Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવા
૧૯૯
જુદા જુદા દેશેાની
વ્યાખ્યા આપી છે. જેથી વાચકને પ્રાચીન ભારતીય સસ્કૃતિ તેમ જ પરંપરાનું જ્ઞાન થાય છે. આ ચૂર્ણ માં ગાલ્લદેશના રીતરિવાજોનું વષઁન છે. સૂત્રકૃતાંગલચણિ આચારાંગણની જેમ આ ચૂર્ણ પણ ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવામાં મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં ગાલ્લદેશ, તામ્રલિપિ આદિ દેશનું વર્ણન, ત્યાંની પર ંપરા, રીતરિવાજ, માનવસંબધે આદિની ચર્ચા છે. તીર્થસિદ્ધ આદિ વિવિધ વિષયે તેમ જ વૈનયિકવાદ, નાસ્તિકમત, સાંખ્યમત, ઈશ્વરકતૃત્વ, નિયતિવાદ આદિ દાનિક વિષયેાની પણ આમાં ચર્ચા છે. નિશીથસૂણિ : આ ચૂર્ણ આચાય જિનદાસ મહત્તરની પ્રૌઢ રચના છે. આ ણિની રચના મૂળસૂત્ર, નિયુક્તિ અને ભાષ્યની ગાથાઓને આધારે છે. નમસ્કારના પ્રસ`ગે અરિહંત, સિદ્ધ અને સાધુ પછી અદાતાના રૂપમાં ચૂર્ણિકાર પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને વિશેષ પ્રણામ કરેલ છે. આ ગ્રંથના ૨૦ ઉદ્દેશક છે. પ્રસંગે અનેક અન્ય વિષયે: પણ ચર્ચા છે, જૈન શ્રમણ-આચાર સાથે સંબંધિત વિધિ-નિષેધાની વિસ્તારથી ચર્ચા અને ઉત્સગ માગ અને અપવાદમાની પૂરી સૂચના આ કૃતિમાં મળે છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ શ્રી જિનદાસગણિની સૂણિ એના આધારે આવશ્યકનિયુક્તિ ટીકા, નદીસૂત્ર-ટીકા વગેરે રચ્યાં છે. વળી, પાતે ‘ મહાનિશીથસૂત્ર 'ને આદશ તૈયાર કર્યાં તે આચાર્ય જિનદાસણને વંચાવ્યેા હતા. ‘ તીર્થંકલ્પ ’માં એક એવા ઉલ્લેખ છે કે, શ્રી જિનદાસગણુ, મહત્તરે મથુરામાં તપસાધનાપૂર્વક ‘મહાનિશીથસૂત્ર'ના જીર્ણોદ્ધાર કર્યાં હતા.
નદીચૂણિ મુજબ શ્રી જિનદાસ મહત્તરને સત્તાસમય વિક્રમની આડમી શતાબ્દી છે.
સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલાયક, પરમતસહિષ્ણુ, વેદાદિ ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્પદાના વિરહ ત્યાગી સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસમ્પદાને પ્રાપ્ત કરનારા તથા આગમા પછી રચાયેલ સાહિત્યમાં સખ્યા, ગુણવત્તા અને શૈલીમાં સર્વોપરી અને શિરમેાર
ચાકીની મહત્તરાનુ આચાર્ય ભદ્રસૂરિજી મહારાજ
જૈન શ્રમણ પર ધરામાં શ્રી હરિભદ્ર નામે ઘણા આચાર્ય થયા છે. આ હરિભદ્રસૂરિ મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે અને ‘ યાકીનીમહત્તરાનૂનુ’ નામે પણ પ્રસિદ્ધ છે. તેમને સ'સ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ વિપુલ છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, પ્રખર તર્ક વાદિતા, અપૂ જ્ઞાનપ્રતિભા, સમભાવી અને નિષ્પક્ષ આલોચના તેમ જ ભાષાપ્રભુતા ભારતીય સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તેઓ નિષ્પક્ષ અને પરમતત્સહિષ્ણુ વિદ્વાન હતા. તેમણે પ્રતિપક્ષ માટે મહર્ષિ, મહામુનિ જેવા સન્માનસૂચક શબ્દના અનેક પ્રસંગે પ્રયાગ કર્યો છે. નીચેના એક લેાકથી તેની ઝાંખી થશે.
2010-04
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શાસનપ્રભાવક पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
ગુત્તમહૂવર્સ ચર્ચ તત્ત્વ : વરિત્ર ! (લેકતત્વનિર્ણય) પ્રભાવચરિત્ર અને પ્રબંધકોશ મુજબ શ્રી હરિભદ્રસૂરિના દીક્ષાગુરુ જિનભટ્ટ હતા. પુરાતન પ્રબંધસંગ્રહ ગ્રંથમાં તેમના ગુરુનું નામ જિનભદ્ર છે. “કથાવલી ”માં તેમના ગુરુનું નામ જિનદત્ત છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પિતાની કૃતિઓમાં સ્થાને સ્થાને જિનદત્ત નામનો ઉલ્લેખ કર્યો છે. આવશ્યકવૃત્તિમાં તેમણે શ્વેતાંબર પરંપરા, વિદ્યાધરફુલ, દીક્ષાગુરુ જિનદત્તસૂરિ તથા વિદ્યાગુરુ આચાર્ય જિનભદ્રના નામને તેમ જ સાધ્વીજી યાકિનીમહત્તરાના પિતે ધમપુત્ર હોવાને પણ નિર્દેશ કર્યો છે.
