Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનભંડારાની સમૃદ્ધિ
" जयन्तु वीत्तरामाः ॥
માનનીય વિદ્વાન સજ્જના ! વિદુષી માતાએ અને બહેન !
આપ સૌએ મને જે સ્થાનેથી ખેલવાની ફરજ પાડી છે, તે સ્થાનેથી ઘણા વિદ્વાનોએ આપણને ઘણી ઘણી રીતે માર્ગદર્શન આપ્યુ છે. એટલે મારા વક્તવ્યમાં પુનરુક્તિ આવે કે કાંઈ નવીન સૂચન ન જણાય તે આપ સૌ ક્ષન્તવ્ય ગણશો. આપ સૌએ મને જે સ્થાનેથી ખેલવા ઊભા કર્યાં છે, એ સ્થાન ઘણી જવાબદારીવાળુ છે એને મને સંપૂર્ણ ખ્યાલ છે, એથી આવા જવાબદારીભર્યા સ્થાનેથી ખેલવામાં એક રીતે ખરા સ્વરૂપમાં ક્ષેાભ થાય એ સ્વાભાવિક છે. એમ છતાં આપ સૌએ વિશ્વાસપૂર્વક મારા ઉપર જે જવાબદારી મૂકી છે તે માટે યેાગ્ય કરવા હું જરૂર યથાશક્તિ પ્રયત્ન કરીશ.
સામાન્ય રીતે વિભાગીય પ્રમુખ છેલ્લા અધિવેશનથી ચાલુ અધિવેશન દરમિયાન બહાર પડેલી તે તે વિષયની નવીન કૃતિઓનું સિંહાવલેાકન કરે છે; પરંતુ મેં આને બદલે મારા અધ્યયનના વિશિષ્ટ વિષયની રજૂઆત કરવાનુ પસંદ કર્યુ છે અને એની અંદર યથાવકાશ આવી કેટલીક કૃતિઓને દૃષ્ટાન્તરૂપે ઉલ્લેખ કરવા ધાર્યુ છે.
સાહિત્યસંશાધન અને જ્ઞાનભંડારાનુ અવલેાકન એ મારું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ કા હું, મારા પૂજ્ય ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ અને દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીજીની છાયામાં લગભગ મારી સત્તર વર્ષની વયથી કરતા આવ્યા છું. મારા પૂજ્ય ગુરુ-દાદાગુરુઓની દૃષ્ટિ વ્યાપક હતી, એટલે એ પૂજ્ય ગુરુયુગલના એ ગુણુના વારસાને અશ મને બાળપણથી મળ્યેા હાઈ, મારા ગ્રંથસંશાધન અંગે જ્ઞાનભંડારાના અવલેાકનને પરિણામે મને જે સ્ફુરણા થઈ છે તેને આપ સૌ સમક્ષ રજૂ કરું છું.
હું જૈન સાધુ હાઈ, જ્ઞાનભંડારાનુ અવલાકન કરતાં મારું ધ્યાન મુખ્યત્વે જૈન કૃતિઓ તરફ જાય એ તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં મારા અવલોકનમાં આવતી જૈનેતર નાની કે મેાટી ક્રાઈ કૃતિ તરફ મેં કદીયે ઉપેક્ષા સેવી નથી.
* વીસમું ગુજરાતી સાહિત્ય પરિષદ સમેલન, આકટોબર, ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું, તે પ્રસંગનું ઈતિ હાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનુ` પ્રવચન,
Page #2
--------------------------------------------------------------------------
________________
શાનની સમૃદ્ધિ
આજ સુધી મેં જે જ્ઞાનભંડારો જોયા છે, તેમાંથી કેટલાક જ્ઞાનભંડારોને બાદ કરીને બાકીના જોયેલા બધાય જ્ઞાનભંડારો તાંબર મૂર્તિપૂજક જૈન જ્ઞાનભંડારે જ છે. એટલે આપ સૌ સમક્ષ મારા વક્તવ્યમાં હું જે રજૂઆત કરીશ, તે બધી મુખ્યત્વે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રીસંધ કે જૈન મુનિવરેના અધિકારમાં રહેલા જ્ઞાનસંગ્રહને લક્ષીને જ કરીશ. એમ છતાં આપ સૌ ખાતરી રાખશો કે આ રજૂઆત એકદેશીય નહિ જ હોય. એનું કારણ એ છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાચાર્યો અને જૈન મુનિઓએ ઉપદેશ દ્વારા જે જ્ઞાનભંડારો ઊભા કર્યા, કરાવ્યા છે, તેમાં તેમણે માત્ર પ્રાકૃત-સંસ્કૃતાદિ જૈન કૃતિઓ જ નહિ, પણ સર્વ ભાષા અને સર્વ વિષયની જૈન-જૈનેતર કૃતિઓનો સંગ્રહ કર્યોકરાવ્યું છે. આ જ કારણને લીધે જૈન જ્ઞાનભંડારે ભારતીય અને વિદેશીય વિદ્વાનના અધ્યયનનું કેન્દ્ર બની શક્યા છે. આપ સૌને જાણીને આનંદ થશે, કે આપણા દેશમાં અને પશ્ચિમના દેશમાં જે અનેક વિષયોને લગતું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તેમાંના સંખ્યાબંધ ગ્રંથોની પ્રાચીન અને મૌલિક હસ્તપ્રતિઓ જૈન જ્ઞાનભંડારમાંથી જ ઉપલબ્ધ થઈ છે. આજે ભારતમાં આટલા અને આ દષ્ટિએ વ્યાપફ અને સમૃદ્ધ આવા જ્ઞાનભંડારો બીજે કયાંય જોવા નહિ મળે.
પાટણ, ખંભાત, જેસલમેર આદિના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહો તે જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ભારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ આદિ દેશનાં અનેક નગર અને ગામમાં જૈન શ્રીસંધ અને જૈન મુનિઓના અધિકારમાં જે જ્ઞાનભંડારે છે, તેમાં આપ સૌની કલ્પનામાંય ન આવે તેવું અને તેટલું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ એમાંથી અનેક વિષયોને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે. આપણે આપણા આ જ્ઞાનકોશનું નિરીક્ષણ અને તેની વિશ્વસ્ત યાદીઓ હજુ સુધી કરી શક્યા નથી. અહીં એટલું ઉમેર્યું કે માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનસંગ્રહે આજે વિદ્યમાન છે, તેમાંની ગ્રંથસંખ્યા, મારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછી મૂકે તો પણ, એ પાંચથી સાત લાખ જેટલી હશે, કદાચ એનાથી અધિક પણ થાય. આ સંખ્યામાં ગ્રામ્ય વિદ્યામંદિર-વડોદરા, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ, ફાર્બસ સભા-મુંબઈ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ ઇત્યાદિ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રન્થસંગ્રહો ઉમેરીએ તો આ સંખ્યા એનાથી પણ વધી જાય. આ સર્વ જ્ઞાનભંડારોનું અવલોકન અને જેની પ્રામાણિક યાદીઓ ન થઈ હોય તેને તૈયાર કરવાનું કામ આપણે ધારી લઈએ તેવું સરળ નથી; તેમ છતાં આ કાર્ય કરવું એ આજના યુગ માટે અતિ આવશ્યક છે અને અતિ રસપ્રદ પણ છે. આ કાર્ય પાછળ ખર્ચ ઘણું થાય એમાં લેશ પણ શંકા નથી અને એ ખર્ચ આપનારા દાતાઓ મળી આવે એમાંય લેશ પણ શંકા નથી; પરંતુ આપણને સ્કૂર્તિશાળી કાર્યકર્તાઓ મળે કે કેમ, જેઓ ગણતરીનાં વર્ષોમાં જ આ કાર્ય પૂરું કરી નાખે ? સદ્દગત શ્રીયુત સી. ડી. દલાલે (ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ) સદ્દગત મહારાજા શ્રી સયાજીરાવ-વડોદરાની આજ્ઞાથી પાટણ અને જેસલમેરના જ્ઞાનભંડારોનું અવલોકન કરી એના જે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યા છે, તે માટે તેમણે ત્રણ-ચાર મહિનાથી વધારે સમય લીધે નહોતા. ગોકળગાયની ગતિએ તે આવાં કામ વર્ષના અંતે પણ પાર ન પડે. આજના ગુજરાતીએ આવાં કાર્યો કરવા માટે સ્મૃતિ મેળવવી પડશે અને મેળવવી જ જોઈએ.
