Book Title: Gyanbhandaroni Samruddhi
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 9
________________ ૧૪) સાનાંજલિ હોવાની પૂરી ખાતરી થઈ નથી. કશાળના અસ્તિત્વ વિશે આ ઉલેખ ચૌલુક્ય રાજાઓના સિકકાઓ વિશે વધુ જિજ્ઞાસા પ્રગટાવે છે. આ પછી લખનાર-લખાવનારની પ્રશસ્તિને લગતી કેટલીક પુષિકાઓ વિશે વિચારીએ : ૧. જેસલમેરના કિલ્લાના જ્ઞાનભંડારમાં ક્રમાંક ૨૩૨માં વિ. સં. ૧૨૪૦માં લખાયેલી માલધારી શ્રી હેમચંદ્રવિરચિત મનમાવના જરા વોવજ્ઞાત્તિનની તાડપત્રીય પ્રતિ છે, જે વડોદરા પાસેના પાદરાના શ્રેષ્ઠી આમ્રપ્રસાદની પુત્રી અને વાસપય (વાસદ)ના બાલપ્રસાદની પત્ની હતી તેણે લખાવેલી હોઈ પાદરા અને વાસદને લગતી કેટલીક હકીકત આ પ્રશસ્તિમાં છે. (જુઓ પરિશિષ્ટોલેખ) ૨. ખંભાત–શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં ક્રમાંક ૨૧૪માં, વિ. સં. ૧૨૧૨માં લખેલી શ્રી શાંતિસૂરિકૃત પ્રાકૃત પૃથ્વીવંત્રિની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં ટાટાશંકર મહીમુનોતરા આ પ્રમાણે મહી નદી અને દમણના વચલા પ્રદેશને “લાદેશ' તરીકે જણાવ્યો છે. આ જ પુષ્કિામાં ત્યાંને બે વસરિ હતો, તેમ જ મહારાજા શ્રી કુમારપાલના નામોલ્લેખ સાથે વરરાયમાનમw, સાક્ષરદpવનકતાવાન૪, માત્ર રાષ્ટ્ર નિગારા સંસ્થાપન, ઇત્યાદિ વિશેષણનો જે ઉલ્લેખ છે, તે ઉપરથી ગુર્જરેશ્વરોની રાજ્યસીમાં ક્યાં સુધી પથરાયેલી હતી તે પણ જાણવા મળે છે. એ પુષ્પિકામાં આવતાં મદણસિંહનયર અને અણેર, એ બે ક્યાં આવ્યાં અને આજે તેમનું શું નામ છે-હશે, એ પ્રાચીન-અર્વાચીન ભૂગોળના નિષ્ણાતોએ શોધવાનું છે. ૩. જેસલમેર કિલ્લામાં વિવારા દ પ્રજાળ સટીકની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં હતોત્તરરાતે ૧૨૦૦ વિક્રમ સંવતરે વાવૌ પઢીમ ત્રાટત પુરતમરમઝહીત તા અર્થાત “વિ. સં. ૧૨૦૭માં ગમે તે કારણે પાલીનગર ભાંગ્યા પછી ખંડિત થયેલા પુસ્તકને અજમેરમાં લીધું-ખરીશું ", આમ જણાવ્યું છે, તે ઉપરથી વિ. સં. ૧૨૦૭માં મારવાડનું પાલીનગર ભાંગ્યું હતું, એ જણાય છે. - ૪, જેસલમેરમાં વિ. સં. ૧૨૦૦માં લખાયેલી હાલતતિા-ૌવાદમણની પ્રતિ છે, જે સિદ્ધપુરમાં લખાયેલી છે. તેમાં ત્યાંના મૂઝનાથળલોગ ભઠનો ઉલ્લેખ છે. આ પ્રમાણે હસ્તલિખિત ગ્રન્થના અંતમાં લખનાર-લખાવનારાઓની પુપિકાઓમાં ઘણું જ સામગ્રી પ્રાપ્ત છે, જેનું અધ્યયન અને પૃથક્કરણ અનેક રીતે ઉપયોગી છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જૈનાચાર્યોએ રચેલા અને લખાવેલા ગ્રંથોની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં એમણે ઘણી ઘણી બાબતોના ઉલ્લેખ કરી ઐતિહાસિક સામગ્રીનો ખૂબ જ સંચય કર્યો છે. પ્રાચીન કાળથી જ જૈનાચાર્યોની આ એક દષ્ટિ હતી. એ જ કારણ છે કે સાંપ્રદાયિક દૃષ્ટિ રાખવા છતાં એમનાં લખાણમાં અનેક રીતે ઉપયોગી બને તેવી સામગ્રીઓ અનાયાસે જ આવી છે. આપણું ગુજરાતના ઇતિહાસની સાધનસામગ્રીમાંથી પણ જે જૈન ગ્રંથ, પ્રબંધ, શિલાલેખ, રાસાઓ આદિ બહુમૂલ્ય સાધનોને બાદ કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસની કડીઓ સાંધવાનું કામ દુર્ઘટ જ નહિ, અશક્ય જ બની જાય. ઈતિહાસની સામગ્રીમાં ગ્રંથસ્થ સાહિત્ય મોટી સામગ્રી પૂરી પાડે છે, તેમ છતાં ઉત્કીર્ણ લેખો અર્થાત શિલાલેખ, તામ્રપત્ર, સિક્કાઓ આદિમાંથી મળતી માહિતી પણ ઈતિહાસ માટે ઘણી ઉપયોગી છે, જે દ્વારા કેટલીક વાર ઉપલબ્ધ સાહિત્યિક વિગતોની તુલના અને ચકાસણી કરવાને અવસર પણ મળે છે. આ ઉપરાંત પાટણ, અમરેલી, કામરેજ, આકેટા, વડનગર આદિ સ્થાને માંથી અ ણુ અને ઉખનન દ્વારા પ્રાપ્ત થતા ઇમારતો, શિલ્પકૃતિઓ, વાસ, આયુ, સિક્કાઓ, દેહાવશે આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11