આચાર્યશ્રી હરિભદ્રનો જન્મ ચિત્રકૂટનિવાસી અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. તેઓ ચિતોડનરેશ તિારિના રાજપુરોહિત હતા. કથાવલી ગ્રંથ પ્રમાણે પંડિત હરિભદ્ર “પિર્વગુઈ નામે બ્રહ્મપુરીના નિવાસી હતા. તેમની માતાનું નામ ગંગણ અને પિતાનું નામ શંકર ભટ્ટ હતું. પંડિત હરિભદ્ર વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. ચૌદ બ્રાહ્મણ વિદ્યાના તેઓ પારગામી હતા. રાજપુરોહિત જેવા ઉચ્ચ પદે હેવાથી જનસમુદાયમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. હરિભદ્ર પંડિતમાં અગ્રેસર હતા. શાસ્ત્રવિશારદ વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરવામાં સદા ઉત્સુક અને તત્પર રહેતા હતા. તેમને જ્ઞાનને ગર્વ હતે. કઈ પણ શાસ્ત્રપાઠ-ગાથા પિતાને ન સમજાય તેવું બને નહીં અને બને તો તેને શિષ્ય બની જાઉં –એવી તે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. પિતાને કવિયુગના સર્વજ્ઞ માનતા હતા.
એક વખત રાજપુરોહિત હરિભદ્ર પાલખીમાં બેસી રાજમાર્ગો પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે ઘણુ લકે હતા. રાજપુરોહિતના સન્માનમાં “જય જય” બનિથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અચાનક એક મેટે હાથી ઉન્મત્ત બની સામે આવતે જોવામાં આવ્યું. જીવ બચાવવા લેકે આમતેમ ભાગવા લાગ્યાં. હરિભદ્ર પણ પાલખીમાંથી કૂદકે મારી પાસેના મંદિરમાં ઘૂસી ગયા. “સ્તિના તાદથમાનો ન છેતન પમ્િ ” એ વાત ગૌણ અને પ્રાણુરક્ષા મુખ્ય બની ગઈ! મંદિરમાં જિનપ્રતિમાને જોઈ “વપુરવાવાળે, સ્પષ્ટ મિષ્ટાન્નોનનમ્ !” એ વાક્ય કહી તેમણે જિનપ્રતિમાને ઉપહાસ કર્યો.
આ ઘટના પછી એક વખત રાજપુરે હિત હરિભદ્ર રાજસભામાંથી પાછા ફરતાં જૈન ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. ઉપાશ્રયમાં સાધ્વીસંઘના પ્રવર્તિની મહત્તા યાકિની સંગ્રહણી ગાથાને મધુર સ્વરે પાઠ કરી રહ્યાં હતાં ?
"चक्कीदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की ।
केसव चक्की केसव, दुचक्की केसय चकीया ॥"
લોકના સ્વરતરંગે રાજપુરોહિત હરિભદ્રના કાને અથડાયા તેણે તે ગાથા વારંવાર સાંભળી. ધ્યાનપૂર્વક વારંવાર વિચાર કર્યો પરંતુ અર્થબોધ પામી ન શકયા. અર્થ જાણવા માટે ઉપાશ્રય તરફ ગયા. ઉપાશ્રયમાં જઈ દૂર ઊભા રહી, હરિભદ્રે ત્યાં બિરાજેલાં સાધ્વીજીઓને
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
સંબોધી પૂછ્યું : “આ સ્થાને ચકચકાટ કઈ વાતમાં થઈ રહ્યો છે? અર્થ વગરનું પુનરાવર્તન શા માટે કરી રહ્યા છે?” હરિભદ્ર અતિ વક ભાષામાં આ પ્રશ્ન કર્યો હતે. પણ શ્રી યાકિની મહત્તા ધીરગંભીર, આગમજ્ઞાતા અને વ્યવહાર નિપુણ સાધ્વી હતાં. તેમણે સ્વસ્થભાવે ઉત્તર આખે કે, “ભૂત ફિત્તે જિfiાયતે -નવું લેપ કરાયેલ આંગણું ચકચકાટ કરે છે.” સાધ્વીશ્રી યાકિની મહત્તરા દ્વારા અપાયેલ તર્કબદ્ધ ઉત્તરને સાંભળી પંડિત હરિભદ્ર પ્રભાવિત થયા. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્ર બનીને કહ્યું કે, “કૃપા કરી મને આ ગાથાને અર્થ સમજાવ.સાધ્વીજીએ પણ સરળતાથી કહ્યું કે, “આ ગાથાને અર્થ સમજે હોય તે તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજે. અમારે એ આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજે.”
