Book Title: Gyanbhandaroni Samruddhi Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 1
________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ " जयन्तु वीत्तरामाः ॥ માનનીય વિદ્વાન સજ્જના ! વિદુષી માતાએ અને બહેન ! આપ સૌએ મને જે સ્થાનેથી ખેલવાની ફરજ પાડી છે, તે સ્થાનેથી ઘણા વિદ્વાનોએ આપણને ઘણી ઘણી રીતે માર્ગદર્શન આપ્યુ છે. એટલે મારા વક્તવ્યમાં પુનરુક્તિ આવે કે કાંઈ નવીન સૂચન ન જણાય તે આપ સૌ ક્ષન્તવ્ય ગણશો. આપ સૌએ મને જે સ્થાનેથી ખેલવા ઊભા કર્યાં છે, એ સ્થાન ઘણી જવાબદારીવાળુ છે એને મને સંપૂર્ણ ખ્યાલ છે, એથી આવા જવાબદારીભર્યા સ્થાનેથી ખેલવામાં એક રીતે ખરા સ્વરૂપમાં ક્ષેાભ થાય એ સ્વાભાવિક છે. એમ છતાં આપ સૌએ વિશ્વાસપૂર્વક મારા ઉપર જે જવાબદારી મૂકી છે તે માટે યેાગ્ય કરવા હું જરૂર યથાશક્તિ પ્રયત્ન કરીશ. સામાન્ય રીતે વિભાગીય પ્રમુખ છેલ્લા અધિવેશનથી ચાલુ અધિવેશન દરમિયાન બહાર પડેલી તે તે વિષયની નવીન કૃતિઓનું સિંહાવલેાકન કરે છે; પરંતુ મેં આને બદલે મારા અધ્યયનના વિશિષ્ટ વિષયની રજૂઆત કરવાનુ પસંદ કર્યુ છે અને એની અંદર યથાવકાશ આવી કેટલીક કૃતિઓને દૃષ્ટાન્તરૂપે ઉલ્લેખ કરવા ધાર્યુ છે. સાહિત્યસંશાધન અને જ્ઞાનભંડારાનુ અવલેાકન એ મારું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ કા હું, મારા પૂજ્ય ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ અને દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીજીની છાયામાં લગભગ મારી સત્તર વર્ષની વયથી કરતા આવ્યા છું. મારા પૂજ્ય ગુરુ-દાદાગુરુઓની દૃષ્ટિ વ્યાપક હતી, એટલે એ પૂજ્ય ગુરુયુગલના એ ગુણુના વારસાને અશ મને બાળપણથી મળ્યેા હાઈ, મારા ગ્રંથસંશાધન અંગે જ્ઞાનભંડારાના અવલેાકનને પરિણામે મને જે સ્ફુરણા થઈ છે તેને આપ સૌ સમક્ષ રજૂ કરું છું. હું જૈન સાધુ હાઈ, જ્ઞાનભંડારાનુ અવલાકન કરતાં મારું ધ્યાન મુખ્યત્વે જૈન કૃતિઓ તરફ જાય એ તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં મારા અવલોકનમાં આવતી જૈનેતર નાની કે મેાટી ક્રાઈ કૃતિ તરફ મેં કદીયે ઉપેક્ષા સેવી નથી. * વીસમું ગુજરાતી સાહિત્ય પરિષદ સમેલન, આકટોબર, ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું, તે પ્રસંગનું ઈતિ હાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનુ` પ્રવચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11