Book Title: Haribhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 8
________________ 106 શાસનપ્રભાવક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી તેર દિવસનું અનશન સ્વીકારી વિ. સં. ૭૮પ લગભગમાં પરમ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. અન્ય પ્રમાણેના આધારે શ્રી હરિભદ્રસૂરિનો સમય વિ. સં. 757 થી 827 સુધી માનવામાં આવે છે. કાન્યકુજનરેશ આમરાજા પ્રતિબંધક, વાદિકુંજરકેસરી, ચારિત્રયમથી દેદીપ્યમાન આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજ આચાર્ય બપ્પભટ્ટસૂરિનું બીજું નામ ભદ્રકીર્તિસૂરિ હતું, પરંતુ તેમની પ્રસિદ્ધિ મુખ્યતયા બમ્પટ્ટિ તરીકે થઈ છે. શાસ્ત્રાર્થમાં વિજય મેળવવાથી તેમને વાદિકુંજરકેસરીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. પિતાના બુદ્ધિબળથી કાન્યકુન્શનરેશ “આમ” રાજાને પ્રભાવિત કરી તેમણે જૈનશાસનની મહાન પ્રભાવના કરી હતી. બપભદિના ગુરુનું નામ સિદ્ધસેન હતું. શ્રી સિદ્ધસેન વેતાંબર પરંપરામાં મેઢેર ગચ્છના આચાર્ય હતા. ઇતિહાસપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરથી આ જુદા છે. શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિ તેમના છ ગુરુબંધુ હતા. શ્રી બપભદિ ક્ષત્રિયવંશમાં જન્મ્યા હતા. તેમને જન્મ વીરનિર્વાણ સં. 1270 (વિ. સં. ૮૦૦)માં ભાદરવા સુદ ત્રીજને દિવસે ગુજરાત પ્રદેશ અંતર્ગત ડુમ્બાધિ ગામમાં થયે હતે. (અત્યારે આ ગામનું નામ ડુવા છે. આ ગામ બનાસકાંઠામાં ધાનેરા-થરાદની નજીક આવેલું છે. ડુવામાં અત્યારે પણ પ્રાચીન અમીજરા પાર્શ્વનાથનું દેરાસર છે.) તેમના પિતાનું નામ બમ્પ અને માતાનું નામ ભક્ટિ હતું અને તેમનું સંસારી નામ સૂરપાલ હતું. સૂરપાલ એક સ્વાભિમાની બાળક હતું. એક દિવસ તે રોષે ભરાઈને ઘેરથી નીકળી ગયે અને છેક મેહેરા પહેંચી ગયે. આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે મઢેરા નગરમાં વિરાજતા હતા. તેમણે સ્વપ્નમાં ચૈત્ય પર ક્લાંગ ભરતા સિંહના બચ્ચાને જોયું. તેઓ સવારે મંદિર ગયા, ત્યાં તેમની દષ્ટિ એક છ વર્ષના બાળક પર પડી. તે બાળકની આકૃતિ અત્યંત પ્રભાવશાળી લાગી. આચાર્ય સિદ્ધસેનસૂરિએ બાળકને પૂછયું, “તું કોણ છે? ક્યાંથી આવે છે?” બાળકે કહ્યું, “મારું નામ સૂરપાલ છે. પાંચાલદેશ્ય બમ્પનો પુત્ર છું. મારી માતાનું નામ ભક્ટિ છે. મારા મનમાં રાજદ્રોહી શત્રુઓ સાથે યુદ્ધ કરવાની ભાવના જાગી, પરંતુ પિતાએ મને અટકાવ્યો. નિરભિમાની પિતા પાસે રહેવું મને ઉચિત ન લાગ્યું તેથી માતા-પિતાને કહ્યા વિના હું અહીં આવ્યો છું.” આચાર્ય સિદ્ધસેન માણસ પારખુ હતા. તેમણે બાળકને જોઈને વિચાર્યું કે, આ બાળક સામાન્ય નથી. દિવ્યરત્ન છે, તેજસ્વી છે. આચાર્ય સિદ્ધસેને બાળકને મીઠાશથી કહ્યું કે, વત્સ! તું અમારી પાસે રહે. સંતપુરુષને સહવાસ ઘરથી વધારે લાભકારી હોય છે. બાળક સૂરપાલ આચાર્ય સિદ્ધસેનને સ્નેહભયે બોધ પ્રાપ્ત કરી તેમની પાસે રહેવા તૈયાર થશે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8