Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 298
________________ પહેલા ગણના ધાતુકોશ ૨૦૯ (૧૧૯) યમ્ (૧ ૫. અનિ) ૧-નિવૃત્ત થવું, આરંભ સમારંભવાળા કામકાજથી મુક્ત થવું, ૨-નિવૃત કરવું, ૩-રોકવું, અટકાવવું, ૪-અટકવું, પ-કાબૂમાં રાખવું, અંકુશ રાખવો, બંધ કરવું. આ+યમ્ (૩. આયતિ-તે) ૧-બલાત્કારે લેવું, ઝૂંટવી લેવું, ૨-જવું, ૩-લાંબું કરવું. આ+યમ્ (આત્મ. આય∞તે) ૧-લાંબું થવું, ૨-શુદ્ધ થવું, સ્વચ્છ થવું, ૩-પોતાના હાથ-પગ વગેરે અંગ પસારવા. ક ્+યમ્ (૩. ઘતિ-તે) ૧-ઉદ્યમ કરવો, પ્રયત્ન કરવો, ૨-ઉપાડવું, ઊંચકવું, ૩-ચડવું, ૪-તૈયાર થવું, તત્પર થવું. ૩૫+ચમ્ (મા. ૩પયઋતે) ૧પરણવું, લગ્ન કરવું, ૨-માન્ય રાખવું, કબૂલ કરવું, ૩-સ્વીકારવું, અંગીકાર કરવું, ૪-વિદ્યાના બળથી જીતી લેવું, સ્વાધીન રાખવું. નિ+યમ્ ૧-નિયમ બાંધવો, નિયમ કરવો, ૨-કુલાચાર મુજબ વર્તવું, ૩-નિયંત્રણ કરવું, કાબૂમાં રાખવું, ૪-ખેંચવું, આકર્ષણ કરવું, ૫સંયુક્ત કરવું, જોડવું, ૬-રોકવું, અટકાવવું, ૭-ભગાડવું, નસાડવું, ૮પ્રાપ્ત કરવું, મેળવવું. પ્રતિ+યમ્ રોકવું, અટકાવવું. વ્યાયમ્ (૩. વ્યાયઋતિ-તે) ૧-કસરત કરવી, ૨-મહેનત કરવી, પરિશ્રમ કરવો, ૩-ઉદ્યમ કરવો, પ્રયાસ કરવો, ૪-ધંધો-રોજગાર કરવો, ૫-લાંબું કરવું. સમ્+યમ્ (૩, સંયતિ-તે) ૧-નિવૃત્ત થવું, આરંભ-સમારંભવાળાં કામકાજથી મુક્ત થવું. -૨-સંયમ સ્વીકારવો, દીક્ષા લેવી, ૩-વ્રતનિયમ કરવા, ૪-કાબૂમાં રાખવું, કબજે રાખવું, પ-પ્રયત્ન કરવો, ૬એકઠું કરવું, ૭-ઢગલો કરવો, ૮-સંયુક્ત કરવું, જોડવું, ૯-બાંધવું, જકડવું. (ૐ) (૧૨૦) ર૬ (૧ ઉ. અનિ) ૧-રંગવું, રંગયુક્ત કરવું, ૨રંગયુક્ત થવું, ૩-અનુરાગી થવું, પ્રેમી થવું, ૪-મોહિત થવું, ૫-આસક્ત થવું. અનુ+રણ્ ૧-સંતુષ્ટ થવું, ખુશી થવું, ૨-અનુરાગી થવું, ૩-આસક્ત થવું. બપ+રણ્ ૧-નારાજે થવું, નાખુશ થવું, ૨-તિરસ્કાર કરવો. વિ+જ્ઞ ૧-વિરક્ત થવું, વૈરાગી થવું, ૨-નારાજ થવું, નાખુશ થવું, ૩-તિરસ્કાર ક૨વો, ૪-રંગરહિત કરવું, પ-રંગરહિત થવું.

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308