ઉપર જે જ્ઞાનભંડારોની હકીક્ત નોંધવામાં આવી છે, તેમાંના અનેકવિષયક ગ્રંથએની પ્રશસ્તિઓ અને પુપિકાએમાં જે હકીકતે, વસ્તુઓ અને સામગ્રી સમાયેલી છે, તેનું પૃથક્કરણ
Page #3
--------------------------------------------------------------------------
________________
e]
જ્ઞાનાંજલિ
કરવામાં આવે તે ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યને ઉમેરે થાય. જેમ આજ સુધીમાં હિંદી ભાષામાં વિવિધ વિષયાનું ખેડાણ અને એને લગતા વિશાળ સાહિત્યરાશિ પ્રકાશ પામ્યા છે અને દિન-પ્રતિદિન મેઢા પ્રમાણમાં પ્રસિદ્ધ થતા જાય છે, તે જ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આપણે વિદ્યાનાં નવાં નવાં ક્ષેત્રાની ઉપાસના અને અધ્યયન કરવાં પડશે; એ સિવાય સમૃદ્ધ ગુજરાતી ભાષાને જીવંત રાખવાતા બીજો એક પણ ઉપાય નથી. એક જમાનામાં પ્રભુત્વ ભાગવતી, આજના રાજસ્થાનના પ્રદેશને આવરી લેતી ભાષાનું સ્થાન આજે હિંદી ભાષાએ લીધું છે તેનું કારણ એ જ છે, કે એ ભાષા આજના યુગનું વિશિષ્ટ સાહિત્ય સઈ શકી નથી, એટલુ જ નહિ, પણ આજની રાજસ્થાની પ્રજાએ પણ સાહિત્યિક ભાષા તરીકે હિંદીને અપનાવી લીધી છે; જ્યારે ગુજરાતી ભાષા આજે એવી કક્ષાએ છે, જેને આપણે પૂર્ણ અને સમૃદ્ધ ભાષા તરીકે ઓળખા–ઓળખાવી શકીએ. આ પરિસ્થિતિમાં આપણી ગુજરાતી ભાષાના વ્યક્તિત્વને સવિશેષ ખીલવવા માટે આપણે વિવિધ વિષયાનું અધ્યયન કરવાપૂર્વક તેને મૌલિક રીતે આપણી ગુજરાતી ભાષામાં ઉતારવા જોઈ એ અને ગુજરાતી ભાષા ખેલતી પ્રજાએ આવા વિષયેામાં જ્વંત રસ કેળવવેા જોઈ એ.
આપ સૌના ધ્યાનમાં રહે કે આપણા જ્ઞાનભંડારામાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાએવુ' જે જૈન-જૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે, તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશાને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. આપ સૌના ખ્યાલમાં આવે માટે પ્રાકૃત ટેક્સ્ટ સેાસાયટી —દિલ્હી ' તરફથી પ્રસિદ્ધ થયેલ વિન્ના નામનેા ગ્રંથ, એનાં પરિશિષ્ટ અને પ્રસ્તાવનાએ જોવા ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકૃત, સંસ્કૃત કાશાને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે. સંસ્કૃતપ્રાકૃત કાશાના પુનઃનિર્માતાઓએ આ ગ્રંથ અને આવા દરેક ગ્રથને, માત્ર એનાં પરિશિષ્ટા જોઈ સંતાષ ન માનતાં, સમગ્રભાવે લેવા જ પડશે. જૈન આગમગ્રંથે અને એના ઉપરના વ્યાપ્યારૂપ નિયુક્ત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ ગ્રામાં ઉપયુક્ત સંસ્કૃત-પ્રાકૃત કાશાને લગતી સામગ્રી ઉપરાંત દેશી કાશકારાએ દેશી તરીકે નહિ સ્વીકારેલા અથવા એમની મર્યાદા બહાર હાઈ ઉપેક્ષિત ગણેલા યુવા=5. નેાિ એકી (ટટ્ટીની હાજત), સુવત્તિયા=રૂની ડગલી, રૃત્તિય=આડતિયા, ઢલચ=ઢેખાળા, ક્ષેત્રિયા=ખેતી, વદ્દોઢિયા=વહેળા-વહેાળા, ચેન્નઇએબડા, હેમુદંડયતર=ગૂદાનું ઝાડ, વાળ =પાનેતર, રુદ =ચાંટયું, મળરુ=અનાડી, વિદ્યા સેફ, ઘાસય, મસય–ભરાસા આદિ જેવા સેંકડા દેશી શબ્દો વિદ્યમાન છે, જેએનું પ્રાકૃત-દેશી કોશાની દૃષ્ટિએ મહત્ત્વ હેાવા ઉપરાંત આ શબ્દોની, આપણી ભાષા, સંસ્કૃતિ અને ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયાગિતા છે. આચાર્ય શ્રી હેમચંદ્રે એમની વૈશીનામમારામાં ઘણા દેશી શબ્દો વિશે ટીકામાં આવી તેોંધ કરી છે.
અપભ્રંશ ભાષા કે જે આપણી ગુજરાતી ભાષાની જનની છે, તેના કાશ માટેની સામગ્રી આ જ્ઞાનભંડારામાં એછી નથી. આચાર્ય શ્રી. હરિભદ્રસૂરિષ્કૃત ઢિનૈમિäિ, સાધારણકવિકૃત વિજ્રાસવા, ધાહિલકવિકૃત ૧૩રિક અને તદુપરાંત દેવેન્દ્રસૂરિષ્કૃત ઉત્તરાયનસૂત્રવૃત્તિ, કુમારપીટप्रतिबोध, उपदेशमालांदोघट्टो वृत्ति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति भवभावनां प्रकरण स्वेपिज्ञवृत्ति આદિમાં આવતી અનેક કથાઓ, એ અપભ્રંશ કેશનાં સાધના છે. આ સિવાય આ જ્ઞાનભંડારામાં અપભ્રંશ ભાષામાં અને અપભ્રંશપ્રધાન ગુજરાતી કે રાજસ્થાની ભાષામાં રચાયેલી નાની નાની કૃતિ પણ સેંકડાની સંખ્યામાં વિદ્યમાન છે, તે પણ આ કાશ માટે ઉપયાગી છે. આટલી વાત શ્વેતાંબર આચાર્યની કૃતિઓને લગતી થઈ. પરંતુ દિગંબર આચાર્ય કૃત અપભ્રંશ કૃતિઓ તે સંખ્યામાં અને પ્રમાણમાં ઘણી અને ઘણી મેરી છે, જે પૈકી કેટલીક કૃતિઓ શ્વેતાંબર જ્ઞાનસ'ગ્નહેામાં વર્તમાન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનભંડારેની સમૃદ્ધિ એમ છતાં દિગંબર જ્ઞાનભંડારોમાં વિપુલ પ્રમાણમાં રહેલા દિગંબર આચાર્ય કૃત મહાકાય ગ્રંથોનો આ કેશ માટે ઉપયોગ કરવો એ અતિ મહત્વની વાત છે. બંગાળી લિપિમાં મુદ્રિત “વૌદ્ધાન સો સો ” જેવી બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનોની જે કૃતિઓ ઉપલબ્ધ હોય તેને વીસરવી જોઈએ નહિ.
