________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભકિત
(૨૧) સંભળાવ્યા. આજ્ઞા સાંભળી પિલા જૂઠા ભકતે ડરી ગયા. મનમાં બહુ ગભરાયા, કપાળે કરેલાં ટીલાં ભુસી નાખ્યાં મોટી મોટી માળાઓ હતી. તે ચુલામાં નાખી દીધી. સિપાઈઓ પુછવા લાગ્યા કે તું ભકત છે ત્યારે તે કહેવા લાગ્યું કે હું તો પરમાત્માનું નામ પણ દેતા નથી. મારે અને પરમાત્માના નામને કંઈ સંબંધ નથી. સર્વ જૂઠા ભકતો કહેવા લાગ્યા કે અમે પ્રભુના ભકતજ નથી. માટે અમારું નામ દેશે નહિ. છેવટે પેલે ગરીબ ખેડુત મળે. તેણે કહ્યું કે હું પરમાત્માને ભકત છું, મને ભલે તમે લઈ મારા શરીરનું તેલ કાઢે. રાજાના કામમાં મારું શરીર વપરાશે તે મારા આત્માને ધન્યવાદ આપીશ. તે ભકતને પકડી સિપાઈઓ ઘાણુ પાસે લાવ્યા. તેનું સાહસ અને નિડરતા અને પ્રભુને પ્રેમ જોઈ, પ્રધાને હેને ધન્યવાદ આપે અને બાકીના ખેડુત લડાની પાસેથી કર લીધો. આ દષ્ટાંતમાં કહેલા ભકતની પેઠે પરમાત્માની ભકિત થાય તોજ આત્મકલ્યાણ થાય છે. પરમાત્માની ભક્તિમાં તન, મન, ધન, અને પ્રાણુનો નાશ થાય તે ભલે થાઓ પણ પરમાત્મભક્તિમાં સ્થિર રહેવું એવી જેની દઢ પ્રતિજ્ઞા છે, તેવા પુરૂષો પરમાત્મભકિતથી ખરેખર સત્યસુખ સદાને માટે પ્રાપ્ત કરે છે.
સાકાર પરમાત્માની અર્થાત્ દેહધારી તીર્થંકરની ભકિત છે પણ સિદ્ધ થએલ નિરાકાર પરમાત્માની પણ વ્યક્તિ
For Private And Personal Use Only