Book Title: Haribhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ ૨૦૨ શાસનપ્રભાવક વિશિષ્ટ જ્ઞાતા થયા. તેમની સર્વ પ્રકારની યામ્યતાને તણી ગુરુમહારાજે તેમને આચાર્ય પદ પ્રદાન કરી, આચાય હરિભદ્રસૂરિ નામે જાહેર કર્યાં. આચાર્ય હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ નામે સ’સારીપણે એ ભાણેજ હતા. તેઓએ કુટુ બકલેશથી વ્યથિત બની, વૈરાગ્ય પામી, મામા પ્રત્યેના પ્રેમથી આચા શ્રી હરિભદ્રસૂરિ પાસે આવી દીક્ષા અંગીકાર કરી અને તેમના શિષ્ય બન્યા. તેને શ્રી હરિભદ્રસૂરિએ પ્રમાણશાસ્ત્ર ભણાવ્યું. બ ંને શિષ્યોએ એક વખત બૌદ્ધ પ્રમાણુશાસ્ત્ર ભણવાની ઇચ્છા પ્રગટ કરી. હરિભદ્રસૂરિએ કહ્યું કે, “ તે અધ્યયન ઔદ્ધ વિદ્યાપીઠમાં જઈને જ કરી શકાય છે.” આચા હરિભદ્રસૂરિ અષ્ટાંગનિમિત્તશાસ્ત્રના તલુકાર હતા. બૌદ્ધ પ્રમાણુશાસ્ત્ર ભણવાની વાતમાં તેમને અનિષ્ટ ઘટનાને આભાસ થયા. તેમણે બંને શિષ્યાને એ કાર્ય માટે નિષેધ કર્યા પરંતુ શિષ્યા રોકાયા નહિ. ગુરુની ના છતાં બંને શ્રમણોએ ત્યાંથી પ્રયાણ કર્યું વંશપરિવર્તન કરીને ઔદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યા. તેએ બૌદ્ધ અધ્યાપકો પાસે બૌદ્ધ પ્રમાણશાસ્ત્ર ભણવા લાગ્યા. તેમાં બૌદ્ધાચાય ઔદ્ધદર્શનના મડન સામે જૈનદર્શનનું ખંડન કરતા ત્યારે ત્યારે આ બંને ભાઇ એ તેમની યુક્તિઓમાં રહેલાં દૂષણા અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નોંધ જુદા જુદા પત્રામાં કરતા હતા. એક દિવસ એ પત્રો હવામાં ઊડચા અને એક બૌદ્ધ સાધુના હાથમાં આવી પડયા. તેણે એ પત્રો ઔદ્રાચાય ને આપ્યા. ઔદ્રાચાર્યએ વાંચીને સમજી ગયા કે, વેશપલટા કરીને કોઇ જૈનશ્રમણ અહી ભણી રહ્યો છે. ગમેતેમ કરીને તેને શેાધી કાઢવા જોઈએ. તેમણે એક યુક્તિ રચી. એક જિનપ્રતિમા દરવાનના પગથિયે ગોઠવી અને વિદ્યાર્થીઓને આદેશ કર્યાં કે, “ આ પ્રતિમા ઉપર પગ મૂકીને દરેકે આગળ જવું." ઔદ્ધાચાય જાણતા હતા કે કોઇ જૈનશ્રમણ જિનપ્રતિમા પર પગ મૂકશે નહિ. એક પછી એક વિદ્યાર્થી આદેશ મુજબ પ્રતિમા ઉપર પગ મૂકી ચાલ્યા. હંસ અને પરમહંસ માટે ધર્મસંકટ ઊભું થયું. તે ખરાખર સમજી ગયા કે, આ યુક્તિ આપણને ઓળખી કાઢવા માટે જ રચાઈ છે. તેઓને હવે ગુરુદેવના નિષેધનુ રહસ્ય સમજાયું, તેનું અનિષ્ટ પરિણામ હવે સામે જ ઊભું હતું. પણ થાય શું? બ ંનેએ તરત જ નિર્ણય લીધે. એ પ્રમાણે હુસે ખડીથી પ્રતિમા પર જનોઈની રેખા ખેંચી બૌદ્ધ પ્રતિમા બનાવી દીધી ને એક પછી એક તેના પર પગ મૂકીને આગળ વધ્યા. બસ ! આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા. પણ અને તરત નાસી છૂટયા. બૌદ્ધોમાં ક્રોધ ધમધમવા લાગ્યા. તે પાછળ પડયા અને રસ્તામાં હંસને પકડી પાડી મારી નાખ્યા. પરમહંસ નાસતે। નાસતે। હરિભદ્રસૂરિ પાસે પહોંચ્યા. સાથે લીધેલાં પુસ્તક-પત્ર ગુરુના હાથમાં સોંપી, બનેલ બનાવની અને માર્ગોમાં બૌદ્ધોએ હંસને મારી નાખ્યાની વાત કહી . પણુ અતિ પરિશ્રમ અને આધાત અસહ્ય લાગવાથી તે જ વખતે તેમને જીવનદીપ બુઝાઈ ગયે.. અને શિાષ્યના અઘટિત કાળધમાંથી આચાર્ય હરિભદ્રસૂરિને ઘણા આઘાત થયા. તેમણે મહારાજા સુરપાલની અધ્યક્ષતામાં બૌદ્ધો સાથે શાસ્રાથે કર્યાં. આ શાસ્ત્રાર્થનું પરિણામ અત્યંત ભયાવહ હતું. પરાજય પામનાર વર્ગને તપાવેલા તેલના કુંડમાં પડવાની બૌદ્ધોની આકરી શરત Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8