Book Title: Gyanbhandaroni Samruddhi Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 3
________________ e] જ્ઞાનાંજલિ કરવામાં આવે તે ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યને ઉમેરે થાય. જેમ આજ સુધીમાં હિંદી ભાષામાં વિવિધ વિષયાનું ખેડાણ અને એને લગતા વિશાળ સાહિત્યરાશિ પ્રકાશ પામ્યા છે અને દિન-પ્રતિદિન મેઢા પ્રમાણમાં પ્રસિદ્ધ થતા જાય છે, તે જ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આપણે વિદ્યાનાં નવાં નવાં ક્ષેત્રાની ઉપાસના અને અધ્યયન કરવાં પડશે; એ સિવાય સમૃદ્ધ ગુજરાતી ભાષાને જીવંત રાખવાતા બીજો એક પણ ઉપાય નથી. એક જમાનામાં પ્રભુત્વ ભાગવતી, આજના રાજસ્થાનના પ્રદેશને આવરી લેતી ભાષાનું સ્થાન આજે હિંદી ભાષાએ લીધું છે તેનું કારણ એ જ છે, કે એ ભાષા આજના યુગનું વિશિષ્ટ સાહિત્ય સઈ શકી નથી, એટલુ જ નહિ, પણ આજની રાજસ્થાની પ્રજાએ પણ સાહિત્યિક ભાષા તરીકે હિંદીને અપનાવી લીધી છે; જ્યારે ગુજરાતી ભાષા આજે એવી કક્ષાએ છે, જેને આપણે પૂર્ણ અને સમૃદ્ધ ભાષા તરીકે ઓળખા–ઓળખાવી શકીએ. આ પરિસ્થિતિમાં આપણી ગુજરાતી ભાષાના વ્યક્તિત્વને સવિશેષ ખીલવવા માટે આપણે વિવિધ વિષયાનું અધ્યયન કરવાપૂર્વક તેને મૌલિક રીતે આપણી ગુજરાતી ભાષામાં ઉતારવા જોઈ એ અને ગુજરાતી ભાષા ખેલતી પ્રજાએ આવા વિષયેામાં જ્વંત રસ કેળવવેા જોઈ એ. આપ સૌના ધ્યાનમાં રહે કે આપણા જ્ઞાનભંડારામાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાએવુ' જે જૈન-જૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે, તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશાને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. આપ સૌના ખ્યાલમાં આવે માટે પ્રાકૃત ટેક્સ્ટ સેાસાયટી —દિલ્હી ' તરફથી પ્રસિદ્ધ થયેલ વિન્ના નામનેા ગ્રંથ, એનાં પરિશિષ્ટ અને પ્રસ્તાવનાએ જોવા ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકૃત, સંસ્કૃત કાશાને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે. સંસ્કૃતપ્રાકૃત કાશાના પુનઃનિર્માતાઓએ આ ગ્રંથ અને આવા દરેક ગ્રથને, માત્ર એનાં પરિશિષ્ટા જોઈ સંતાષ ન માનતાં, સમગ્રભાવે લેવા જ પડશે. જૈન આગમગ્રંથે અને એના ઉપરના વ્યાપ્યારૂપ નિયુક્ત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ ગ્રામાં ઉપયુક્ત સંસ્કૃત-પ્રાકૃત કાશાને લગતી સામગ્રી ઉપરાંત દેશી કાશકારાએ દેશી તરીકે નહિ સ્વીકારેલા અથવા એમની મર્યાદા બહાર હાઈ ઉપેક્ષિત ગણેલા યુવા=5. નેાિ એકી (ટટ્ટીની હાજત), સુવત્તિયા=રૂની ડગલી, રૃત્તિય=આડતિયા, ઢલચ=ઢેખાળા, ક્ષેત્રિયા=ખેતી, વદ્દોઢિયા=વહેળા-વહેાળા, ચેન્નઇએબડા, હેમુદંડયતર=ગૂદાનું ઝાડ, વાળ =પાનેતર, રુદ =ચાંટયું, મળરુ=અનાડી, વિદ્યા સેફ, ઘાસય, મસય–ભરાસા આદિ જેવા સેંકડા દેશી શબ્દો વિદ્યમાન છે, જેએનું પ્રાકૃત-દેશી કોશાની દૃષ્ટિએ મહત્ત્વ હેાવા ઉપરાંત આ શબ્દોની, આપણી ભાષા, સંસ્કૃતિ અને ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયાગિતા છે. આચાર્ય શ્રી હેમચંદ્રે એમની વૈશીનામમારામાં ઘણા દેશી શબ્દો વિશે ટીકામાં આવી તેોંધ કરી છે. અપભ્રંશ ભાષા કે જે આપણી ગુજરાતી ભાષાની જનની છે, તેના કાશ માટેની સામગ્રી આ જ્ઞાનભંડારામાં એછી નથી. આચાર્ય શ્રી. હરિભદ્રસૂરિષ્કૃત ઢિનૈમિäિ, સાધારણકવિકૃત વિજ્રાસવા, ધાહિલકવિકૃત ૧૩રિક અને તદુપરાંત દેવેન્દ્રસૂરિષ્કૃત ઉત્તરાયનસૂત્રવૃત્તિ, કુમારપીટप्रतिबोध, उपदेशमालांदोघट्टो वृत्ति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति भवभावनां प्रकरण स्वेपिज्ञवृत्ति આદિમાં આવતી અનેક કથાઓ, એ અપભ્રંશ કેશનાં સાધના છે. આ સિવાય આ જ્ઞાનભંડારામાં અપભ્રંશ ભાષામાં અને અપભ્રંશપ્રધાન ગુજરાતી કે રાજસ્થાની ભાષામાં રચાયેલી નાની નાની કૃતિ પણ સેંકડાની સંખ્યામાં વિદ્યમાન છે, તે પણ આ કાશ માટે ઉપયાગી છે. આટલી વાત શ્વેતાંબર આચાર્યની કૃતિઓને લગતી થઈ. પરંતુ દિગંબર આચાર્ય કૃત અપભ્રંશ કૃતિઓ તે સંખ્યામાં અને પ્રમાણમાં ઘણી અને ઘણી મેરી છે, જે પૈકી કેટલીક કૃતિઓ શ્વેતાંબર જ્ઞાનસ'ગ્નહેામાં વર્તમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11