Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૨ ) શ્રી ગુરૂએલ. જણાય છે, પણ પિતાના આત્માનું સુખ મેળવવા નીતિને સ્વીકાર કરતા નથી. બહિરાભાઓ અસત્ય વસ્તુઓને સત્ય માને છે અને સત્ય તત્ત્વને અસત્ય માને છે. બહિ. રાત્માઓ વૈષયિક સુખને માટે સાંસારિક વસ્તુઓમાં રાચી માચીને રહે છે. સત્ય દેવ, ગુરૂ અને ધર્મનું તત્ત્વ સમજી શકતા નથી. દુનિયાની જડ વસ્તુઓમાં તેઓ સુખની શ્રદ્ધા ધારણ કરે છે. શરીરથી ભિન્ન અને પુનર્જન્મવાળા આત્માની શ્રદ્ધા તેના મનમાં ઠસતી નથી. કેટલાક બહિરાત્માઓ લેહીને આત્મા માને છે, કેટલાક શરીરની ઉષ્ણતાને આત્મા માને છે, કેટલાક બહિરામાઓ પંચભૂતના સંયોગને આત્મા માને છે; કેટલાક શ્વાસોશ્વાસને આત્મા માને છે. આમ બહિરાત્માઓ અજ્ઞાનથી અનેક કલ્પનાઓ કરે છે. ખરું કહીએતે બહિરાત્માઓ નીતિના ઉચ્ચ સિદ્ધાં તેને પણ પાળી શકતા નથી. તેના મનમાં અનેક પ્રકારનાં પાપકર્મની બુદ્ધિ હોય છે. પરભવ નહિ માનનાર બહિરાત્માએ સરકારના ભયથી ફક્ત સુલેહશાંતિ જાળવી શકે છે, પણ મનમાં તે અનેક પ્રકારના પાપના વિચારે કરે છે. બહિરામાઓ ઉપરથી સારા દેખાય છે પણ તેઓનું હદય તપાસવામાં આવે તો કરૂણા ઉત્પન્ન થયા. વિના રહે નહિ. અહિરાત્માએ હિંસા કર્મથી પાછા હઠતા નથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248