આ પછી આપણે આપણી ગુજરાતી કે રાજસ્થાની ભાષા આદિના કેશ તરફ આવીએ તો આપણું આ જ્ઞાનભંડારોમાં એ કોશોને લગતી ભરપૂર સામગ્રી પડેલી છે. અર્થાત આપ સૌ કલ્પી પણ ન શકે તેટલી મોટી સંખ્યામાં જૈન આગમ, કર્મસાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથ, કાતંત્ર સિદ્ધહેમ-સારસ્વત આદિ જેવાં વ્યાકરણ, રઘુવંશ આદિ મહાકાવ્ય, વામદાર્જ, વિશ્વમુવમેન આદિ ગ્રંથે, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદ્યક, તિષ, ગણિત આદિ અનેક વિષયના ગ્રંથો ઉપર વિક્રમની પંદરમી-સોળમી-સત્તરમી શતાબ્દીમાં રચાયેલા બાલાવબોધ અને સ્તબકોની પ્રાચીન અને લગભગ એ જ સમયે લખાયેલી હસ્તપ્રતિઓ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે, જે આપણું ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશ તૈયાર કરવા માટે ઘણી ઉપયોગી છે. આ સામગ્રી કેટલા વિપુલ પ્રમાણમાં છે એનો આ૫ સૌને ખ્યાલ આપવા માટે મારા આ ભાષણના અંતે પરિશિષ્ટરૂપે પાટણના જ્ઞાનભંડારો અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદને ઉપહંત કરેલા મારા વિશાળ જ્ઞાનસંગ્રહ આદિમાંથી તારવીને તૈયાર કરેલી એક યાદી આપવામાં આવી છે. આ યાદી જેવાથી આપ સૌના ખ્યાલમાં આવશે, કે આપણું પ્રાચીન સંગ્રહોમાં આપણી વિવિધ ભાષાઓના કોશો માટે કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે. આપણું પ્રાચીન ગુજરાતી કોશની દિશામાં આંશિક કાર્ય આપણું ઘણું ગુજરાતી વિદ્વાનોએ કર્યું છે. ડો. સાંડેસરાએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત પ્રાચીન ગૂર્જર ગ્રંથમાલામાં સંપાદિત કરેલા રાસ, ફાગુ, વર્ણકસમુચ્ચય આદિ ગ્રંથમાં કેશકારને ઉપયોગી શબ્દકેશ આપ્યા છે. છેલ્લા છેલા એમણે વર્ણકસમુચ્ચયનો બીજો ભાગ સંપાદિત કરી ઘણુ સામગ્રી પૂરી પાડી છે. આ જ રીતે ભાઈ શ્રી. મધુસુદન મોદી, શ્રી. કે. કા. શાસ્ત્રી, શ્રી. કે. બી. વ્યાસ, ડે. હરિવલ્લભ ભાયાણી, મુનિ શ્રી. અભયસાગરજી, ભાઈ શ્રી. રમણ લાલ શાહ, ડો. બિપિનચંદ્ર ઝવેરી આદિએ પણ આ દિશામાં પિતાને હિસે નોંધાવ્યો છે.
સાથે સાથે અહીં એ પણ ઉમેરું કે આપણા ગ્રંથસંગ્રહોમાં સંગૃહીત થયેલા ગ્રંથોના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકેની પ્રશસ્તિઓમાં તેમ જ તિષ, ગણિત આદિ ગ્રંથોમાં સંવત કે સંખ્યા જણાવવા માટે શબ્દાંકે, અર્થાત ચંદ્ર એટલે એક, હસ્ત એટલે બે, અગ્નિ એટલે ત્રણ, ગેસ્તન એટલે ચાર, બાણ એટલે પાંચ આદિ શબ્દાંકે આપ્યા છે; એ શબ્દાંકોનો કોશ થાય એ પણ અતિ જરૂરી છે. આજ સુધીમાં જોયેલા જ્ઞાનભંડારોમાંની હાથપોથીઓ આદિ ઉપરથી આવો એક સંગ્રહ મેં કર્યો છે, જેને વ્યવસ્થિત કરી યથાસમય આપ સૌ સમક્ષ રજૂ કરવા ધારણા છે. - આપણું જ્ઞાનભંડારોમાં ગુજરાતી, રાજસ્થાની કે મિત્રભાષાનું કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે, તેની વિવિધતા અને વિશેષતા જાણવા માટેનું જે સંકેતો છે, તે આપણે જાણવા જેવા અને સેંધવા જેવા છે. સામાન્ય રીતે, આપણી લેકભાષાની દષ્ટિએ આ કૃતિઓમાં આટલી બધી વિવિધતા હેવાનો ખ્યાલ બહુ ઓછાઓને હશે. જેન કવિઓ આદિએ આ ક્ષેત્રમાં જે વિવિધતા આણી છે, તેનાં નામોને નિર્દેશ માત્ર અહીં કરવામાં આવે છે–૧. સંધિ, રાસ, ચતુષ્પદી-ઉપઈ-ચુપઈ-ચુપદી, ચોપાઈ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા. ૨. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલે, સલોકે, હમચી-મચડી, વિસાણી, ગથ્થરનીસાણી, ચંદ્રાઉલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, લુઅરી, વેલી, ગુહલી, હાલરડું, નિશાલગરણું, જમણિયા-ભજનિયાં, હરિઆલી-
હીલી, ગરબા. ૩. ફાગ,
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦]
જ્ઞાનાંજલિ
વસંત, હારી, ધમાલ-ધમાર, ચર્ચરી, નવરસેા, રાગમાળા, બારમાસા. ૪. ચૈત્યવંદન, સ્તવન, સ્તેાત્ર,
સ્તુતિ-થુઈ થાય, ચાવીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મ`ગળદીવેા. પ. સઝાય, ઢાળ, ઢાળિયાં, ચોઢાળિયાં, છઢાળિયાં, બારઢાળિયાં, ચારમાલ, ચાક, બાર ભાવના. ૬. પદ, કવિત, સવૈયા, છપ્પય-છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુલા-દોધક-દુગ્ધધર. આમાંનાં મધ્યકાલીન પદ્ય સ્વરૂપેાનુ નિરૂપણ ડૅા. મંજુલાલ ૨. મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપા (પદ્ય વિભાગ)' તથા ૐ. ચંદ્રકાંત મહેતાએ મધ્યકાળના સાહિત્યપ્રકારા' એ નામના ગ્રંથમાં કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથા ઉપર અનુવાદરૂપે જે ગદ્ય સાહિત્ય રચાયું છે, તેને એના પ્રકાશ મુજબ સ્તબક-સ્તિષુક, એ, બાલાવષેધ, મધ, વ!ત્તિ ક,વચનિકા, અવસૂરી આદિ નામેાથી ઓળખવામાં આવે છે.
ઉપર ગુજરાતી આદિ ભાષાના સાહિત્યની વિવિધતાને નિર્દેશ કર્યાં પછી સાથે સાથે આપણા જ્ઞાનભડારામાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાના જે ગ્રંથરાશિ છે, તે ઉપરની વ્યાખ્યાઓનાં જે ભિન્ન ભિન્ન નામેા અને સ ંકેતેા છે તે પણ જાણવા જેવાં છે : ૧. નિયુક્તિ, ભાષ્ય, મહાભાષ્ય-બૃહદ્ભાષ્ય, સંગ્રહણી. ૨. ચૂર્ણિ-વિશેષચૂર્ણિ. ૩. વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, વિવરણ, વિદ્યુતિ, લધુવૃત્તિ, બૃહદ્ધત્તિ, ન્યાસ, દુટિકા. ૪. દીપક, દીપિકા, પ્રદીપિકા, પજિકા, અવચૂરી-અવચૂર્ણિ. પ. ટિપ્પનક, વિષમપદપર્યાય, દુર્ગા પપ્રમાધ, દુ પવિવૃત, પદ-ભજિયા. ૬. ટિપ્પણી, પર્યાય. છ. ખીજક. આ વિવિધ વ્યાખ્યાઓ જેના ઉપર રચાયેલી છે તેને મૂળસૂત્ર, મૂલગ્રંથ આદિ નામથી એળખવામાં આવે છે.