હરિભદ્ર બીજા દિવસે સવારે ત્યાં વિરાજમાન આચાર્ય જિનદત્તસૂરિ પાસે જવા નીકળ્યા. ત્યાં જતાં પ્રથમ તેમણે જિનાલયમાં પ્રવેશ કર્યો. તેઓ આ પહેલાં પણ ઉન્મત્ત હાથીથી જીવ બચાવવા આ જિનાલયમાં આવ્યા હતા. એ વખતે તે જિનપ્રતિમાને જઈ તેનો ઉપહાસ કર્યો હતે. એ વાત અત્યારે સ્મૃતિમાં આવતાં તેમને લાનિ થઈ. નિર્મળ ભાવ પ્રગટતાં આ વખતે પ્રતિમાને જોતાં જ હરિભદ્ર ભક્તિભાવે બોલ્યા કે,
વપુર તવાવણે માવજ ! વીતારામ ..
નહિ વોટસંગેની તવાર ” હે ભગવન ! તમારી આ ભવ્ય આકૃતિ ખરેખર વીતરાગતાને પ્રગટ કરી રહી છે, જેની અંદર અનિ હોય તે વૃક્ષ ક્યારેય લીલું રહેતું નથી.”
આચાર્યશ્રી પાસે પહોંચતાં જ હરિભદ્રને અત્યંત પ્રસન્નતા થઈ. તેમને નમન કરી, પિતાના આગમનનું પ્રજન જણાવી, આચાર્યશ્રીને શિi૦ ગાથાને અર્થ સમજાવવા વિનંતિ કરી.
આચાર્ય જિનદત્તસૂરિએ તેમને ગાથાને અર્થ સુંદર રીતે સમજાવ્યું અને યાકિની મહત્તર ગૌરવયુક્ત શબ્દોમાં પરિચય આપતાં કહ્યું કે, “આગમપ્રવીણ સાધ્વીસમુદાયમાં મુકુટમણિ મહત્તરપદથી અલંકૃત સાધ્વી યાકિની મારા સંસારીપણે મેટાં બહેન છે.” હરિભદ્ર પણ યાકિની મહત્તરા પ્રત્યે કૃતભાવ પ્રગટ કરતાં બોલ્યા કે, “હું શાસ્ત્ર વિશારદ હોવા છતાં પણ મૂઢ હતા. પુણ્યના યોગે જ ધર્મમાતા યાકિની દ્વારા મેં બે પ્રાપ્ત કર્યો છે” અને પિતાની પ્રતિજ્ઞાની જાણ કરતાં કહ્યું કે, “મારે પ્રતિજ્ઞા છે કે હું જેમની વાત–ગાથા સમજી ન શકું તેમને શિષ્ય બની જાઉં. તે આપ કૃપા કરી મને શિષ્ય બનાવે.” આચાર્ય જિનદત્તસૂરિએ તેમને નિર્મળ ભાવ જાણી, દીક્ષા પ્રદાન કરી, શિષ્ય બનાવ્યા. મુનિ હરિભદ્ર પૂર્વે વૈદિક દર્શનના પારંગત વિદ્વાન હતા, અને હવે શ્રમણદીક્ષા લીધા પછી થોડા જ સમયમાં જૈનદર્શનના
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શાસનપ્રભાવક
વિશિષ્ટ જ્ઞાતા થયા. તેમની સર્વ પ્રકારની યામ્યતાને તણી ગુરુમહારાજે તેમને આચાર્ય પદ પ્રદાન કરી, આચાય હરિભદ્રસૂરિ નામે જાહેર કર્યાં.
