Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ દ્વારા પ્રકાશિત કરવાની તત્પરતા સામે ચાલીને દર્શાવી અને ગ્રંથનું મુદ્રણકાર્ય શરૂ કરવાનું સૂચન કર્યું અને હું એમનો મારા ઉપરનો પરમ ઉપકાર સમજું છું. આખો ગ્રંથ કંપોઝ થઈ ગયા પછી આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ આ ગ્રંથ માટે પ્રાસ્તાવિક લખાણ કરી આપવાની મારી વિનંતી પણ તત્કાલ સ્વીકારી; અને એ મિષે આ કૃતિનું ઝીણવટભર્યું વાચન કરતાં કરતાં પાઠનિર્ણય, શબ્દાર્થ, અનુવાદ પરત્વે તેઓ કેટલાક ફેરફારો સૂચવતા રહ્યા. આમાંનાં કેટલાંક સ્થાનોની શુદ્ધિ અનિવાર્યપણે કરવાની થઈ, તો ક્યાંક એવાં સ્થાનોની વૈકલ્પિક નોંધ લેવાની થઈ. આમ આ ગ્રંથ પ્રગટ થતા સુધી ગ્રંથસામગ્રીમાં જે શુદ્ધિવૃદ્ધિ ચાલતી રહી ત્યારે સાચે જ એ વાતની ખાતરી થઈ કે સંશોધનની પ્રક્રિયાને કદી પૂર્ણવિરામ હોતું નથી. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી પ્રત્યેની મારી કૃતજ્ઞતા અહીં વ્યક્ત કરું છું અને આ ગ્રંથને એમની પ્રસ્તાવના પરિશ્રમને સાર્થક બનાવીએ'નો લાભ સાંપડ્યો એને મારું સદ્ભાગ્ય માનું છું. જૈન સાહિત્ય-સંશોધનમાં એવા જ અન્ય ગળાડૂબ પૂ. આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો પણ હું એટલો જ ઉપકૃત છું. એમણે પણ મારા આ સંશોધનકાર્યમાં ઊંડો રસ લીધો છે. ગ્રંથ પ્રગટ થયા પૂર્વે તેઓશ્રી મારો હસ્તલિખિત શોધનિબંધ અને ખાસ તો ગુણરત્નાકરછંદની સમીક્ષિત વાચના રસપૂર્વક વાંચી ગયા અને કૃતિની કેટલીક સંદિગ્ધ પંક્તિઓના અર્થ બેસાડવામાં જ્યાં મુશ્કેલી અનુભવાતી હતી એ અર્થો એમણે સરળતાથી બેસાડી આપ્યા. મને પીએચડી ની પદવી મળ્યાના સમાચાર મેં એમને આપ્યા ત્યારે ભાવનગરથી વળતી ટપાલે એમણે પત્રમાં લખ્યું: “આનું પ્રકાશન સદ્ય થવું ઘટે. આ અંગે મારે કાંઈ કરવાનું હોય તે સૂચવશો – સંકોચ વિના.” જેમણે સૌપ્રથમ આ કૃતિથી મને પરિચિત કર્યો તે મારા મિત્ર ડૉ. નગીનદાસ જી. શાહનો અત્રે અંત:કરણપૂર્વક આભાર માનું છું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અને મારા શોધનિબંધના એક પરીક્ષક ડો. સુભાષ દવેએ આ ગ્રંથને માટે જે આવકારવચનો લખી આપ્યાં તે માટે તેમનો પણ અત્યંત આભારી છું. લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ તેમ જ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ એ બન્ને સંસ્થાઓએ આ કૃતિની જરૂરી તમામ હસ્તપ્રતો ઉપલબ્ધ કરી આપી તે માટે હું એ સંસ્થાઓનો ઉપકારવશ છું. લા.દ. સંસ્થાના હસ્તપ્રત વિભાગનો હવાલો સંભાળતા મારા મિત્ર ડો. કનુભાઈ શેઠે મને આ કૃતિની સંસ્થામાંની તમામ ઉપલબ્ધ હસ્તપ્રતો હાથવગી કરી આપવામાં ઘણી મૂલ્યવાન સહાય કરી છે એનો અહીં ઋણસ્વીકાર કરું છું. એ જ રીતે એ સંસ્થાના વયસ્ક લિપિનિષ્ણાત શ્રી લક્ષ્મણભાઈ ભોજક લિપિવાચન અને પ્રતપરિચયના કામમાં અત્યંત સહૃદયતાથી સહાય કરતા Jain Education International For Private & Personal Use Only .. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 398