________________
જ્ઞાનસરાની સમૃદ્ધિ
૧૫
પુરાતન અવશેષો દ્વારા ઐતિહાસિક કાળના સાંસ્કૃતિક ઇતિહાસને પરીક્ષક અને પૂરક એવી સામગ્રી મળી છે. ખાસ કરી લેાથલ, રાડી, સેામનાથ આદિમાંથી પ્રાગૈતિહાસિક અને આદ્ય-ઐતિહાસિક કાળની સંસ્કૃતિ વિશે ઘણી ઉપયાગી માહિતી મળી રહેશે.
આજ સુધીમાં આપણા ગુજરાતના આંશિક ઇતિહાસ વિશે ફ્રાસ, ૫. ભગવાનલાલ ઇંદ્રજી, શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છે. પરીખ, મેં. કામિસરિયેટ, શ્રી. રત્નમણિરાવ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી આદિએ ઘણા જ મહત્ત્વના પ્રયત્નો કર્યાં છે. ગુજરાત વિદ્યાસભાએ ‘ પુરાણામાં ગુજરાત' ( ભૌગોલિક ખંડ ) અને જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' જેવા આકરગ્રન્થ તૈયાર કરાવી આ દિશામાં કેટલીક કીમતી સામગ્રી પૂરી પાડી છે. વળી વસ્તુપાલ અને એનું સાહિત્યમ`ડળ' જેવા કેટલાક મહાનિબંધો દ્વારા પણ કેટલીક અભ્યાસપૂર્ણ સામગ્રી તૈયાર થતી જાય છે. વડાદરાની સ્થળનામસસદે પણ એક મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું છે, તે પણ આપણા ઇતિહાસની પૂર્તિનું મહત્ત્વનું અંગ છે. આમ છતાં ઉપર જણાવેલ સાધનસામગ્રી તેમ જ પ્રસિદ્ધઅપ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓને વિગતે અભ્યાસ કરી એમાંથી ગુજરાતના સામાન્યતઃ રાજકીય અને વિશેષતઃ સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી તારવવા પૂર્વક ગુજરાતનેા સળંગ ઇતિહાસ તૈયાર થાય એ આજના ગુજરાત માટે જરૂરનું છે.
આપણી ભાષામાં મુદ્રા-સિક્કા, શિલ્પકળા, ચિત્રકળા, ભાષા, કવિએ આદિ વિશેનું સાહિત્ય લગભગ નહિ જેવું છે. ચિત્રકળાના વિષયમાં ભાઈ શ્રી. સારાભાઈ નવાબે આપણા ગુજરાતને મહત્ત્વના પ્રથાને સંગ્રહ પૂરો પાડવો છે એ ‘આપણે વીસરી જતા નથી. ડૉ. મંજુલાલ મજમુદાર આદિએ પણ આ શિામાં ઠીક ઠીક પ્રત્યન કર્યાં છે. એમ છતાં આ ક્ષેત્રમાં હજુ પણ કામ કરવાને ઘણા અવકાશ છે. આપ સૌને લાગશે કે મારા ભાષણમાં આપણી ગુજરાતી તેમ જ બીજી અલભ્ય કૃતિ વિશે કેમ કાંઈ નિર્દેશ નથી કર્યાં. આપ સૈાને આ વિશે જણાવવાનુ` કે સદ્ગત ભાઈ શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઈના ‘ ગુર્જર કાવ્યસંચય'ના ભાગેા પ્રાસદ્ધ થયા પછી એ જ દિશામાં આગળ સંક્રિય પ્રયત્ન કરી બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદ્રજી નાહટાએ શ્રીયુત દેશાઈના સંગ્રહમાં નહિ આવેલી નવીન કૃતિઓના સંગ્રહતા એક મેાટે ભાગ તૈયાર કર્યાં છે, અને જેને કાઈ પ્રસિદ્ધ કરનાર નહિ મળવાથી એ એમ ને એમ પડયો છે. આપણે આશા રાખીએ કે એ સંગ્રહ વહેલાંમાં વહેલા પ્રસિદ્ધ થાય. આ ભાગ ઉપરાંત પણ આપણા જ્ઞાનકોશામાં હજુ પણ અજ્ઞાત શૃંગારમંજરી રાસ, આભાણુરતાકર આદિ જેવી ઢગલાબંધ કૃતિઓ છે, જેને સંગ્રહ થવા આવશ્યક છે.
અંતમાં અપ્રાસંગિક છતાં, ગુજરાતી પ્રજા માટે જ નહિ, દરેક વિદ્વાન માટે ઉપયેગી અને મહત્ત્વની હોવાથી એક વાત રજૂ કરવી ઉચિત માનું છું કે આપણા આ શહેરમાં શેઠ શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુબીજનેાના આંતર ઉત્સાહથી · લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ' નામની સંસ્થા આજથી લગભગ બે વર્ષ પૂર્વે સ્થાપવામાં આવી છે. જેમાં માત્ર ગુજરાત જ નહિ, કિન્તુ દેશ-પરદેશના વિદ્વાના આવી સંશેાધન અને અધ્યયન કરી શકે તેવી સામગ્રી એકત્ર કરવાના સંકલ્પ છે. આ સંકલ્પના અનુસંધાનમાં આ વિદ્યામ ંદિરને આ વ્યાખ્યાતા તેમ જ આચાય શ્રી. વિજયદેવસૂરિજી, પં. શ્રી. કીતિ મુનિ, ખેડા જૈન શ્રીસંધ, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી—અમદાવાદ આદિ તરફથી નાના--મેટા કીમતી સંગ્રહા ભેટ મળ્યા છે. તેમ જ એ ઉપરાંત વિદ્યામંદિરની કાર્યવાહક સમિતિની અનુમતિથી અને વિદ્યામ ંદિરને ખર્ચે લગભગ ત્રણ હજાર નવા કીમતી પ્રથા ખરીદ્યા છે, જેમાં કલ્પસૂત્રેા, સંગ્રહણી. શ્રીચંદ્રચરિત્ર, માસમવમાાત્મ્ય, નરસિંહ મહેતાનું મામેરું', ફૂલ્લિો વિવિલા, ઢોલામારુ, ગીતા, બાદશાહી-ચિત્રાવલી અને વિજ્ઞપ્તિપત્ર આદ્ધિ સચિત્ર ગ્રંથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org