આચાર્ય હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ નામે સ’સારીપણે એ ભાણેજ હતા. તેઓએ કુટુ બકલેશથી વ્યથિત બની, વૈરાગ્ય પામી, મામા પ્રત્યેના પ્રેમથી આચા શ્રી હરિભદ્રસૂરિ પાસે આવી દીક્ષા અંગીકાર કરી અને તેમના શિષ્ય બન્યા. તેને શ્રી હરિભદ્રસૂરિએ પ્રમાણશાસ્ત્ર ભણાવ્યું. બ ંને શિષ્યોએ એક વખત બૌદ્ધ પ્રમાણુશાસ્ત્ર ભણવાની ઇચ્છા પ્રગટ કરી. હરિભદ્રસૂરિએ કહ્યું કે, “ તે અધ્યયન ઔદ્ધ વિદ્યાપીઠમાં જઈને જ કરી શકાય છે.” આચા હરિભદ્રસૂરિ અષ્ટાંગનિમિત્તશાસ્ત્રના તલુકાર હતા. બૌદ્ધ પ્રમાણુશાસ્ત્ર ભણવાની વાતમાં તેમને અનિષ્ટ ઘટનાને આભાસ થયા. તેમણે બંને શિષ્યાને એ કાર્ય માટે નિષેધ કર્યા પરંતુ શિષ્યા રોકાયા નહિ. ગુરુની ના છતાં બંને શ્રમણોએ ત્યાંથી પ્રયાણ કર્યું વંશપરિવર્તન કરીને ઔદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યા. તેએ બૌદ્ધ અધ્યાપકો પાસે બૌદ્ધ પ્રમાણશાસ્ત્ર ભણવા લાગ્યા. તેમાં બૌદ્ધાચાય ઔદ્ધદર્શનના મડન સામે જૈનદર્શનનું ખંડન કરતા ત્યારે ત્યારે આ બંને ભાઇ એ તેમની યુક્તિઓમાં રહેલાં દૂષણા અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નોંધ જુદા જુદા પત્રામાં કરતા હતા. એક દિવસ એ પત્રો હવામાં ઊડચા અને એક બૌદ્ધ સાધુના હાથમાં આવી પડયા. તેણે એ પત્રો ઔદ્રાચાય ને આપ્યા. ઔદ્રાચાર્યએ વાંચીને સમજી ગયા કે, વેશપલટા કરીને કોઇ જૈનશ્રમણ અહી ભણી રહ્યો છે. ગમેતેમ કરીને તેને શેાધી કાઢવા જોઈએ. તેમણે એક યુક્તિ રચી. એક જિનપ્રતિમા દરવાનના પગથિયે ગોઠવી અને વિદ્યાર્થીઓને આદેશ કર્યાં કે, “ આ પ્રતિમા ઉપર પગ મૂકીને દરેકે આગળ જવું." ઔદ્ધાચાય જાણતા હતા કે કોઇ જૈનશ્રમણ જિનપ્રતિમા પર પગ મૂકશે નહિ. એક પછી એક વિદ્યાર્થી આદેશ મુજબ પ્રતિમા ઉપર પગ મૂકી ચાલ્યા. હંસ અને પરમહંસ માટે ધર્મસંકટ ઊભું થયું. તે ખરાખર સમજી ગયા કે, આ યુક્તિ આપણને ઓળખી કાઢવા માટે જ રચાઈ છે. તેઓને હવે ગુરુદેવના નિષેધનુ રહસ્ય સમજાયું, તેનું અનિષ્ટ પરિણામ હવે સામે જ ઊભું હતું. પણ થાય શું? બ ંનેએ તરત જ નિર્ણય લીધે. એ પ્રમાણે હુસે ખડીથી પ્રતિમા પર જનોઈની રેખા ખેંચી બૌદ્ધ પ્રતિમા બનાવી દીધી ને એક પછી એક તેના પર પગ મૂકીને આગળ વધ્યા. બસ ! આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા. પણ અને તરત નાસી છૂટયા. બૌદ્ધોમાં ક્રોધ ધમધમવા લાગ્યા. તે પાછળ પડયા અને રસ્તામાં હંસને પકડી પાડી મારી નાખ્યા. પરમહંસ નાસતે। નાસતે। હરિભદ્રસૂરિ પાસે પહોંચ્યા. સાથે લીધેલાં પુસ્તક-પત્ર ગુરુના હાથમાં સોંપી, બનેલ બનાવની અને માર્ગોમાં બૌદ્ધોએ હંસને મારી નાખ્યાની વાત કહી . પણુ અતિ પરિશ્રમ અને આધાત અસહ્ય લાગવાથી તે જ વખતે તેમને જીવનદીપ બુઝાઈ ગયે..
અને શિાષ્યના અઘટિત કાળધમાંથી આચાર્ય હરિભદ્રસૂરિને ઘણા આઘાત થયા. તેમણે મહારાજા સુરપાલની અધ્યક્ષતામાં બૌદ્ધો સાથે શાસ્રાથે કર્યાં. આ શાસ્ત્રાર્થનું પરિણામ અત્યંત ભયાવહ હતું. પરાજય પામનાર વર્ગને તપાવેલા તેલના કુંડમાં પડવાની બૌદ્ધોની આકરી શરત
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
૨૦૩
સાથે આ શાસ્ત્રાર્થને આરંભ થયો. શ્રી હરિભદ્રસૂરિ આ શાસ્ત્રાર્થમાં વિજયી થયા. આ સમગ્ર વાત આચાર્ય જિનદત્તસૂરિના જાણવામાં આવી. તેમણે શિષ્યના અઘટિત કાળથી કેપિત અને વ્યથિત આચાર્ય હરિભદ્રસૂરિને શાંત કરવા તરત બે સાધુઓને સમરાદિત્ય વૃત્તાંતના ત્રણ લેક આપી મોકલ્યા. આ કલેકેમાં ગુણસેન અને અગ્નિશર્માના કેટલાક ભવની ઘટના સંકલિત હતી. વૈરના અનુબંધ ભવ-ભવાંતર સુધી ચાલ્યા કરે છે. આચાર્ય જિનદત્તસૂરિ દ્વારા મોકલાયેલા આ કે ભણતાં જ હરિભદ્રસૂરિને કેાધ શાંત થઈ ગયે.
