Book Title: Gyanbhandaroni Samruddhi
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 7
________________ ૧૨] જ્ઞાનાંજલિ અર્થશાસ્ત્રમાં મળતું ન હેાવાથી આપણે એ માનવું જ રહ્યું, કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં કૌટિલીય અર્થશાસ્ત્ર ઉપરાંત પ્રાકૃત ભાષામાં રચાયેલું - અર્થશાસ્ત્ર ' પણ હતું. આવા જ એક બીજો પ્રાકૃત ઉલ્લેખ, આચાર્ય શ્રી અભયદેવસૂરિષ્કૃત નવાંગીત્તિ આદિ ગ્રંથૈાનુ` સશોધન કરનાર શ્રી દ્રોણાચા વિરચિત લોનિયુલિત વૃત્તિમાં પણ આવે છે, જે પ્રાકૃત ભાષામાં કાઈ બીજુ` ‘ અર્થશાસ્ત્ર ' હાવાની માન્યતાને દઢ કરે છે. આ ગ્રંથના ત્રીજા ગંધર્વદત્તા લબકમાં ચારુદત્તની વેપાર માટેની મુસાફરીનુ વર્ણન છે. તેમાં અજપથ, શપથ, પક્ષિપથ આદિ જેવા માર્ગો આવે છે, જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકૃતાંગસૂત્રના અગિયારમા અધ્યયનમાં તે તે માર્ગોનું એના સ્થળનિર્દેશ સાથે વર્ણન છે. ચારુદત્તની આ મુસાફ્ીનું વર્ણન ઘણું રસપૂર્ણ છે, જે જાણવા ઇચ્છનારે વઘુàર્વાžો ગ્રંથ અથવા ડો. સાંડેસરાએ કરેલું એનું ભાષાંતર જોવું જોઈએ. આ કથા-ગ્રંથ હિંડી–મુસાફરીને લગતા હાઈ એમાં જુદી જુદી ઘણી જાતની માહિતી છે. અર્શવજ્ઞા ગ્રંથ સાંસ્કૃતિક દષ્ટિએ ઘણા જ મહત્ત્વતા છે. આ ગ્રંથ માનવઅંગેાની વિવિધ ચેષ્ટાએ અને ક્રિયાએતે આધારે ભૂત-ભવિષ્ય-વર્તમાન પ્રક્ષાદિ અંગે ફલાદેશ કરતા હાઈ એમાં માનવઅંગાનું સેંકડા રીતે સૂક્ષ્મ વિભાજન અને વર્ણન કરવામાં આવ્યું છે, એટલે અંગશાસ્ત્રના જ્ઞાતાઓની દૃષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત માનાની પલાંડી વાળવી, એસ3, ઊઠવું, જવું, ઊભા રહેવુ, નીકળવું, પડવું, સૂવું, પ્રશ્ન કરવેા, નમન કરવું, રાવું, હસવું, શાક કરવા, આક્રંદ કરવું આદિ વિવિધ ક્રિયાઓના પ્રકારા દર્શાવેલા છે. અર્થાત્ પલાંડીના બાવીસ, ખેસવાના બત્રીસ, ઊભા રહેવાના અઠ્ઠાવીસ ઇત્યાદિ પ્રકારા બતાવેલા છે. મનુષ્યજાતિ સાથે સંબંધ ધરાવતા ગોત્ર, નામ, સગપણુ, રતિવિલાસ, વેપાર, ગામ, નગર, પ્રાકાર, ધર, શાલા, જલયાન, સ્થલયાન, વાહન, શયન, આસન, ભાજન, ભેાજન, પેય, વસ્ત્ર, આભૂષણ, અલ'કાર, તૈત્ર, ઉત્સવ, રાગ, સિક્કાએ આદિ વિશે વિભાગશઃ વિસ્તૃત ઉલ્લેખા છે, જે આપણને કેટલીયે નહિ જાણેલી વિગતે સ્પષ્ટ રીતે પૂરી પાડે છે. દા.ત., સિક્કામાં વત્તપદ સિક્કાનું નામ આવે છે; તે આજ સુધી બીજે કાંય જોવામાં નથી આવ્યુ. ગાયાનટમાં વપરાયેલેા આયાળ શબ્દ આ ગ્રંથમાં મળી આવે છે. તિર્યંન્નતિ સાથે સંબંધ ધરાવતા પશુ-પક્ષી, સૂક્ષ્મ જીવજંતુ અને વૃક્ષ-લતા-ગુલ્મ-ફલ-ધાન્ય આદિ વનસ્પતિના વિવિધ પ્રકારા અને નામેા પૂરાં પાડે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં પ્રાણીશાસ્ત્રીઓ અને વનસ્પતિશાસ્ત્રીએ આ વિશેનું કેવું જ્ઞાન ધરાવતા હતા, એ આપણને આથી જાણવા મળે છે. પ્રજ્ઞાવનોવાં સૂત્રમાં પણ આ વિષયને લગતી ઘણી જ માહિતી છે. અહીં ઉદાહરણ તરીકે ત્રણ ગ્રંથામાંની વિગતા નાંધવામાં આવી છે. આ જ રીતે પ્રત્યેક જૈન આગમમાંથી આપણને અનેક વિષયને લગતી વિવિધ સામગ્રી મળી આવશે. જૈન કથાસાહિત્ય આપણા ચાલુ જીતન-વ્યવહાર સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુએ પૂરી પાડે છે. તે તે યુગની પ્રજાની સાંસ્કૃતિક સંપત્તિ શી હતી, રીત-રિવાજો કેવા હતા, વનસરણી કેવી હતી, તે તે યુગની પ્રાદેશિક વ્યવસ્થાઓ, રાજ્યવ્યવસ્થાએ, લેાકવ્યવસ્થાએ કેવી હતી, એની માહિતી આપણને આમાંથી મળી આવે છે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં જન્માત્સવ, વિવાહાત્સવ આદિ વિશે શી શી રીત હતી, વિવાહિત વરકન્યા, ઘરનેા વહીવટ સ્વીકારતા પુત્રો, રાજ્યારોહણ કરતા રાજપુત્રો આચાર્યપદ સ્વીકારતા આચાર્યાં અને મુનિગણ—આ સર્વને માટે શિક્ષાના પ્રકારો શા ઘણું ઘણું મળી આવે છે. આજની આપણી પ્રજાના જીવનઘડતર માટેની ઘણી સામગ્રી સાહિત્યમાં વર્તમાન છે, જેનું સાંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરી નવીન દષ્ટિએ આલેખવામાં આવે તે અને પ્રજા, હતા વગેરે આ કથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11