Book Title: Gyanbhandaroni Samruddhi
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 8
________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ પ્રજાજીવનના ઘડતર માટેની વિશિષ્ટ સામગ્રી તૈયાર થાય. ઉપર જણાવ્યું તેમ, આપણા કથાસાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રીની જેમ એમાં પ્રસંગે પ્રસંગે નોંધાયેલી ઐતિહાસિક સામગ્રી પણ આપણું લક્ષ ખેંચે છે. જૈન આગમા ઉપરના પ્રાચીન નિયુ`ક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આદિ ગ્રંથેામાં ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવા છતાં આપણા વિદ્વાનેામાંના મેટા ભાગના વિદ્વાનેએ ઐતિહાસિક પ્રશ્નોની છણાવટ કરતાં ઘણી વાર પ્રાચીન સામગ્રીને બદલે આચાર્ય શ્રી હેમચંદ્રના શિવે અને પ્રબંધમદ્ આદિને જ ઉપયાગ કર્યાં છે. પરંતુ આચાર્ય શ્રી હેમચન્દ્રે એમના પરિશિષ્ટવર્ધમાં જે સામગ્રી એકઠી કરી છે, તેનું મૂળસ્થાન ઉપર જણાવેલ જૈન આગમેા ઉપરના વ્યાખ્યાયેા જ છે. આચાય શ્રી હેમચંદ્રને શિર્વ રચવાની કલ્પના સંભવતઃ ભદ્રેશ્વરસૂરિકૃત વાવી ગ્રંથને આધારે સ્ફુરી હશે એમ લાગે છે. આ ગ્રન્ય આચાર્ય શ્રી શીલાંકકૃત ૧૩વન્તનાપુર રિચ પછીના અને અનુમાને અગિયારમા સૈકાની રચનારૂપ છે. એના અંતમાં આચાર્ય શ્રી ભદ્રેશ્વરે પરિશિષ્ટ તરીકે યાકિનીમહત્તરાસ્ તુ ભવિરહાંક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સુધીના ઇતિવૃત્તના સંગ્રહ કર્યાં છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વને છે. આપ સૌને જાણીને આનંદ થશે કે આચાર્ય શ્રી શીલાંકકૃત ૨૩મ્સમારેલાĀનું સંપાદન ‘પ્રાકૃત ટેક્સ્ટ સાસાયટી' વતી પાટણના વતની ભાઈ અમૃતલાલ મેાહનલાલ પડિત કરી રહ્યા છે. એ આખા ગ્રંથ બે-એક મહિનામાં પ્રસિદ્ધ થઈ જશે અને વહી ગ્રન્થ કે જે પ્રાકૃત અને ચાવીસ હજાર શ્લોક પ્રમાણુ મહાકાય ગ્રન્થ છે, તેના મુદ્રણની શરૂઆત ‘પ્રાકૃત ટેકૂસ્ટ સેાસાયટી’ તરફથી બે-ત્રણ મહિનામાં જ થશે. આશા છે, આ આખેા ગ્રન્થ એકાદ વર્ષમાં તૈયાર કરી અમે આપની સેવામાં હાજર કરીશું. આ સિવાય આપણા ભંડારામાં અપ્રસિદ્ધ ઐતિહાસિક સામગ્રી ધણી છે. આચાય મલ્લવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી પાદલિપ્તસૂરિ આદિના પ્રાકૃત પ્રબંધો અદ્યાવિધ અપ્રગટ જ છે. મહાકવિ શ્રી રામચંદ્રકૃત વારવિજ્ઞાાન પ્રાત જેવુ જ એક બીજી પ્રશસ્તિકાવ્ય મળી આવ્યું છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. ઐતિહાસિક સામગ્રીપૂર્ણ પ્રાચીન મદિરા અને ઉપાશ્રયાની પ્રશસ્તિએ પણ હજુ કેટલીયે અપ્રસિદ્ધ જ છે. ૧૩ આપણા વિશાળ જ્ઞાનભડારામાંના સાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક, ઐતિહાસિક આદિ સામગ્રીને ટૂંક નિર્દેશ કર્યાં પછી હસ્તલિખિત ગ્રન્થાના અંતમાં રહેલી પ્રશસ્તિએ અને પુષ્પિકાઓને આપણે વીસરવી જોઈ એ નહિ. મેાટા મેોટા રાજાએ, અમાત્ય આદિની તેમ જ કેટલાંક મોટાં મેટાં ગામ, નગર, દેશ આદિ વિશેતી માહિતી આપણને અમુક પ્રબંધ ગ્રન્થાદિમાંથી મળી રહેશે. કિન્તુ આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયેાગી વિશાળ સામગ્રી તેા આપણી આ પ્રશસ્તિ અને પુષ્ટિાઓમાં જ ભરી પડી છે. નાનાંમોટાં ગામ-નગર-દેશેા તથા ત્યાંના રાજા, અમાત્યા, તેમની ટંકશાળા, લશ્કરી સામગ્રી, શાહુકારા, કુલા, જ્ઞાતિ, કુટુમ્બે સાથે સંબંધ રાખતી ઘણી ઘણી હકીકતા આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થશે. વડગીય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત કરિને મેચ-અપભ્રંશની પ્રશસ્તિમાં ગ્રન્થકારે વિમલમંત્રીના વંશનું વર્ણન કરતાં ચાપાકટ અને ચૌલુકય રાજાએાની વિગત આપી છે, તેમાં લશ્કરી સામગ્રી અને ટંકશાળ આદિ વિશેની હકીકત નોંધી છે, જ્યારે આજે આપણને ચાવડા અને સાલકી રાજાએના સિક્કાએ એકાએક મળતા નથી. ભાઈ શ્રી અમૃત વસંત પંડયાને કેટલાક સિક્કાઓ મળ્યા છે, જેના પર જયસિંહદેવનું નામ વંચાય છે. પરંતુ આ રાજા ચૌલુકય નરેશ સિદ્ધરાજ જયસિંહદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11