આચાર્ય ભદ્રેશ્વરસૂરિ રચિત “કથાવલી” પ્રમાણે આચાર્ય હરિભદ્રસૂરિને બીજા બે – જિનભદ્ર અને વિરભદ્ર નામે શિષ્ય હતા. ચિત્રકૂટમાં આચાર્ય હરિભદ્રસૂરિના અસાધારણ પ્રભાવથી બૌદ્ધોમાં ઈર્ષા અને વેરભાવ જાગ્યા હતા. એક દિવસ આ બંને શિષ્યોને મારી નંખાયા હતા. આ ઘટના સાંભળી શ્રી હરિભદ્રસૂરિએ તીવ્ર આઘાત અનુભવ્યું. આ અસહ્ય આઘાતથી તેમણે અનશન લેવાને વિચાર કર્યો. આ વાત જાણી શ્રીસંઘે એકત્રિત થઈ ખૂબ ખૂબ વિનંતિ કરી; અને આપના અસાધારણ પ્રભાવ અને જ્ઞાનબળે અનેક જીવોનું કલ્યાણ અને જૈનશાસનની ઘણું ઘણી પ્રભાવના થાય તેમ હોઈ અનશન ન કરવા આદરપૂર્વક જણાવ્યું. શ્રી હરિભદ્રસૂરિએ સંઘની વિનંતિ સ્વીકારી. તે પછી પિતાને પ્રત-સર્જન-લેખન તરફ વાળ્યા. શિષ્યસંપદાની વૃદ્ધિને બદલે જ્ઞાનસંપદાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે તેઓ એક પછી એક એમ અનેક ગ્રંથ ચવા લાગ્યા. તેમણે પોતાના કેટલાક ગ્રંથની સાથે “ભવવિરહ’ શબ્દ જેડ્યો છે.
એક વાર તેમના શિષ્ય જિનભદ્ર અને વીરભદ્રના કાકા લબ્રિગ ગરીબાઈથી કંટાળીને દીક્ષા લેવા આવ્યા. પરંતુ આચાર્યશ્રીએ ભવિતવ્યતા જાણી, તેને અમુક વ્યાપાર કરવાને સંકેત કર્યો, જેનાથી લબ્રિગ ધનવાન બન્ય. આ લલ્લિગ શ્રાવકે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથની નકલ કરાવી ખૂબ ફેલાવે કર્યો. વળી, તેણે ઉપાશ્રયમાં એક એવું ન મુકાવ્યું કે જે દીવાની જેમ પ્રકાશ આપતું હતું, જેના પ્રકાશમાં આચાર્યશ્રી રાતે પણ ગ્રંથ લખી લેતા હતા.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૦ થે બનાવ્યા છે. એવો ઉલ્લેખ પણ મળે છે કે તેમણે પિતાના જીવનના અંતિમ સમયે “સંસાર-દાવાનલઇ ' સ્તુતિના ૩ કલેક અને કથા કલેકનું એક ચરણ બનાવ્યાં છે અને એ રીતે તેમણે ૧૪૪૪ ગ્રંથ રચ્યા છે. તેમના આ ગ્રંથ ધર્મ, દર્શન, ન્યાય, યોગ, ધ્યાન, જીવનચર્યા, વિધિવિધાન, ભૂગોળ, ખગોળ, નવરસ, કાવ્ય, કથા, કળા, ઉપહાસ—એમ દરેક વિષય પર લખાયા છે. એ કઈ વિષય નથી કે જે તેમના ગ્રંથમાં ન હોય. દરેક ગ્રંથમાં તેમની જ્ઞાનપ્રભા ચમકે છે. “સમરાઈવેચકહા ' એ તેમનો વૈરાગ્યજનક અજોડ ગ્રંથ છે, જે તેમના કથાગ્રંમાં મુકુટમણિ જેવો છે.
| મહાનિશીથસૂત્રને છણે દ્વાર : આચાર્ય દેવદ્ધિગણિએ ૮૪ આગમ વગેરેને પુસ્તકારૂઢ કર્યા ત્યારે “મહાનિશીથસૂત્રને પણ પુસ્તકારૂઢ કર્યું હતું. પણ પછી ભેજ અને ઊધઈને કારણે તે પુસ્તકને નુકસાન થયું. તેમાંના કેટલાંક પાનાં ગંધાઈ ગયાં, ગળી ગયાં અને વેરવિખેર થઈ ગયાં. શ્રી હરિભદ્રસૂરિએ તેને આગળ-પાછળ સંબંધ મેળવી, એક નકલ
2010_04
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શાસનપ્રભાવક
તૈયાર કરી અને તે સમયના ઘણા શ્રુતધરાને અતાવી તેની સમ્મતિ મેળવી, તે સૂત્રને જ્ઞાનભ’ડારમાં સ્થાપ્યું. આ રીતે શ્રી હરિભદ્રસૂરિએ ‘ મહાનિશીથસૂત્ર ’ના જીર્ણોદ્ધાર કર્યાં.