આ પછી લેખનની પદ્ધતિને લઈ આપણા હાથાથીઓને અંગે જે સંકેતેા છે, તેમ જ એની સાથે સંબંધ ધરાવતાં લેખન આદિ સાધનાનાં ઘણાં નામેા, સંકેતે। અને શબ્દો છે, જે આપણા કોઈ કાશમાં મોટે ભાગે નહિ મળે; જેવાં કે—શુદ્ધ, પોંચપાઠ, ત્રિપાઠ, દ્વિપાડ, રિક્તલિપિચિત્ર, ચિત્રપૃષ્ઠિકા, દૂ'ડી, હાંસિયા, ચારક, મેારપગલું' કે હંસપગલુ', ગ્રંથામ્રંથ, પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાકાન્તરવાચનાન્તર, એળિ-કાંટ, કાઠાં-ખરું, વતરણાં, જુજવળ, પ્રાકાર, કંબિકા, આંકણી, ગ્રંથિ, પાટી, પાડાં, ચાભરચ’ગી—ચાબખીચ’ગી, ઝલમલ, વીંટાંમણુ-રૂમાલ, કલમદાન, સાપડા–ચાપડે। ઇત્યાદિ.
અહીં જે વિવિધ નામેા આપવામાં આવ્યાં છે, તેના અર્થા કે વિસ્તૃત સમજ આપવાનું આ સ્થાન નથી. પરંતુ આ ઉપરથી એ ખ્યાલ આવશે કે આપણા વિશાળ જ્ઞાનભંડારાનુ અવલેાકન કરનારે એને લગતી વિશિષ્ટ પરિભાષા અને સંકેતેાનું ઊંડું જ્ઞાન મેળવવું જોઈ એ; તેા જ આપણા જ્ઞાનભડારોની યાદીઓ, સૂચિએ કે ટીપે!, એનું અવગાહન અને પૃથક્કરણ વ્યવસ્થિત બનશે.
આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિએને વિકાસ કેમ થયા અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપેા કેમ સર્જાયાં—એ જાણવા માટે આ જ્ઞાનભંડારામાંની જુદા જુદા પ્રદેશોના લેખકોને હાથે સૈકાવાર જુદા જુદા મરેડ અને આકારપ્રકારમાં લખાયેલી પ્રતિએ ઘણી જ ઉપયાગી છે. મે જોયેલા પ્રાચીન જ્ઞાનભ`ડારામાં માટે ભાગે બારમા સૈકાના પ્રારંભથી લઈને આજ સુધીની સૈકાવાર અને દશકાવાર લખાયેલી હાથત્રતા જ વિદ્યમાન છે. પરંતુ જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભદ્રસૂરિના જ્ઞાનભંડારમાં બારમા સૈકાના પ્રારંભથી લખાયેલી પ્રતિએ ઉપરાંત, લિપિના આકારપ્રકારને આધારે આપણે જેતે પ્રાચીન માની શકીએ તેવી લિપિમાં લખાયેલી, આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવયંમહામાથ્યની તાડપત્રીય પ્રતિ છે. આ પ્રતિના અંતમાં લેખનના કોઈ નિશ્ચિત સમય નથી, એમ છતાં એની લિપિ જોતાં એ પ્રતિ વિક્રમના દશમા સૈકા પછીની તેા નથી જ નથી. પાળુ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહામાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિ
Page #6
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનભંડારાની સમૃદ્ધિ
આપણી ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ માટે ઘણી જ ઉપયાગી છે. મને લાગે છે કે આપણા જ્ઞાન-સ`ગ્રહે!માં રહેલી જુદા જુદા લેખકોને હાથે જુદા જુદા ભરાડમાં લખાયેલી પ્રાચીન-અર્વાચીન પ્રતિએના સૈકા વાર ફોટોગ્રાફ્સ લઈ લિપિમાલાનું એક આલબમ બનાવવામાં આવે અને કાઈ આર્ટિસ્ટ પાસે એમની વર્ણમાલાનાં રૂપાન્તરાના શતાબ્દીના ક્રમથી ચાર્ટ્સ તૈયાર કરાવવામાં આવે, તે! ભારતીય વિદ્યાર્થીએ માટે આજની વ્યાપક દેવનાગરી, ગુજરાતી વગેરે લિપિઓના ક્રમિક વિકાસના ઊંડા અભ્યાસ માટેની અતિ મહત્ત્વની સામગ્રી તૈયાર થાય. મારી વિનતી છે કે પ્રાચ્યવિદ્યા મંદિર–વડાદરા, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર–અમદાવાદ જેવી ગુજરાતની પ્રમુખ સસ્થાએ આ કા'ને જરૂર ધ્યાનમાં લે.
આપણા જ્ઞાનભંડારામાંની વ્યાપક સામગ્રીનું વ્યાપક દૃષ્ટિએ અવગાહન કર્યાં પછી મને એક વાત સૂચવવી ચેગ્ય લાગે છે, કે આજના વિદ્રાનાએ વૈદિક અને બૌદ્ધ સાહિત્યના અધ્યયન અને અવગાહન દ્વારા ધણું ધણુ' સ’શાધન કરી અનેક વિષયેા ઉપર પ્રકાશ પાડયો છે. એ જ રીતે ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના અંગ તરીકે સ્વીકારેલી જૈન સંસ્કૃતિના સાહિત્યનું અધ્યયન અને અવલાકન કરવું એટલું જ આવશ્યક અને પૂરક છે. જૈન આગમેા અને એના ઉપરના નિર્યુક્તિ-ભાષ્યચૂ-િવૃત્તિ આદિ વ્યાખ્યાથા, દાર્શનિક સાહિત્ય, કથાસાહિત્ય આદિમાં ભારતીય વ્યાપક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટેની કલ્પનાતીત વિપુલ સામગ્રી વર્તમાન છે, જેનેા કઈક ખ્યાલ આવે એ માટે અમે ગુરુ-શિષ્યે એટલે કે મારા પૂજ્ય ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે અને મેં સંપાદિત કરેલા વૃન ગ્રંથ અને વેહિકો તથા વિજ્ઞા ગ્રન્થનાં પરિશિષ્ટા જોવા ભલામણ કરું છું.
