________________
નૈવેદ્ય
પ્રથમ ભાગ પાંચ વર્ષ પૂર્વે અમદાવાદમાં ખૂબ શાનદાર પ્રકાશન સમારોહ સાથે પ્રકાશિત થયો હતા. શ્રી નવરંગપુરા જૈન સંધના તન-મન-ધનના સહયોગથી એ પ્રથમ ભાગનું પ્રકાશન થયું હતું. પાંચ વર્ષના લાંબા ગાળે આ બીજા ભાગનું પ્રકાશન થાય છે. અનેક સદી સજજનેના સ્નેહપૂર્ણ સહકારથી આ બીજો ભાગ તૈયાર થયા છે.
“ીરસૌમા' મહાકાવ્ય જૈન પરંપરાના એક બહુશ્રુત મહાત્માનું અપૂર્વ સર્જન છે. આ મહાકાવ્યનું પઠન-પાઠન સરળ અને સુબોધ બને એ ભાવનાથી પ્રેરાઈને મેં મહાકાવ્યને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. મારી એ ભાવનાને હું મૂર્તિમંત થયેલી જોઈને ખૂબ પ્રસનતા અનુભવું છું.
આ મહાકાવ્યને ત્રીજો ભાગ પ્રેસમાં છે. મુદ્રણકાર્ય કુતગતિએ ચાલી રહ્યું છે અને આશા છે કે આ જ વર્ષમાં તેનું પ્રકાશન થઈ જશે. આ રીતે આ સંપૂર્ણ ગ્રંથનું પ્રકાશનકાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. | મન એક જ વાતને કચવાટ અનુભવે છે કે જે ગુરુમાતાની પાવન છાયામાં મેં આ અનુવાદ
કર્યો હતો તે ગુરુમાતા આજે નથી રહ્યાં... આ સમયે તેમની ભાવપૂર્ણ સ્મૃતિ કરીને, આ ગ્રંથ તેનાં કરકમલોમાં સમર્પિત કરું છું. સાથે સાથે આ ગ્રંથના સંશોધનમાં, મુદ્રણકાર્યમાં અને આર્થિક સહગમાં જે જે પુણ્યાત્માઓનું મને યોગદાન મળ્યું છે તે સહુની મધુર સ્મૃતિ કરું છું. સુશ્રાવક શાતિલાલ ભલાભાઈને ખૂબ ખૂબ અભિનન્દન આપું છું. તેમના સતત અને સખત પરિશ્રમ વિના આવા મોટા રથનું પ્રકાશન શક્ય ન બન્યું હોત.
અનુવાદમાં, મુદ્રણમાં જે કોઈ ગુટીઓ નજરે ચઢે, તેને ક્ષન્તવ્ય ગણીને આ મહાકાવ્ય રસાસ્વાદ અનુભવવા વાચકોને અનુરોધ કરૂં છું.
ઉપધાનનગર અગાસી માગસર વદ : ૧ વિ. સં. ૨૦૩૩
– સાદી સુલોચના