આચાર્ય હરિભદ્રસૂરિએ પેાતાના પ્રથામાં બીજા ઘણા ગ્રંથકારાનાં નામે અને તેમનાં અવતરણા આપ્યાં છે, જે તેમની અહુશ્રુતતાના પરિચાયક છે. તે પૈકીના કેટલાક જૈનાચાર્યાં, બૌદ્ધાચાય, યાગાચાર્યાં આદિ દાનિકાનાં નામ નીચે પ્રમાણે છેઃ
જૈનાચાર્યે : શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી, વાચક ઉમાસ્વાતિજી, શ્રી સિદ્ધસેન દ્વિવાકર, આચાર્ય સંઘદાસણિ આચાર્ય મલ્લવાદીસૂરિ, શ્રી જિનભદ્રગણ ક્ષમાશ્રમણું, શ્રી અજિતયશસૂરિ, શ્રી જિનદાસ મહત્તર, શ્રી સિદ્ધસેનણ વગેરે. ઔદ્ધાચાર્યા : આચાય કુક્કે, દ્વિનાથ, ધર્માં પાલ, ધ કીતિ, ધર્માંત્તર, ભદન્ત દ્વિ, વસુબંધુ, શાંતિરક્ષિત, શુભગુપ્ત વગેરે. બ્રાહ્મણ આચાર્યા : આચાય અવધૂત આસૂરિ, ઇશ્વરકૃષ્ણ, મીમાંસક કુમારિલભટ્ટ, ભાષ્યકાર પાતંજલિ, યોગાચાય પાતજલિ, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ ગોપેન્દ્ર, ભર્તુહરિ વૈયાકરણ, મહુષિ વ્યાસ, વિંધ્યવાસી, શિવધર્માંત્તર વગેરે. યાગાચાર્ય : ગોપેન્દ્ર, કાલાતીત, પતંજલિ, ભદ્રંત ભાસુર, અન્ધુ ભગવન્તવાદી ઇત્યાદિ ઉપરાંત કથાઓમાં આચાર્ય સંધદાસણને વસુદેવહિંડી, સુખ ની વાસવદત્તા અને કિવિ હર્ષોંની પ્રિયદર્શનાને યાદ કર્યાં છે.
:
શ્રીજી બાજુ, તેમના ગ્રંથો જેમને માદક બન્યા છે તેવા શ્રી ઉદ્યોત્તનસૂરિ, આચાર્ય સિદ્ધષિ`, મહાકવિ ધનપાલ, શ્રી જિનેશ્વરસૂરિ, શ્રી દિદેવસૂરિ, શ્રી દેવચ'દ્રસૂરિ, આચાય મલયગિરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી સંગમસિ'હસૂરિ, આચાર્યં યક્ષદેવ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય, મહે:પાધ્યાય શ્રી યશેવિજયજી વગેરેએ પાતપોતાના ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિને ભાવભીની અજિલ સમપી છે.
સાહિત્ય : આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ વિપુલ પ્રમાણમાં ઉચ્ચ કોટિના સાહિત્યનુ સર્જન કરેલ છે. તેમના ગ્રંથા જૈનશાસનને અનુપમ વૈભવ છે. આગમિક ક્ષેત્રમાં તે સ`પ્રથમ ટીકા( વૃત્તિ )કાર હતા. યોગવિષયમાં તેમણે નવી ષ્ટિ આપી. જ્ઞાનવર્ધક પ્રકી ગ્રંથાની
પણ રચના કરી.
ટીકાત્રા : આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયેાગદ્વાર વગેરે આગમા પર ટીકાઓ રચી છે. પિ'નિયુક્તિની તેમની અપૂર્ણ રચના વીરાચાયે પૂર્ણ કરી છે. વિવિધ વિષયેનું વિવેચન કરતી તેમની ટીકાએ વિશેષ જ્ઞાનવધ ક સિદ્ધ થઈ છે. આચાય હરિભદ્રસૂરિનાં સાહિત્યસાને જેટલે મહિમા કરીએ તેટલે એછે છે. તેમ છતાં થાડીએક આંખી પ્રાપ્ત કરી શકાય. આવશ્યક ટીકા : આવશ્યક નિયુક્તિની ગાથાઓ ઉપર આ ટીકાની રચના થઈ છે. આમાં સામાયિક આદિ પદો પર ઘણા જ વિસ્તારથી વિવેચન છે. આ ટીકાની પરાસમાપ્તિમાં જિનભટ્ટ, જિનદત્ત, યાકિની મહત્તરા આદિનેા ઉલ્લેખ કરી, પેાતાને અપલ્પમતિ કહી પરિચય આપ્યા છે. આ ટીકા ૨૨૦૦૦ શ્ર્લેકપ્રમાણ છે. દશવૈકાલિક ટીકા : આ ટીકાની રચના દશવૈકાલિક નિયુક્તિની ગાથાએને આધારે થઇ છે. તેનું નામ શિલ્પએધિની વૃદ્ધિ
2010_04
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવા
