SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનભંડારેની સમૃદ્ધિ એમ છતાં દિગંબર જ્ઞાનભંડારોમાં વિપુલ પ્રમાણમાં રહેલા દિગંબર આચાર્ય કૃત મહાકાય ગ્રંથોનો આ કેશ માટે ઉપયોગ કરવો એ અતિ મહત્વની વાત છે. બંગાળી લિપિમાં મુદ્રિત “વૌદ્ધાન સો સો ” જેવી બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનોની જે કૃતિઓ ઉપલબ્ધ હોય તેને વીસરવી જોઈએ નહિ. આ પછી આપણે આપણી ગુજરાતી કે રાજસ્થાની ભાષા આદિના કેશ તરફ આવીએ તો આપણું આ જ્ઞાનભંડારોમાં એ કોશોને લગતી ભરપૂર સામગ્રી પડેલી છે. અર્થાત આપ સૌ કલ્પી પણ ન શકે તેટલી મોટી સંખ્યામાં જૈન આગમ, કર્મસાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથ, કાતંત્ર સિદ્ધહેમ-સારસ્વત આદિ જેવાં વ્યાકરણ, રઘુવંશ આદિ મહાકાવ્ય, વામદાર્જ, વિશ્વમુવમેન આદિ ગ્રંથે, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદ્યક, તિષ, ગણિત આદિ અનેક વિષયના ગ્રંથો ઉપર વિક્રમની પંદરમી-સોળમી-સત્તરમી શતાબ્દીમાં રચાયેલા બાલાવબોધ અને સ્તબકોની પ્રાચીન અને લગભગ એ જ સમયે લખાયેલી હસ્તપ્રતિઓ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે, જે આપણું ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશ તૈયાર કરવા માટે ઘણી ઉપયોગી છે. આ સામગ્રી કેટલા વિપુલ પ્રમાણમાં છે એનો આ૫ સૌને ખ્યાલ આપવા માટે મારા આ ભાષણના અંતે પરિશિષ્ટરૂપે પાટણના જ્ઞાનભંડારો અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદને ઉપહંત કરેલા મારા વિશાળ જ્ઞાનસંગ્રહ આદિમાંથી તારવીને તૈયાર કરેલી એક યાદી આપવામાં આવી છે. આ યાદી જેવાથી આપ સૌના ખ્યાલમાં આવશે, કે આપણું પ્રાચીન સંગ્રહોમાં આપણી વિવિધ ભાષાઓના કોશો માટે કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે. આપણું પ્રાચીન ગુજરાતી કોશની દિશામાં આંશિક કાર્ય આપણું ઘણું ગુજરાતી વિદ્વાનોએ કર્યું છે. ડો. સાંડેસરાએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત પ્રાચીન ગૂર્જર ગ્રંથમાલામાં સંપાદિત કરેલા રાસ, ફાગુ, વર્ણકસમુચ્ચય આદિ ગ્રંથમાં કેશકારને ઉપયોગી શબ્દકેશ આપ્યા છે. છેલ્લા છેલા એમણે વર્ણકસમુચ્ચયનો બીજો ભાગ સંપાદિત કરી ઘણુ સામગ્રી પૂરી પાડી છે. આ જ રીતે ભાઈ શ્રી. મધુસુદન મોદી, શ્રી. કે. કા. શાસ્ત્રી, શ્રી. કે. બી. વ્યાસ, ડે. હરિવલ્લભ ભાયાણી, મુનિ શ્રી. અભયસાગરજી, ભાઈ શ્રી. રમણ લાલ શાહ, ડો. બિપિનચંદ્ર ઝવેરી આદિએ પણ આ દિશામાં પિતાને હિસે નોંધાવ્યો છે. સાથે સાથે અહીં એ પણ ઉમેરું કે આપણા ગ્રંથસંગ્રહોમાં સંગૃહીત થયેલા ગ્રંથોના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકેની પ્રશસ્તિઓમાં તેમ જ તિષ, ગણિત આદિ ગ્રંથોમાં સંવત કે સંખ્યા જણાવવા માટે શબ્દાંકે, અર્થાત ચંદ્ર એટલે એક, હસ્ત એટલે બે, અગ્નિ એટલે ત્રણ, ગેસ્તન એટલે ચાર, બાણ એટલે પાંચ આદિ શબ્દાંકે આપ્યા છે; એ શબ્દાંકોનો કોશ થાય એ પણ અતિ જરૂરી છે. આજ સુધીમાં જોયેલા જ્ઞાનભંડારોમાંની હાથપોથીઓ આદિ ઉપરથી આવો એક સંગ્રહ મેં કર્યો છે, જેને વ્યવસ્થિત કરી યથાસમય આપ સૌ સમક્ષ રજૂ કરવા ધારણા છે. - આપણું જ્ઞાનભંડારોમાં ગુજરાતી, રાજસ્થાની કે મિત્રભાષાનું કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે, તેની વિવિધતા અને વિશેષતા જાણવા માટેનું જે સંકેતો છે, તે આપણે જાણવા જેવા અને સેંધવા જેવા છે. સામાન્ય રીતે, આપણી લેકભાષાની દષ્ટિએ આ કૃતિઓમાં આટલી બધી વિવિધતા હેવાનો ખ્યાલ બહુ ઓછાઓને હશે. જેન કવિઓ આદિએ આ ક્ષેત્રમાં જે વિવિધતા આણી છે, તેનાં નામોને નિર્દેશ માત્ર અહીં કરવામાં આવે છે–૧. સંધિ, રાસ, ચતુષ્પદી-ઉપઈ-ચુપઈ-ચુપદી, ચોપાઈ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા. ૨. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલે, સલોકે, હમચી-મચડી, વિસાણી, ગથ્થરનીસાણી, ચંદ્રાઉલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, લુઅરી, વેલી, ગુહલી, હાલરડું, નિશાલગરણું, જમણિયા-ભજનિયાં, હરિઆલી- હીલી, ગરબા. ૩. ફાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230135
Book TitleGyanbhandaroni Samruddhi
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Jain Library
File Size797 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy