Book Title: Haribhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૨૦૦ શાસનપ્રભાવક पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । ગુત્તમહૂવર્સ ચર્ચ તત્ત્વ : વરિત્ર ! (લેકતત્વનિર્ણય) પ્રભાવચરિત્ર અને પ્રબંધકોશ મુજબ શ્રી હરિભદ્રસૂરિના દીક્ષાગુરુ જિનભટ્ટ હતા. પુરાતન પ્રબંધસંગ્રહ ગ્રંથમાં તેમના ગુરુનું નામ જિનભદ્ર છે. “કથાવલી ”માં તેમના ગુરુનું નામ જિનદત્ત છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પિતાની કૃતિઓમાં સ્થાને સ્થાને જિનદત્ત નામનો ઉલ્લેખ કર્યો છે. આવશ્યકવૃત્તિમાં તેમણે શ્વેતાંબર પરંપરા, વિદ્યાધરફુલ, દીક્ષાગુરુ જિનદત્તસૂરિ તથા વિદ્યાગુરુ આચાર્ય જિનભદ્રના નામને તેમ જ સાધ્વીજી યાકિનીમહત્તરાના પિતે ધમપુત્ર હોવાને પણ નિર્દેશ કર્યો છે. આચાર્યશ્રી હરિભદ્રનો જન્મ ચિત્રકૂટનિવાસી અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. તેઓ ચિતોડનરેશ તિારિના રાજપુરોહિત હતા. કથાવલી ગ્રંથ પ્રમાણે પંડિત હરિભદ્ર “પિર્વગુઈ નામે બ્રહ્મપુરીના નિવાસી હતા. તેમની માતાનું નામ ગંગણ અને પિતાનું નામ શંકર ભટ્ટ હતું. પંડિત હરિભદ્ર વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. ચૌદ બ્રાહ્મણ વિદ્યાના તેઓ પારગામી હતા. રાજપુરોહિત જેવા ઉચ્ચ પદે હેવાથી જનસમુદાયમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. હરિભદ્ર પંડિતમાં અગ્રેસર હતા. શાસ્ત્રવિશારદ વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરવામાં સદા ઉત્સુક અને તત્પર રહેતા હતા. તેમને જ્ઞાનને ગર્વ હતે. કઈ પણ શાસ્ત્રપાઠ-ગાથા પિતાને ન સમજાય તેવું બને નહીં અને બને તો તેને શિષ્ય બની જાઉં –એવી તે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. પિતાને કવિયુગના સર્વજ્ઞ માનતા હતા. એક વખત રાજપુરોહિત હરિભદ્ર પાલખીમાં બેસી રાજમાર્ગો પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે ઘણુ લકે હતા. રાજપુરોહિતના સન્માનમાં “જય જય” બનિથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અચાનક એક મેટે હાથી ઉન્મત્ત બની સામે આવતે જોવામાં આવ્યું. જીવ બચાવવા લેકે આમતેમ ભાગવા લાગ્યાં. હરિભદ્ર પણ પાલખીમાંથી કૂદકે મારી પાસેના મંદિરમાં ઘૂસી ગયા. “સ્તિના તાદથમાનો ન છેતન પમ્િ ” એ વાત ગૌણ અને પ્રાણુરક્ષા મુખ્ય બની ગઈ! મંદિરમાં જિનપ્રતિમાને જોઈ “વપુરવાવાળે, સ્પષ્ટ મિષ્ટાન્નોનનમ્ !” એ વાક્ય કહી તેમણે જિનપ્રતિમાને ઉપહાસ કર્યો. આ ઘટના પછી એક વખત રાજપુરે હિત હરિભદ્ર રાજસભામાંથી પાછા ફરતાં જૈન ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. ઉપાશ્રયમાં સાધ્વીસંઘના પ્રવર્તિની મહત્તા યાકિની સંગ્રહણી ગાથાને મધુર સ્વરે પાઠ કરી રહ્યાં હતાં ? "चक्कीदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसय चकीया ॥" લોકના સ્વરતરંગે રાજપુરોહિત હરિભદ્રના કાને અથડાયા તેણે તે ગાથા વારંવાર સાંભળી. ધ્યાનપૂર્વક વારંવાર વિચાર કર્યો પરંતુ અર્થબોધ પામી ન શકયા. અર્થ જાણવા માટે ઉપાશ્રય તરફ ગયા. ઉપાશ્રયમાં જઈ દૂર ઊભા રહી, હરિભદ્રે ત્યાં બિરાજેલાં સાધ્વીજીઓને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8