૫
છે. દશવૈકાલિકના કર્તા શ્રી શષ્યભવસૂરિને વિગતે પરિચય આપ્યો છે. ટીકાના અંતે ટીકાકારે પોતાના પરિચય યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે આપેલ છે. જીવાભિગમ ટીકા : આમાં જૈનાગમ તત્ત્વદર્શનનું વિવેચન છે. પ્રજ્ઞાપના પ્રદેશ બ્યાખ્યા : આ સક્ષિપ્ત અને સરળ ટીકા છે. જીવ અને અજીવ સંબંધી અનેક સૈદ્ધાન્તિક વિષયે સમજાવવામાં આવ્યા છે. નન્તીવૃત્તિ : નન્દી ટીકા ૨૩૩૬ બ્લેકપ્રમાણ છે. તેમાં કેવલજ્ઞાન-કેવલન ચર્ચા – નન્દીચૂર્ણિમાં વર્ણવેલા સ વિષયાનુ સ્પષ્ટીકરણ તથા અયેાગ્યદાન અને ફલ પ્રક્રિયાનું વિવેચન છે. અનુયાગદ્વાર વૃત્તિ ઃ અનુયાગવૃત્તિનું નામ ‘ શિષ્યહિતા ' છે. પ્રમાણુ આદિ સમજાવવા માટે અંગુલેનું સ્વરૂપ, પ્રત્યક્ષ, અનુમાન, આગમની વ્યાખ્યા તેમ જ જ્ઞાનનય અને ક્રિયાનયનુ વર્ણન પણ આ ટીકામાં સારી રીતે સમજાવેલ છે. આવશ્યક ગૃહવૃત્તિ પણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચી હોવાનુ માનવામાં આવે છે. તેનુ લેક પ્રમાણુ ૮૪૦૦૦ હતું. આજે તે ઉપલબ્ધ નથી. લલિતવિસ્તરાવૃત્તિ : ‘નમ્રુત્યુણું' સૂત્ર ( ચૈત્યવદન સૂત્ર ) ઉપર સસ્કૃતમાં લલિતપૂર્ણ શૈલીમાં વૃત્તિ રચી છે. આ વૃત્તિના વાચનના પ્રભાવે શ્રી સિદ્ધષિ મહારાજ જૈન ધર્મમાં સ્થિર થયા હતા. તેને ઉલ્લેખ ગૌરવપૂર્વક કર્યું છે
नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवर सूरये । मदर्थं निर्मिता येन वृत्तिर्ललितविस्तरा ॥
તત્ત્વાર્થ સૂત્ર લઘુવૃત્તિ, પિંડનિયુક્તિવૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ, કમ સ્તવવૃત્તિ, ધ્યાનશતકવૃત્તિ, લઘુક્ષેત્રસમાસ વૃત્તિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ ટીકા, સર્વજ્ઞસિદ્ધિ ટીકા, ન્યાયાવતાર વૃત્તિ આદિ ટીકાએ આચાય હરિસદ્રસૂરિની અનન્ય શક્તિના બેધ આપે છે. યેગર્દષ્ટ સમુચ્ચયવૃત્તિ, યેએિદુ, યેાગવિશિકા, યેગશતક વગેરે ગ્ર ંથો રચ્યા છે. યોગની આ દૃષ્ટિનું પ્રતિપાદન સુંદર રીતે સમજાવ્યુ છે. તેમણે ચારેય અનુયાગાની રચના કરી છે. દ્રવ્યાનુયેાગમાંધ સંગ્રહણી, ગણિતાનુયેાગમાં ક્ષેત્રસમાસવૃત્તિ, ચરણાનુયોગમાં ધ બિંદુ, ઉપદેશદ અને ધ કથાનુયોગમાં ધૂર્તાખ્યાન રચેલ છે. ધર્મ સંગ્રહણીમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વર્ણન, સર્વાંગસિદ્ધિનું સમર્થન, ચાર્વાકદર્શીનનુ યુક્તિપૂર્ણાંક ખ’ડન છે. સાવગધમ્મ અને સાવગધમ્મ સમાસમાં શ્રાવકધર્માંની શિક્ષા અને ખાર ત્રાનું વિવેચન છે. અનેકાંત જયપતાકા અને અનેકાંતપ્રવેશ એ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનેકાંતષ્ટિને સ્પષ્ટ કરનાર ગંભીર રચના છે. ષટ્ટુન સમુચ્ચયમાં ભારતીય છ દનેનું સુંદર નિરૂપણ છે. કથાકેષ તેમને શ્રેષ્ઠ ગ્રંથ હતા, તે આજે મળતા નથી. ચમરાચિકા તેમની અત્યં'ત પ્રસિદ્ધ પ્રાકૃત રચના છે. લેાકતત્ત્વનિય, શ્રાવકપ્રાપ્તિ, અશ્રુકપ્રકરણ, પચાશક, પચવસ્તુ પ્રકરણ ટીકા આદિ સાહિત્યગ્રંથ રૂપે શ્રી હર્ભિદ્રસૂરિ પાસેથી પ્રાપ્ત થયુ છે.
