Book Title: Haribhadrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શ્રમણભગવંતો ૨૦૩ સાથે આ શાસ્ત્રાર્થને આરંભ થયો. શ્રી હરિભદ્રસૂરિ આ શાસ્ત્રાર્થમાં વિજયી થયા. આ સમગ્ર વાત આચાર્ય જિનદત્તસૂરિના જાણવામાં આવી. તેમણે શિષ્યના અઘટિત કાળથી કેપિત અને વ્યથિત આચાર્ય હરિભદ્રસૂરિને શાંત કરવા તરત બે સાધુઓને સમરાદિત્ય વૃત્તાંતના ત્રણ લેક આપી મોકલ્યા. આ કલેકેમાં ગુણસેન અને અગ્નિશર્માના કેટલાક ભવની ઘટના સંકલિત હતી. વૈરના અનુબંધ ભવ-ભવાંતર સુધી ચાલ્યા કરે છે. આચાર્ય જિનદત્તસૂરિ દ્વારા મોકલાયેલા આ કે ભણતાં જ હરિભદ્રસૂરિને કેાધ શાંત થઈ ગયે. આચાર્ય ભદ્રેશ્વરસૂરિ રચિત “કથાવલી” પ્રમાણે આચાર્ય હરિભદ્રસૂરિને બીજા બે – જિનભદ્ર અને વિરભદ્ર નામે શિષ્ય હતા. ચિત્રકૂટમાં આચાર્ય હરિભદ્રસૂરિના અસાધારણ પ્રભાવથી બૌદ્ધોમાં ઈર્ષા અને વેરભાવ જાગ્યા હતા. એક દિવસ આ બંને શિષ્યોને મારી નંખાયા હતા. આ ઘટના સાંભળી શ્રી હરિભદ્રસૂરિએ તીવ્ર આઘાત અનુભવ્યું. આ અસહ્ય આઘાતથી તેમણે અનશન લેવાને વિચાર કર્યો. આ વાત જાણી શ્રીસંઘે એકત્રિત થઈ ખૂબ ખૂબ વિનંતિ કરી; અને આપના અસાધારણ પ્રભાવ અને જ્ઞાનબળે અનેક જીવોનું કલ્યાણ અને જૈનશાસનની ઘણું ઘણી પ્રભાવના થાય તેમ હોઈ અનશન ન કરવા આદરપૂર્વક જણાવ્યું. શ્રી હરિભદ્રસૂરિએ સંઘની વિનંતિ સ્વીકારી. તે પછી પિતાને પ્રત-સર્જન-લેખન તરફ વાળ્યા. શિષ્યસંપદાની વૃદ્ધિને બદલે જ્ઞાનસંપદાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે તેઓ એક પછી એક એમ અનેક ગ્રંથ ચવા લાગ્યા. તેમણે પોતાના કેટલાક ગ્રંથની સાથે “ભવવિરહ’ શબ્દ જેડ્યો છે. એક વાર તેમના શિષ્ય જિનભદ્ર અને વીરભદ્રના કાકા લબ્રિગ ગરીબાઈથી કંટાળીને દીક્ષા લેવા આવ્યા. પરંતુ આચાર્યશ્રીએ ભવિતવ્યતા જાણી, તેને અમુક વ્યાપાર કરવાને સંકેત કર્યો, જેનાથી લબ્રિગ ધનવાન બન્ય. આ લલ્લિગ શ્રાવકે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથની નકલ કરાવી ખૂબ ફેલાવે કર્યો. વળી, તેણે ઉપાશ્રયમાં એક એવું ન મુકાવ્યું કે જે દીવાની જેમ પ્રકાશ આપતું હતું, જેના પ્રકાશમાં આચાર્યશ્રી રાતે પણ ગ્રંથ લખી લેતા હતા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૦ થે બનાવ્યા છે. એવો ઉલ્લેખ પણ મળે છે કે તેમણે પિતાના જીવનના અંતિમ સમયે “સંસાર-દાવાનલઇ ' સ્તુતિના ૩ કલેક અને કથા કલેકનું એક ચરણ બનાવ્યાં છે અને એ રીતે તેમણે ૧૪૪૪ ગ્રંથ રચ્યા છે. તેમના આ ગ્રંથ ધર્મ, દર્શન, ન્યાય, યોગ, ધ્યાન, જીવનચર્યા, વિધિવિધાન, ભૂગોળ, ખગોળ, નવરસ, કાવ્ય, કથા, કળા, ઉપહાસ—એમ દરેક વિષય પર લખાયા છે. એ કઈ વિષય નથી કે જે તેમના ગ્રંથમાં ન હોય. દરેક ગ્રંથમાં તેમની જ્ઞાનપ્રભા ચમકે છે. “સમરાઈવેચકહા ' એ તેમનો વૈરાગ્યજનક અજોડ ગ્રંથ છે, જે તેમના કથાગ્રંમાં મુકુટમણિ જેવો છે. | મહાનિશીથસૂત્રને છણે દ્વાર : આચાર્ય દેવદ્ધિગણિએ ૮૪ આગમ વગેરેને પુસ્તકારૂઢ કર્યા ત્યારે “મહાનિશીથસૂત્રને પણ પુસ્તકારૂઢ કર્યું હતું. પણ પછી ભેજ અને ઊધઈને કારણે તે પુસ્તકને નુકસાન થયું. તેમાંના કેટલાંક પાનાં ગંધાઈ ગયાં, ગળી ગયાં અને વેરવિખેર થઈ ગયાં. શ્રી હરિભદ્રસૂરિએ તેને આગળ-પાછળ સંબંધ મેળવી, એક નકલ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8