ્ટેટ, તેઓએ જે ઉત્સાહપૂર્ણ અને સક્રિય સહગ આપે છે તે ખાસ ઉલ્લેખનીય અને સ્તુત્ય છે. શ્રીમાન ભેગીલાલ ચુનીલાલ કાપડીયા જેઓ આ સભાના પ્રાણરૂપ છે, તેમ જ સભાના ઉત્કર્ષ માટેની સાધના એ જેમને મુખ્ય વ્યવસાય છે અને જેઓ સભાના વિકાસમાં સતત્ દત્તચિત્ત તેમજ પ્રયત્નશીલ રહે છે, તેમની સાહિત્ય સેવા ખરેખર સરસ્વતી સેવાનું અતિ ઉજ્વલ ઉદાહરણ છે. એ સેવારસિક, ઉદારમના મહાનુભાવનું આ પવિત્ર તપ નિરંતર અધિક અધિક ઝળહળતુ રહો અને સાહિત્ય પ્રચારના પવિત્ર કાર્યને વધુ ને વધુ વિસ્તૃત તથા દિપ્તિમાન બનાવે, એ છે મારી શુભ કામના.... માંડલ વિ. સં. ૨૦૨૪ – મુનિ ન્યાયવિજય આશ્વિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 565