Book Title: Haribhadrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રમણભગવંતો સંબોધી પૂછ્યું : “આ સ્થાને ચકચકાટ કઈ વાતમાં થઈ રહ્યો છે? અર્થ વગરનું પુનરાવર્તન શા માટે કરી રહ્યા છે?” હરિભદ્ર અતિ વક ભાષામાં આ પ્રશ્ન કર્યો હતે. પણ શ્રી યાકિની મહત્તા ધીરગંભીર, આગમજ્ઞાતા અને વ્યવહાર નિપુણ સાધ્વી હતાં. તેમણે સ્વસ્થભાવે ઉત્તર આખે કે, “ભૂત ફિત્તે જિfiાયતે -નવું લેપ કરાયેલ આંગણું ચકચકાટ કરે છે.” સાધ્વીશ્રી યાકિની મહત્તરા દ્વારા અપાયેલ તર્કબદ્ધ ઉત્તરને સાંભળી પંડિત હરિભદ્ર પ્રભાવિત થયા. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્ર બનીને કહ્યું કે, “કૃપા કરી મને આ ગાથાને અર્થ સમજાવ.સાધ્વીજીએ પણ સરળતાથી કહ્યું કે, “આ ગાથાને અર્થ સમજે હોય તે તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજે. અમારે એ આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજે.” હરિભદ્ર બીજા દિવસે સવારે ત્યાં વિરાજમાન આચાર્ય જિનદત્તસૂરિ પાસે જવા નીકળ્યા. ત્યાં જતાં પ્રથમ તેમણે જિનાલયમાં પ્રવેશ કર્યો. તેઓ આ પહેલાં પણ ઉન્મત્ત હાથીથી જીવ બચાવવા આ જિનાલયમાં આવ્યા હતા. એ વખતે તે જિનપ્રતિમાને જઈ તેનો ઉપહાસ કર્યો હતે. એ વાત અત્યારે સ્મૃતિમાં આવતાં તેમને લાનિ થઈ. નિર્મળ ભાવ પ્રગટતાં આ વખતે પ્રતિમાને જોતાં જ હરિભદ્ર ભક્તિભાવે બોલ્યા કે, વપુર તવાવણે માવજ ! વીતારામ .. નહિ વોટસંગેની તવાર ” હે ભગવન ! તમારી આ ભવ્ય આકૃતિ ખરેખર વીતરાગતાને પ્રગટ કરી રહી છે, જેની અંદર અનિ હોય તે વૃક્ષ ક્યારેય લીલું રહેતું નથી.” આચાર્યશ્રી પાસે પહોંચતાં જ હરિભદ્રને અત્યંત પ્રસન્નતા થઈ. તેમને નમન કરી, પિતાના આગમનનું પ્રજન જણાવી, આચાર્યશ્રીને શિi૦ ગાથાને અર્થ સમજાવવા વિનંતિ કરી. આચાર્ય જિનદત્તસૂરિએ તેમને ગાથાને અર્થ સુંદર રીતે સમજાવ્યું અને યાકિની મહત્તર ગૌરવયુક્ત શબ્દોમાં પરિચય આપતાં કહ્યું કે, “આગમપ્રવીણ સાધ્વીસમુદાયમાં મુકુટમણિ મહત્તરપદથી અલંકૃત સાધ્વી યાકિની મારા સંસારીપણે મેટાં બહેન છે.” હરિભદ્ર પણ યાકિની મહત્તરા પ્રત્યે કૃતભાવ પ્રગટ કરતાં બોલ્યા કે, “હું શાસ્ત્ર વિશારદ હોવા છતાં પણ મૂઢ હતા. પુણ્યના યોગે જ ધર્મમાતા યાકિની દ્વારા મેં બે પ્રાપ્ત કર્યો છે” અને પિતાની પ્રતિજ્ઞાની જાણ કરતાં કહ્યું કે, “મારે પ્રતિજ્ઞા છે કે હું જેમની વાત–ગાથા સમજી ન શકું તેમને શિષ્ય બની જાઉં. તે આપ કૃપા કરી મને શિષ્ય બનાવે.” આચાર્ય જિનદત્તસૂરિએ તેમને નિર્મળ ભાવ જાણી, દીક્ષા પ્રદાન કરી, શિષ્ય બનાવ્યા. મુનિ હરિભદ્ર પૂર્વે વૈદિક દર્શનના પારંગત વિદ્વાન હતા, અને હવે શ્રમણદીક્ષા લીધા પછી થોડા જ સમયમાં જૈનદર્શનના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8