હ્યુન ગ્રંથમાં આપણા ભારતની પ્રાદેશિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક આદિ અનેક વિષયે તે લગતી માહિતી છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ દેશનાં આનંદપુર (વડનગર ), કચ્છ દેશ, દીવબંદર, દ્વારિકા, ભૃગુકચ્છ, સાપાર્ક, પ્રભાસ, પ્રાચીનવાહ, અર્જુદ, ઉજ્જયંત, ભૂતતડાગ, બન્નાસા (બનાસ નદી ), સરસ્વતી નદી વગેરે વિગતે આમાં છે. પ્રાચીન યુગમાં આપણા ગામ, નગર, ખેડ, કટ, મડબ, દ્રોણુમુખ આદિની રચના, તેના આકાશ અને એની આસપાસ રક્ષણ માટે કરાતા પથ્થર, ઈંટ, માટી, ધૂળ, ખપાટિયાં આદિના પ્રાકાર, વાડ વગેરે કેવાં હતાં તેની હકીકત પણુ આ ગ્રન્થમાં મળી આવે છે. પ્રાચીન યુગમાં આપણે ત્યાં કઈ કઈ જાતનાં નાણાં-મુદ્રા-સિક્કાનુ ચલણ હતું, એનાં કાકિણી, કેતર, કેડિય, નેલક, દીનાર, દ્રમ્સ, સાભરક આદિ નામેા, એનું પ્રમાણ અને એ જ્યાં ચાલતાં તે સ્થળાતા ઉલ્લેખ પણ આમાં મળે છે. તીર્થસ્થાન, ઉત્સવેા, જમણુ આદિ વિશેના ઉલ્લેખા પણ નજરે પડે છે. પતિશાલા, ભાંડશાલા, કર્માંશાલા, પચનશાલા, વ્યાધરણુશાલા આદિ શાલા, કુત્રિકાપણુ (વિશ્વવસ્તુભંડાર ), આપણાં વસ્ત્રના પ્રકારા, મદ્યના પ્રકારો, વિષના પ્રકારે, યંત્રો આદિ અગણિત વિષયાની માહિતી આમાં છે. તીસ્થાને, ઉત્સવ, જમણુ આદિની યાદી પણ આમાં છે. આ ઉપરાંત મૌર્યવંશીય અશૅાક-સપ્રતિ, શાલિવાહન, મુરુડરાજ આદિ રાજાએ; આ સુહસ્તિ, કાલિકાચા, લાટાચાય, સિદ્ધસેનસૂરિ, પાદલિપ્ત આદિ આચાર્યાની હકીકત પણ આ ગ્રંથમાં છે.
રેફ્રેિંડી, જેની રચના અનુમાને વિક્રમના પાંચમા સૈકાની આસપાસમાં થયાના સંભવ છે, તેમાં ભગવદ્ગીતા, પેરાગમ (પાકશાસ્ત્ર ) અને અર્થશાસ્ત્ર: આ ત્રણ મહત્ત્વના ચાના ઉલ્લેખ છે. અત્યથેચ મળી એમ કહીતે નોંધેલે, “વિકેલેગ માયા સત્યેન ય દંતો અવળો વિદ્યુમાનો સત્ત ત્તિ । આ ઉલ્લેખ પ્રાકૃતમાં છે. એ ઉપરથી તેમ જ આ આશય સાથે સામ્ય ધરાવતું કાઈ સૂત્ર કૌટિલીય
..
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૨]
જ્ઞાનાંજલિ
અર્થશાસ્ત્રમાં મળતું ન હેાવાથી આપણે એ માનવું જ રહ્યું, કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં કૌટિલીય અર્થશાસ્ત્ર ઉપરાંત પ્રાકૃત ભાષામાં રચાયેલું - અર્થશાસ્ત્ર ' પણ હતું. આવા જ એક બીજો પ્રાકૃત ઉલ્લેખ, આચાર્ય શ્રી અભયદેવસૂરિષ્કૃત નવાંગીત્તિ આદિ ગ્રંથૈાનુ` સશોધન કરનાર શ્રી દ્રોણાચા વિરચિત લોનિયુલિત વૃત્તિમાં પણ આવે છે, જે પ્રાકૃત ભાષામાં કાઈ બીજુ` ‘ અર્થશાસ્ત્ર ' હાવાની માન્યતાને દઢ કરે છે. આ ગ્રંથના ત્રીજા ગંધર્વદત્તા લબકમાં ચારુદત્તની વેપાર માટેની મુસાફરીનુ વર્ણન છે. તેમાં અજપથ, શપથ, પક્ષિપથ આદિ જેવા માર્ગો આવે છે, જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકૃતાંગસૂત્રના અગિયારમા અધ્યયનમાં તે તે માર્ગોનું એના સ્થળનિર્દેશ સાથે વર્ણન છે. ચારુદત્તની આ મુસાફ્ીનું વર્ણન ઘણું રસપૂર્ણ છે, જે જાણવા ઇચ્છનારે વઘુàર્વાžો ગ્રંથ અથવા ડો. સાંડેસરાએ કરેલું એનું ભાષાંતર જોવું જોઈએ. આ કથા-ગ્રંથ હિંડી–મુસાફરીને લગતા હાઈ એમાં જુદી જુદી ઘણી જાતની માહિતી છે.
અર્શવજ્ઞા ગ્રંથ સાંસ્કૃતિક દષ્ટિએ ઘણા જ મહત્ત્વતા છે. આ ગ્રંથ માનવઅંગેાની વિવિધ ચેષ્ટાએ અને ક્રિયાએતે આધારે ભૂત-ભવિષ્ય-વર્તમાન પ્રક્ષાદિ અંગે ફલાદેશ કરતા હાઈ એમાં માનવઅંગાનું સેંકડા રીતે સૂક્ષ્મ વિભાજન અને વર્ણન કરવામાં આવ્યું છે, એટલે અંગશાસ્ત્રના જ્ઞાતાઓની દૃષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત માનાની પલાંડી વાળવી, એસ3, ઊઠવું, જવું, ઊભા રહેવુ, નીકળવું, પડવું, સૂવું, પ્રશ્ન કરવેા, નમન કરવું, રાવું, હસવું, શાક કરવા, આક્રંદ કરવું આદિ વિવિધ ક્રિયાઓના પ્રકારા દર્શાવેલા છે. અર્થાત્ પલાંડીના બાવીસ, ખેસવાના બત્રીસ, ઊભા રહેવાના અઠ્ઠાવીસ ઇત્યાદિ પ્રકારા બતાવેલા છે. મનુષ્યજાતિ સાથે સંબંધ ધરાવતા ગોત્ર, નામ, સગપણુ, રતિવિલાસ, વેપાર, ગામ, નગર, પ્રાકાર, ધર, શાલા, જલયાન, સ્થલયાન, વાહન, શયન, આસન, ભાજન, ભેાજન, પેય, વસ્ત્ર, આભૂષણ, અલ'કાર, તૈત્ર, ઉત્સવ, રાગ, સિક્કાએ આદિ વિશે વિભાગશઃ વિસ્તૃત ઉલ્લેખા છે, જે આપણને કેટલીયે નહિ જાણેલી વિગતે સ્પષ્ટ રીતે પૂરી પાડે છે. દા.ત., સિક્કામાં વત્તપદ સિક્કાનું નામ આવે છે; તે આજ સુધી બીજે કાંય જોવામાં નથી આવ્યુ. ગાયાનટમાં વપરાયેલેા આયાળ શબ્દ આ ગ્રંથમાં મળી આવે છે. તિર્યંન્નતિ સાથે સંબંધ ધરાવતા પશુ-પક્ષી, સૂક્ષ્મ જીવજંતુ અને વૃક્ષ-લતા-ગુલ્મ-ફલ-ધાન્ય આદિ વનસ્પતિના વિવિધ પ્રકારા અને નામેા પૂરાં પાડે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં પ્રાણીશાસ્ત્રીઓ અને વનસ્પતિશાસ્ત્રીએ આ વિશેનું કેવું જ્ઞાન ધરાવતા હતા, એ આપણને આથી જાણવા મળે છે. પ્રજ્ઞાવનોવાં સૂત્રમાં પણ આ વિષયને લગતી ઘણી જ માહિતી છે.
