Book Title: Gyanbhandaroni Samruddhi
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 5
________________ ૧૦] જ્ઞાનાંજલિ વસંત, હારી, ધમાલ-ધમાર, ચર્ચરી, નવરસેા, રાગમાળા, બારમાસા. ૪. ચૈત્યવંદન, સ્તવન, સ્તેાત્ર, સ્તુતિ-થુઈ થાય, ચાવીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મ`ગળદીવેા. પ. સઝાય, ઢાળ, ઢાળિયાં, ચોઢાળિયાં, છઢાળિયાં, બારઢાળિયાં, ચારમાલ, ચાક, બાર ભાવના. ૬. પદ, કવિત, સવૈયા, છપ્પય-છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુલા-દોધક-દુગ્ધધર. આમાંનાં મધ્યકાલીન પદ્ય સ્વરૂપેાનુ નિરૂપણ ડૅા. મંજુલાલ ૨. મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપા (પદ્ય વિભાગ)' તથા ૐ. ચંદ્રકાંત મહેતાએ મધ્યકાળના સાહિત્યપ્રકારા' એ નામના ગ્રંથમાં કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથા ઉપર અનુવાદરૂપે જે ગદ્ય સાહિત્ય રચાયું છે, તેને એના પ્રકાશ મુજબ સ્તબક-સ્તિષુક, એ, બાલાવષેધ, મધ, વ!ત્તિ ક,વચનિકા, અવસૂરી આદિ નામેાથી ઓળખવામાં આવે છે. ઉપર ગુજરાતી આદિ ભાષાના સાહિત્યની વિવિધતાને નિર્દેશ કર્યાં પછી સાથે સાથે આપણા જ્ઞાનભડારામાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાના જે ગ્રંથરાશિ છે, તે ઉપરની વ્યાખ્યાઓનાં જે ભિન્ન ભિન્ન નામેા અને સ ંકેતેા છે તે પણ જાણવા જેવાં છે : ૧. નિયુક્તિ, ભાષ્ય, મહાભાષ્ય-બૃહદ્ભાષ્ય, સંગ્રહણી. ૨. ચૂર્ણિ-વિશેષચૂર્ણિ. ૩. વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, વિવરણ, વિદ્યુતિ, લધુવૃત્તિ, બૃહદ્ધત્તિ, ન્યાસ, દુટિકા. ૪. દીપક, દીપિકા, પ્રદીપિકા, પજિકા, અવચૂરી-અવચૂર્ણિ. પ. ટિપ્પનક, વિષમપદપર્યાય, દુર્ગા પપ્રમાધ, દુ પવિવૃત, પદ-ભજિયા. ૬. ટિપ્પણી, પર્યાય. છ. ખીજક. આ વિવિધ વ્યાખ્યાઓ જેના ઉપર રચાયેલી છે તેને મૂળસૂત્ર, મૂલગ્રંથ આદિ નામથી એળખવામાં આવે છે. આ પછી લેખનની પદ્ધતિને લઈ આપણા હાથાથીઓને અંગે જે સંકેતેા છે, તેમ જ એની સાથે સંબંધ ધરાવતાં લેખન આદિ સાધનાનાં ઘણાં નામેા, સંકેતે। અને શબ્દો છે, જે આપણા કોઈ કાશમાં મોટે ભાગે નહિ મળે; જેવાં કે—શુદ્ધ, પોંચપાઠ, ત્રિપાઠ, દ્વિપાડ, રિક્તલિપિચિત્ર, ચિત્રપૃષ્ઠિકા, દૂ'ડી, હાંસિયા, ચારક, મેારપગલું' કે હંસપગલુ', ગ્રંથામ્રંથ, પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાકાન્તરવાચનાન્તર, એળિ-કાંટ, કાઠાં-ખરું, વતરણાં, જુજવળ, પ્રાકાર, કંબિકા, આંકણી, ગ્રંથિ, પાટી, પાડાં, ચાભરચ’ગી—ચાબખીચ’ગી, ઝલમલ, વીંટાંમણુ-રૂમાલ, કલમદાન, સાપડા–ચાપડે। ઇત્યાદિ. અહીં જે વિવિધ નામેા આપવામાં આવ્યાં છે, તેના અર્થા કે વિસ્તૃત સમજ આપવાનું આ સ્થાન નથી. પરંતુ આ ઉપરથી એ ખ્યાલ આવશે કે આપણા વિશાળ જ્ઞાનભંડારાનુ અવલેાકન કરનારે એને લગતી વિશિષ્ટ પરિભાષા અને સંકેતેાનું ઊંડું જ્ઞાન મેળવવું જોઈ એ; તેા જ આપણા જ્ઞાનભડારોની યાદીઓ, સૂચિએ કે ટીપે!, એનું અવગાહન અને પૃથક્કરણ વ્યવસ્થિત બનશે. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિએને વિકાસ કેમ થયા અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપેા કેમ સર્જાયાં—એ જાણવા માટે આ જ્ઞાનભંડારામાંની જુદા જુદા પ્રદેશોના લેખકોને હાથે સૈકાવાર જુદા જુદા મરેડ અને આકારપ્રકારમાં લખાયેલી પ્રતિએ ઘણી જ ઉપયાગી છે. મે જોયેલા પ્રાચીન જ્ઞાનભ`ડારામાં માટે ભાગે બારમા સૈકાના પ્રારંભથી લઈને આજ સુધીની સૈકાવાર અને દશકાવાર લખાયેલી હાથત્રતા જ વિદ્યમાન છે. પરંતુ જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભદ્રસૂરિના જ્ઞાનભંડારમાં બારમા સૈકાના પ્રારંભથી લખાયેલી પ્રતિએ ઉપરાંત, લિપિના આકારપ્રકારને આધારે આપણે જેતે પ્રાચીન માની શકીએ તેવી લિપિમાં લખાયેલી, આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવયંમહામાથ્યની તાડપત્રીય પ્રતિ છે. આ પ્રતિના અંતમાં લેખનના કોઈ નિશ્ચિત સમય નથી, એમ છતાં એની લિપિ જોતાં એ પ્રતિ વિક્રમના દશમા સૈકા પછીની તેા નથી જ નથી. પાળુ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહામાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11