________________
શાનની સમૃદ્ધિ
આજ સુધી મેં જે જ્ઞાનભંડારો જોયા છે, તેમાંથી કેટલાક જ્ઞાનભંડારોને બાદ કરીને બાકીના જોયેલા બધાય જ્ઞાનભંડારો તાંબર મૂર્તિપૂજક જૈન જ્ઞાનભંડારે જ છે. એટલે આપ સૌ સમક્ષ મારા વક્તવ્યમાં હું જે રજૂઆત કરીશ, તે બધી મુખ્યત્વે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રીસંધ કે જૈન મુનિવરેના અધિકારમાં રહેલા જ્ઞાનસંગ્રહને લક્ષીને જ કરીશ. એમ છતાં આપ સૌ ખાતરી રાખશો કે આ રજૂઆત એકદેશીય નહિ જ હોય. એનું કારણ એ છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાચાર્યો અને જૈન મુનિઓએ ઉપદેશ દ્વારા જે જ્ઞાનભંડારો ઊભા કર્યા, કરાવ્યા છે, તેમાં તેમણે માત્ર પ્રાકૃત-સંસ્કૃતાદિ જૈન કૃતિઓ જ નહિ, પણ સર્વ ભાષા અને સર્વ વિષયની જૈન-જૈનેતર કૃતિઓનો સંગ્રહ કર્યોકરાવ્યું છે. આ જ કારણને લીધે જૈન જ્ઞાનભંડારે ભારતીય અને વિદેશીય વિદ્વાનના અધ્યયનનું કેન્દ્ર બની શક્યા છે. આપ સૌને જાણીને આનંદ થશે, કે આપણા દેશમાં અને પશ્ચિમના દેશમાં જે અનેક વિષયોને લગતું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તેમાંના સંખ્યાબંધ ગ્રંથોની પ્રાચીન અને મૌલિક હસ્તપ્રતિઓ જૈન જ્ઞાનભંડારમાંથી જ ઉપલબ્ધ થઈ છે. આજે ભારતમાં આટલા અને આ દષ્ટિએ વ્યાપફ અને સમૃદ્ધ આવા જ્ઞાનભંડારો બીજે કયાંય જોવા નહિ મળે.
પાટણ, ખંભાત, જેસલમેર આદિના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહો તે જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ભારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ આદિ દેશનાં અનેક નગર અને ગામમાં જૈન શ્રીસંધ અને જૈન મુનિઓના અધિકારમાં જે જ્ઞાનભંડારે છે, તેમાં આપ સૌની કલ્પનામાંય ન આવે તેવું અને તેટલું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ એમાંથી અનેક વિષયોને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે. આપણે આપણા આ જ્ઞાનકોશનું નિરીક્ષણ અને તેની વિશ્વસ્ત યાદીઓ હજુ સુધી કરી શક્યા નથી. અહીં એટલું ઉમેર્યું કે માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનસંગ્રહે આજે વિદ્યમાન છે, તેમાંની ગ્રંથસંખ્યા, મારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછી મૂકે તો પણ, એ પાંચથી સાત લાખ જેટલી હશે, કદાચ એનાથી અધિક પણ થાય. આ સંખ્યામાં ગ્રામ્ય વિદ્યામંદિર-વડોદરા, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ, ફાર્બસ સભા-મુંબઈ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ ઇત્યાદિ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રન્થસંગ્રહો ઉમેરીએ તો આ સંખ્યા એનાથી પણ વધી જાય. આ સર્વ જ્ઞાનભંડારોનું અવલોકન અને જેની પ્રામાણિક યાદીઓ ન થઈ હોય તેને તૈયાર કરવાનું કામ આપણે ધારી લઈએ તેવું સરળ નથી; તેમ છતાં આ કાર્ય કરવું એ આજના યુગ માટે અતિ આવશ્યક છે અને અતિ રસપ્રદ પણ છે. આ કાર્ય પાછળ ખર્ચ ઘણું થાય એમાં લેશ પણ શંકા નથી અને એ ખર્ચ આપનારા દાતાઓ મળી આવે એમાંય લેશ પણ શંકા નથી; પરંતુ આપણને સ્કૂર્તિશાળી કાર્યકર્તાઓ મળે કે કેમ, જેઓ ગણતરીનાં વર્ષોમાં જ આ કાર્ય પૂરું કરી નાખે ? સદ્દગત શ્રીયુત સી. ડી. દલાલે (ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ) સદ્દગત મહારાજા શ્રી સયાજીરાવ-વડોદરાની આજ્ઞાથી પાટણ અને જેસલમેરના જ્ઞાનભંડારોનું અવલોકન કરી એના જે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યા છે, તે માટે તેમણે ત્રણ-ચાર મહિનાથી વધારે સમય લીધે નહોતા. ગોકળગાયની ગતિએ તે આવાં કામ વર્ષના અંતે પણ પાર ન પડે. આજના ગુજરાતીએ આવાં કાર્યો કરવા માટે સ્મૃતિ મેળવવી પડશે અને મેળવવી જ જોઈએ.
ઉપર જે જ્ઞાનભંડારોની હકીક્ત નોંધવામાં આવી છે, તેમાંના અનેકવિષયક ગ્રંથએની પ્રશસ્તિઓ અને પુપિકાએમાં જે હકીકતે, વસ્તુઓ અને સામગ્રી સમાયેલી છે, તેનું પૃથક્કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org