અહીં ઉદાહરણ તરીકે ત્રણ ગ્રંથામાંની વિગતા નાંધવામાં આવી છે. આ જ રીતે પ્રત્યેક જૈન આગમમાંથી આપણને અનેક વિષયને લગતી વિવિધ સામગ્રી મળી આવશે. જૈન કથાસાહિત્ય આપણા ચાલુ જીતન-વ્યવહાર સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુએ પૂરી પાડે છે. તે તે યુગની પ્રજાની સાંસ્કૃતિક સંપત્તિ શી હતી, રીત-રિવાજો કેવા હતા, વનસરણી કેવી હતી, તે તે યુગની પ્રાદેશિક વ્યવસ્થાઓ, રાજ્યવ્યવસ્થાએ, લેાકવ્યવસ્થાએ કેવી હતી, એની માહિતી આપણને આમાંથી મળી આવે છે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં જન્માત્સવ, વિવાહાત્સવ આદિ વિશે શી શી રીત હતી, વિવાહિત વરકન્યા, ઘરનેા વહીવટ સ્વીકારતા પુત્રો, રાજ્યારોહણ કરતા રાજપુત્રો આચાર્યપદ સ્વીકારતા આચાર્યાં અને મુનિગણ—આ સર્વને માટે શિક્ષાના પ્રકારો શા ઘણું ઘણું મળી આવે છે. આજની આપણી પ્રજાના જીવનઘડતર માટેની ઘણી સામગ્રી સાહિત્યમાં વર્તમાન છે, જેનું સાંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરી નવીન દષ્ટિએ આલેખવામાં આવે તે
અને પ્રજા,
હતા વગેરે
આ કથા
Page #8
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનભંડારાની સમૃદ્ધિ
પ્રજાજીવનના ઘડતર માટેની વિશિષ્ટ સામગ્રી તૈયાર થાય.
ઉપર જણાવ્યું તેમ, આપણા કથાસાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રીની જેમ એમાં પ્રસંગે પ્રસંગે નોંધાયેલી ઐતિહાસિક સામગ્રી પણ આપણું લક્ષ ખેંચે છે. જૈન આગમા ઉપરના પ્રાચીન નિયુ`ક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આદિ ગ્રંથેામાં ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવા છતાં આપણા વિદ્વાનેામાંના મેટા ભાગના વિદ્વાનેએ ઐતિહાસિક પ્રશ્નોની છણાવટ કરતાં ઘણી વાર પ્રાચીન સામગ્રીને બદલે આચાર્ય શ્રી હેમચંદ્રના શિવે અને પ્રબંધમદ્ આદિને જ ઉપયાગ કર્યાં છે. પરંતુ આચાર્ય શ્રી હેમચન્દ્રે એમના પરિશિષ્ટવર્ધમાં જે સામગ્રી એકઠી કરી છે, તેનું મૂળસ્થાન ઉપર જણાવેલ જૈન આગમેા ઉપરના વ્યાખ્યાયેા જ છે. આચાય શ્રી હેમચંદ્રને શિર્વ રચવાની કલ્પના સંભવતઃ ભદ્રેશ્વરસૂરિકૃત વાવી ગ્રંથને આધારે સ્ફુરી હશે એમ લાગે છે. આ ગ્રન્ય આચાર્ય શ્રી શીલાંકકૃત ૧૩વન્તનાપુર રિચ પછીના અને અનુમાને અગિયારમા સૈકાની રચનારૂપ છે. એના અંતમાં આચાર્ય શ્રી ભદ્રેશ્વરે પરિશિષ્ટ તરીકે યાકિનીમહત્તરાસ્ તુ ભવિરહાંક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સુધીના ઇતિવૃત્તના સંગ્રહ કર્યાં છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વને છે. આપ સૌને જાણીને આનંદ થશે કે આચાર્ય શ્રી શીલાંકકૃત ૨૩મ્સમારેલાĀનું સંપાદન ‘પ્રાકૃત ટેક્સ્ટ સાસાયટી' વતી પાટણના વતની ભાઈ અમૃતલાલ મેાહનલાલ પડિત કરી રહ્યા છે. એ આખા ગ્રંથ બે-એક મહિનામાં પ્રસિદ્ધ થઈ જશે અને વહી ગ્રન્થ કે જે પ્રાકૃત અને ચાવીસ હજાર શ્લોક પ્રમાણુ મહાકાય ગ્રન્થ છે, તેના મુદ્રણની શરૂઆત ‘પ્રાકૃત ટેકૂસ્ટ સેાસાયટી’ તરફથી બે-ત્રણ મહિનામાં જ થશે. આશા છે, આ આખેા ગ્રન્થ એકાદ વર્ષમાં તૈયાર કરી અમે આપની સેવામાં હાજર કરીશું.
આ સિવાય આપણા ભંડારામાં અપ્રસિદ્ધ ઐતિહાસિક સામગ્રી ધણી છે. આચાય મલ્લવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી પાદલિપ્તસૂરિ આદિના પ્રાકૃત પ્રબંધો અદ્યાવિધ અપ્રગટ જ છે. મહાકવિ શ્રી રામચંદ્રકૃત વારવિજ્ઞાાન પ્રાત જેવુ જ એક બીજી પ્રશસ્તિકાવ્ય મળી આવ્યું છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. ઐતિહાસિક સામગ્રીપૂર્ણ પ્રાચીન મદિરા અને ઉપાશ્રયાની પ્રશસ્તિએ પણ હજુ કેટલીયે અપ્રસિદ્ધ જ છે.
૧૩
આપણા વિશાળ જ્ઞાનભડારામાંના સાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક, ઐતિહાસિક આદિ સામગ્રીને ટૂંક નિર્દેશ કર્યાં પછી હસ્તલિખિત ગ્રન્થાના અંતમાં રહેલી પ્રશસ્તિએ અને પુષ્પિકાઓને આપણે વીસરવી જોઈ એ નહિ. મેાટા મેોટા રાજાએ, અમાત્ય આદિની તેમ જ કેટલાંક મોટાં મેટાં ગામ, નગર, દેશ આદિ વિશેતી માહિતી આપણને અમુક પ્રબંધ ગ્રન્થાદિમાંથી મળી રહેશે. કિન્તુ આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયેાગી વિશાળ સામગ્રી તેા આપણી આ પ્રશસ્તિ અને પુષ્ટિાઓમાં જ ભરી પડી છે. નાનાંમોટાં ગામ-નગર-દેશેા તથા ત્યાંના રાજા, અમાત્યા, તેમની ટંકશાળા, લશ્કરી સામગ્રી, શાહુકારા, કુલા, જ્ઞાતિ, કુટુમ્બે સાથે સંબંધ રાખતી ઘણી ઘણી હકીકતા આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થશે.
વડગીય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત કરિને મેચ-અપભ્રંશની પ્રશસ્તિમાં ગ્રન્થકારે વિમલમંત્રીના વંશનું વર્ણન કરતાં ચાપાકટ અને ચૌલુકય રાજાએાની વિગત આપી છે, તેમાં લશ્કરી સામગ્રી અને ટંકશાળ આદિ વિશેની હકીકત નોંધી છે, જ્યારે આજે આપણને ચાવડા અને સાલકી રાજાએના સિક્કાએ એકાએક મળતા નથી. ભાઈ શ્રી અમૃત વસંત પંડયાને કેટલાક સિક્કાઓ મળ્યા છે, જેના પર જયસિંહદેવનું નામ વંચાય છે. પરંતુ આ રાજા ચૌલુકય નરેશ સિદ્ધરાજ જયસિંહદેવ
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૪)
સાનાંજલિ હોવાની પૂરી ખાતરી થઈ નથી. કશાળના અસ્તિત્વ વિશે આ ઉલેખ ચૌલુક્ય રાજાઓના સિકકાઓ વિશે વધુ જિજ્ઞાસા પ્રગટાવે છે.