આગમા પછી જે કઈ સાહિત્ય રચાયુ. તેમાં—સંખ્યા અને ગુણવત્તાએ તેમ જ શૈલી અને અનુપ્રેક્ષા એમ સમગ્રતાએ—આચાય હરિભદ્રસૂરિ સર્વોપરી અને શરમાર છે. તેમનું સન ૧૪૪૪ ગ્રંથ જેટલું વિપુલ હોવાનું મનાય છે. તેમાંથી આજ માત્ર ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ ગ્રંથા ઉપલબ્ધ છે.
2010_04
Page #8
--------------------------------------------------------------------------
________________ 106 શાસનપ્રભાવક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી તેર દિવસનું અનશન સ્વીકારી વિ. સં. ૭૮પ લગભગમાં પરમ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. અન્ય પ્રમાણેના આધારે શ્રી હરિભદ્રસૂરિનો સમય વિ. સં. 757 થી 827 સુધી માનવામાં આવે છે. કાન્યકુજનરેશ આમરાજા પ્રતિબંધક, વાદિકુંજરકેસરી, ચારિત્રયમથી દેદીપ્યમાન આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજ આચાર્ય બપ્પભટ્ટસૂરિનું બીજું નામ ભદ્રકીર્તિસૂરિ હતું, પરંતુ તેમની પ્રસિદ્ધિ મુખ્યતયા બમ્પટ્ટિ તરીકે થઈ છે. શાસ્ત્રાર્થમાં વિજય મેળવવાથી તેમને વાદિકુંજરકેસરીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. પિતાના બુદ્ધિબળથી કાન્યકુન્શનરેશ “આમ” રાજાને પ્રભાવિત કરી તેમણે જૈનશાસનની મહાન પ્રભાવના કરી હતી. બપભદિના ગુરુનું નામ સિદ્ધસેન હતું. શ્રી સિદ્ધસેન વેતાંબર પરંપરામાં મેઢેર ગચ્છના આચાર્ય હતા. ઇતિહાસપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરથી આ જુદા છે. શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિ તેમના છ ગુરુબંધુ હતા. શ્રી બપભદિ ક્ષત્રિયવંશમાં જન્મ્યા હતા. તેમને જન્મ વીરનિર્વાણ સં. 1270 (વિ. સં. ૮૦૦)માં ભાદરવા સુદ ત્રીજને દિવસે ગુજરાત પ્રદેશ અંતર્ગત ડુમ્બાધિ ગામમાં થયે હતે. (અત્યારે આ ગામનું નામ ડુવા છે. આ ગામ બનાસકાંઠામાં ધાનેરા-થરાદની નજીક આવેલું છે. ડુવામાં અત્યારે પણ પ્રાચીન અમીજરા પાર્શ્વનાથનું દેરાસર છે.) તેમના પિતાનું નામ બમ્પ અને માતાનું નામ ભક્ટિ હતું અને તેમનું સંસારી નામ સૂરપાલ હતું. સૂરપાલ એક સ્વાભિમાની બાળક હતું. એક દિવસ તે રોષે ભરાઈને ઘેરથી નીકળી ગયે અને છેક મેહેરા પહેંચી ગયે. આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે મઢેરા નગરમાં વિરાજતા હતા. તેમણે સ્વપ્નમાં ચૈત્ય પર ક્લાંગ ભરતા સિંહના બચ્ચાને જોયું. તેઓ સવારે મંદિર ગયા, ત્યાં તેમની દષ્ટિ એક છ વર્ષના બાળક પર પડી. તે બાળકની આકૃતિ અત્યંત પ્રભાવશાળી લાગી. આચાર્ય સિદ્ધસેનસૂરિએ બાળકને પૂછયું, “તું કોણ છે? ક્યાંથી આવે છે?” બાળકે કહ્યું, “મારું નામ સૂરપાલ છે. પાંચાલદેશ્ય બમ્પનો પુત્ર છું. મારી માતાનું નામ ભક્ટિ છે. મારા મનમાં રાજદ્રોહી શત્રુઓ સાથે યુદ્ધ કરવાની ભાવના જાગી, પરંતુ પિતાએ મને અટકાવ્યો. નિરભિમાની પિતા પાસે રહેવું મને ઉચિત ન લાગ્યું તેથી માતા-પિતાને કહ્યા વિના હું અહીં આવ્યો છું.” આચાર્ય સિદ્ધસેન માણસ પારખુ હતા. તેમણે બાળકને જોઈને વિચાર્યું કે, આ બાળક સામાન્ય નથી. દિવ્યરત્ન છે, તેજસ્વી છે. આચાર્ય સિદ્ધસેને બાળકને મીઠાશથી કહ્યું કે, વત્સ! તું અમારી પાસે રહે. સંતપુરુષને સહવાસ ઘરથી વધારે લાભકારી હોય છે. બાળક સૂરપાલ આચાર્ય સિદ્ધસેનને સ્નેહભયે બોધ પ્રાપ્ત કરી તેમની પાસે રહેવા તૈયાર થશે. 2010_04