આ પછી લખનાર-લખાવનારની પ્રશસ્તિને લગતી કેટલીક પુષિકાઓ વિશે વિચારીએ :
૧. જેસલમેરના કિલ્લાના જ્ઞાનભંડારમાં ક્રમાંક ૨૩૨માં વિ. સં. ૧૨૪૦માં લખાયેલી માલધારી શ્રી હેમચંદ્રવિરચિત મનમાવના જરા વોવજ્ઞાત્તિનની તાડપત્રીય પ્રતિ છે, જે વડોદરા પાસેના પાદરાના શ્રેષ્ઠી આમ્રપ્રસાદની પુત્રી અને વાસપય (વાસદ)ના બાલપ્રસાદની પત્ની હતી તેણે લખાવેલી હોઈ પાદરા અને વાસદને લગતી કેટલીક હકીકત આ પ્રશસ્તિમાં છે. (જુઓ પરિશિષ્ટોલેખ)
૨. ખંભાત–શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં ક્રમાંક ૨૧૪માં, વિ. સં. ૧૨૧૨માં લખેલી શ્રી શાંતિસૂરિકૃત પ્રાકૃત પૃથ્વીવંત્રિની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં ટાટાશંકર મહીમુનોતરા આ પ્રમાણે મહી નદી અને દમણના વચલા પ્રદેશને “લાદેશ' તરીકે જણાવ્યો છે. આ જ પુષ્કિામાં ત્યાંને બે વસરિ હતો, તેમ જ મહારાજા શ્રી કુમારપાલના નામોલ્લેખ સાથે વરરાયમાનમw, સાક્ષરદpવનકતાવાન૪, માત્ર રાષ્ટ્ર નિગારા સંસ્થાપન, ઇત્યાદિ વિશેષણનો
જે ઉલ્લેખ છે, તે ઉપરથી ગુર્જરેશ્વરોની રાજ્યસીમાં ક્યાં સુધી પથરાયેલી હતી તે પણ જાણવા મળે છે. એ પુષ્પિકામાં આવતાં મદણસિંહનયર અને અણેર, એ બે ક્યાં આવ્યાં અને આજે તેમનું શું નામ છે-હશે, એ પ્રાચીન-અર્વાચીન ભૂગોળના નિષ્ણાતોએ શોધવાનું છે.
૩. જેસલમેર કિલ્લામાં વિવારા દ પ્રજાળ સટીકની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં હતોત્તરરાતે ૧૨૦૦ વિક્રમ સંવતરે વાવૌ પઢીમ ત્રાટત પુરતમરમઝહીત તા અર્થાત “વિ. સં. ૧૨૦૭માં ગમે તે કારણે પાલીનગર ભાંગ્યા પછી ખંડિત થયેલા પુસ્તકને અજમેરમાં લીધું-ખરીશું ", આમ જણાવ્યું છે, તે ઉપરથી વિ. સં. ૧૨૦૭માં મારવાડનું પાલીનગર ભાંગ્યું હતું, એ જણાય છે. - ૪, જેસલમેરમાં વિ. સં. ૧૨૦૦માં લખાયેલી હાલતતિા-ૌવાદમણની પ્રતિ છે, જે સિદ્ધપુરમાં લખાયેલી છે. તેમાં ત્યાંના મૂઝનાથળલોગ ભઠનો ઉલ્લેખ છે. આ પ્રમાણે હસ્તલિખિત ગ્રન્થના અંતમાં લખનાર-લખાવનારાઓની પુપિકાઓમાં ઘણું જ સામગ્રી પ્રાપ્ત છે, જેનું અધ્યયન અને પૃથક્કરણ અનેક રીતે ઉપયોગી છે.
અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જૈનાચાર્યોએ રચેલા અને લખાવેલા ગ્રંથોની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં એમણે ઘણી ઘણી બાબતોના ઉલ્લેખ કરી ઐતિહાસિક સામગ્રીનો ખૂબ જ સંચય કર્યો છે. પ્રાચીન કાળથી જ જૈનાચાર્યોની આ એક દષ્ટિ હતી. એ જ કારણ છે કે સાંપ્રદાયિક દૃષ્ટિ રાખવા છતાં એમનાં લખાણમાં અનેક રીતે ઉપયોગી બને તેવી સામગ્રીઓ અનાયાસે જ આવી છે. આપણું ગુજરાતના ઇતિહાસની સાધનસામગ્રીમાંથી પણ જે જૈન ગ્રંથ, પ્રબંધ, શિલાલેખ, રાસાઓ આદિ બહુમૂલ્ય સાધનોને બાદ કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસની કડીઓ સાંધવાનું કામ દુર્ઘટ જ નહિ, અશક્ય જ બની જાય.
ઈતિહાસની સામગ્રીમાં ગ્રંથસ્થ સાહિત્ય મોટી સામગ્રી પૂરી પાડે છે, તેમ છતાં ઉત્કીર્ણ લેખો અર્થાત શિલાલેખ, તામ્રપત્ર, સિક્કાઓ આદિમાંથી મળતી માહિતી પણ ઈતિહાસ માટે ઘણી ઉપયોગી છે, જે દ્વારા કેટલીક વાર ઉપલબ્ધ સાહિત્યિક વિગતોની તુલના અને ચકાસણી કરવાને અવસર પણ મળે છે.
આ ઉપરાંત પાટણ, અમરેલી, કામરેજ, આકેટા, વડનગર આદિ સ્થાને માંથી અ ણુ અને ઉખનન દ્વારા પ્રાપ્ત થતા ઇમારતો, શિલ્પકૃતિઓ, વાસ, આયુ, સિક્કાઓ, દેહાવશે આદિ
Page #10
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસરાની સમૃદ્ધિ
૧૫
પુરાતન અવશેષો દ્વારા ઐતિહાસિક કાળના સાંસ્કૃતિક ઇતિહાસને પરીક્ષક અને પૂરક એવી સામગ્રી મળી છે. ખાસ કરી લેાથલ, રાડી, સેામનાથ આદિમાંથી પ્રાગૈતિહાસિક અને આદ્ય-ઐતિહાસિક કાળની સંસ્કૃતિ વિશે ઘણી ઉપયાગી માહિતી મળી રહેશે.
આજ સુધીમાં આપણા ગુજરાતના આંશિક ઇતિહાસ વિશે ફ્રાસ, ૫. ભગવાનલાલ ઇંદ્રજી, શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છે. પરીખ, મેં. કામિસરિયેટ, શ્રી. રત્નમણિરાવ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી આદિએ ઘણા જ મહત્ત્વના પ્રયત્નો કર્યાં છે. ગુજરાત વિદ્યાસભાએ ‘ પુરાણામાં ગુજરાત' ( ભૌગોલિક ખંડ ) અને જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' જેવા આકરગ્રન્થ તૈયાર કરાવી આ દિશામાં કેટલીક કીમતી સામગ્રી પૂરી પાડી છે. વળી વસ્તુપાલ અને એનું સાહિત્યમ`ડળ' જેવા કેટલાક મહાનિબંધો દ્વારા પણ કેટલીક અભ્યાસપૂર્ણ સામગ્રી તૈયાર થતી જાય છે. વડાદરાની સ્થળનામસસદે પણ એક મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું છે, તે પણ આપણા ઇતિહાસની પૂર્તિનું મહત્ત્વનું અંગ છે. આમ છતાં ઉપર જણાવેલ સાધનસામગ્રી તેમ જ પ્રસિદ્ધઅપ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓને વિગતે અભ્યાસ કરી એમાંથી ગુજરાતના સામાન્યતઃ રાજકીય અને વિશેષતઃ સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી તારવવા પૂર્વક ગુજરાતનેા સળંગ ઇતિહાસ તૈયાર થાય એ આજના ગુજરાત માટે જરૂરનું છે.
આપણી ભાષામાં મુદ્રા-સિક્કા, શિલ્પકળા, ચિત્રકળા, ભાષા, કવિએ આદિ વિશેનું સાહિત્ય લગભગ નહિ જેવું છે. ચિત્રકળાના વિષયમાં ભાઈ શ્રી. સારાભાઈ નવાબે આપણા ગુજરાતને મહત્ત્વના પ્રથાને સંગ્રહ પૂરો પાડવો છે એ ‘આપણે વીસરી જતા નથી. ડૉ. મંજુલાલ મજમુદાર આદિએ પણ આ શિામાં ઠીક ઠીક પ્રત્યન કર્યાં છે. એમ છતાં આ ક્ષેત્રમાં હજુ પણ કામ કરવાને ઘણા અવકાશ છે. આપ સૌને લાગશે કે મારા ભાષણમાં આપણી ગુજરાતી તેમ જ બીજી અલભ્ય કૃતિ વિશે કેમ કાંઈ નિર્દેશ નથી કર્યાં. આપ સૈાને આ વિશે જણાવવાનુ` કે સદ્ગત ભાઈ શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઈના ‘ ગુર્જર કાવ્યસંચય'ના ભાગેા પ્રાસદ્ધ થયા પછી એ જ દિશામાં આગળ સંક્રિય પ્રયત્ન કરી બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદ્રજી નાહટાએ શ્રીયુત દેશાઈના સંગ્રહમાં નહિ આવેલી નવીન કૃતિઓના સંગ્રહતા એક મેાટે ભાગ તૈયાર કર્યાં છે, અને જેને કાઈ પ્રસિદ્ધ કરનાર નહિ મળવાથી એ એમ ને એમ પડયો છે. આપણે આશા રાખીએ કે એ સંગ્રહ વહેલાંમાં વહેલા પ્રસિદ્ધ થાય. આ ભાગ ઉપરાંત પણ આપણા જ્ઞાનકોશામાં હજુ પણ અજ્ઞાત શૃંગારમંજરી રાસ, આભાણુરતાકર આદિ જેવી ઢગલાબંધ કૃતિઓ છે, જેને સંગ્રહ થવા આવશ્યક છે.
અંતમાં અપ્રાસંગિક છતાં, ગુજરાતી પ્રજા માટે જ નહિ, દરેક વિદ્વાન માટે ઉપયેગી અને મહત્ત્વની હોવાથી એક વાત રજૂ કરવી ઉચિત માનું છું કે આપણા આ શહેરમાં શેઠ શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુબીજનેાના આંતર ઉત્સાહથી · લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ' નામની સંસ્થા આજથી લગભગ બે વર્ષ પૂર્વે સ્થાપવામાં આવી છે. જેમાં માત્ર ગુજરાત જ નહિ, કિન્તુ દેશ-પરદેશના વિદ્વાના આવી સંશેાધન અને અધ્યયન કરી શકે તેવી સામગ્રી એકત્ર કરવાના સંકલ્પ છે. આ સંકલ્પના અનુસંધાનમાં આ વિદ્યામ ંદિરને આ વ્યાખ્યાતા તેમ જ આચાય શ્રી. વિજયદેવસૂરિજી, પં. શ્રી. કીતિ મુનિ, ખેડા જૈન શ્રીસંધ, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી—અમદાવાદ આદિ તરફથી નાના--મેટા કીમતી સંગ્રહા ભેટ મળ્યા છે. તેમ જ એ ઉપરાંત વિદ્યામંદિરની કાર્યવાહક સમિતિની અનુમતિથી અને વિદ્યામ ંદિરને ખર્ચે લગભગ ત્રણ હજાર નવા કીમતી પ્રથા ખરીદ્યા છે, જેમાં કલ્પસૂત્રેા, સંગ્રહણી. શ્રીચંદ્રચરિત્ર, માસમવમાાત્મ્ય, નરસિંહ મહેતાનું મામેરું', ફૂલ્લિો વિવિલા, ઢોલામારુ, ગીતા, બાદશાહી-ચિત્રાવલી અને વિજ્ઞપ્તિપત્ર આદ્ધિ સચિત્ર ગ્રંથા
Page #11
--------------------------------------------------------------------------
________________ 16] જ્ઞાનાંજલિ પણ છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ઉપરાંત રાજસ્થાની, વ્રજભાષા, સંતવાણી અને ભક્તિસાહિત્ય પણ આમાં સમાય છે. જિનેન્દ્રબુદ્ધિન્યાસ, માધવીયધાતુવૃત્તિ, અણુભાષ્ય, દિગંબર આચાર્ય કૃત માગધી સંસ્કૃત, અપભ્રંશ ભાષાના મહત્વના ગ્રંથ, દાર્શનિક સાહિત્ય આદિની પ્રાચીન નકલે ખરીદવામાં આવી છે. વેદ, ઉપનિષદો, ભાગવત, રામાયણ, અવતારચરિત આદિ જેવા મહા કાવ્યગ્રંથો અને એ સંગ્રહ પણ છે. આમાંના કેટલાક ગ્રંથે એવા પણ છે, કે જે તદ્દન અપૂર્વ જ છે. રમલ વિશે ગુરુમુખી લિપિમાં લખાયેલ ગ્રંથોનો મોટો સંગ્રહ પણ આમાં છે. વહીવંચાનાં ળિયાં અને કચ્છના રાના ઈતિહાસને ચોપડો તેમ જ જફરનામા જેવી સામગ્રી પણ છે. સમયસુંદરપાધ્યાયના હસ્તાક્ષરમાં લખાયેલી એમની પોતાની કૃતિઓ, સ્ત્રીકવિઓ કૃત અધિકમાસમાહાભ્ય જેવી રચનાઓ પણ છે. ગીતગોવિંદના અનુકરણરૂપ મતાવિંદ, જાન્ટે પ્રઘંધ આદિની પ્રતિઓ પણ છે. આ ઉપરાંત કૃષ્ણભગવાનનાં દર્શન કરવા માટેની કાવડ, જ્યોતિષ માટે ઉપયોગી ચૂડીઓ વગેરે સાધનો પણ છે. - આ વ્યાખ્યાતા તરફથી અને પાલણપુરના જેન શ્રીસંધ તરફથી મહત્વની પ્રાચીન મૂર્તિઓને એક સંગ્રહ પણ આ વિદ્યામંદિરને પ્રાપ્ત થયો છે. આ વિદ્યામંદિરે સંશોધનને લગતી વિવિધ સામગ્રી, વિશાળ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રન્થસંગ્રહ એકત્ર કરવાનું કામ અત્યારે હાથ ધરેલું છે. એ સાથે ડિસેમ્બર મહિનામાં આવનાર મુખ્ય સંચાલક ભાઈ શ્રી. દલસુખ માલવણિયા અને અત્યારે વિદ્યામંદિરનું સંથાલન કરતા ઉપસંચાલકોએ મળીને જૈન આગમોના “ઇન્ડેક્સ’નું કાર્ય કરવાનું છે. શેઠ શ્રી. કસ્તૂરભાઈએ જ્યાં સુધી વિદ્યામંદિરનું પિતાનું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી એને વાપરવા માટે પાનકોર નાકાનું પોતાનું મકાન ઉછીનું આપ્યું છે. ત્યાં રહીને સંસ્કૃતિ વિદ્યામંદિરને લગતું દરેક કાર્ય કરવામાં આવે છે. આ પ્રમાણે આજે ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ વિશિષ્ટ રીતે કાર્ય કર્યું જાય છે. આ સંસ્થાઓ પોતપોતાની યોજનાઓ ઘડી, એકબીજી સંસ્થામાં કામ બેવડાય નહિ એ રીતે કામ કર્યો જાય અને એ રીતે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની વિવિધ શાખાઓને ઉત્તરોત્તર વધુ ઉન્નતિ તરફ લઈ જાય એ ભાવના સાથે આપે મને આપેલા માન માટે આભારની લાગણી વ્યક્ત કરી આ વ્યાખ્યાન પૂર્ણ કરું છું. [જન યુગ, નવેમ્બર 159; “શ્રી ફેર્બસ ગુજરાતી સભાનું વૈમાસિક', જુલાઈ-સપ્ટેમ્બર, 1959]