Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ આ જ ગાળામાં મારા માર્ગદર્શક શ્રી જયંતભાઈ કોઠારી મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ તૈયાર કરી રહ્યા હતા, એનો પણ મોટો લાભ આ કૃતિના શબ્દકોશને સહજ રીતે મળ્યો. અહીં કૃતિની સમીક્ષિત વાચનાની સાથે પરિશીલન વિભાગ નીચે છ અભ્યાસપ્રકરણો સામેલ કર્યો છે. ગુણરત્નાકરછંદની વિસ્તૃત સમીક્ષામાં આ કૃતિમાં પ્રયોજાયેલા જુદાજુદા છંદોના છંદોબંધ અંગે પણ રજૂઆત કરી છે. પ્રાચીન કૃતિનું સંશોધન-સંપાદન કેટલી તાલીમ, શિસ્ત, ચીવટ, શ્રમ, નિષ્ઠા અને ધૈર્ય માગી લે છે તે તો આ શોધનિબંધને નિમિત્તે જ પામી શકાયું. સંશોધન-સંપાદનની શિસ્તના તમામ આગ્રહ રાખીને, પણ સાથે આર્ટ કરી મૂકે એવી આત્મીયતા વરસાવીને અત્યંત સૂઝબૂઝભર્યું માર્ગદર્શન પૂરું પાડવા બદલ મારા વડીલ મિત્ર પ્રા. જયંતભાઈ કોઠારીનો હું અત્યંત ઋણી છું. કથળેલી તબિયત પણ શબ્દના અર્થનિર્ણયો માટે “રાજસ્થાની સબદ કોસ' જેવા શબ્દકોશના વિવિધ ભાગો તેમ જ અન્ય સંદર્ભગ્રંથો જોવા માટે તેમણે અનેક વખત લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાં જાતે આવીને મને સહયોગ આપ્યો છે, અથવા એમ જ કહો કે જયંતભાઈ જ એમની સાથે મને ત્યાં વારંવાર ખેંચી ગયા છે. મારા આ કાર્યનાં આરંભનાં વર્ષોમાં શ્રી હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિરમાંથી આ કૃતિની હસ્તપ્રતો મેળવવા તેઓ શ્રમ લઈને મારી સાથે પાટણ આવેલા એનું પણ અત્રે સ્મરણ થાય છે. માર્ગદર્શક તરીકે આવો ખંતીલો શ્રમ જયંતભાઈ સિવાય અન્ય કોણ ઉઠાવે ! શબ્દોના અર્થ, પાઠનિર્ણય, છંદરચનાનું સ્વરૂપ અને કૃતિઅંતર્ગત છંદોબંધ તે સંદર્ભે ઊભા થતા કેટલાક પ્રશ્નોના ઉકેલ માટે ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબ પાસે જ્યારે જ્યારે જવાનું બન્યું છે ત્યારે ત્યારે એમણે ઉમળકાભેર તે-તે વિષયની ચર્ચા કરવાની તત્પરતા દાખવી છે. આ માટે મુ. ભાયાણીસાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ કતિમાં પ્રયુક્ત ચારણી વપરાશના છંદો વિશે ધ્રાંગધ્રાના ગુજરાતીના અધ્યાપક ડૉ. રમણીકલાલ મારુ પાસેથી પત્રવ્યવહાર દ્વારા કેટલુંક માર્ગદર્શન મેળવવાનું જરૂરી બન્યું. મારા પ્રત્યેક પત્રના મુદ્દાસર જવાબો દ્વારા મને સહકાર આપવા બદલ હું ડૉ. રમણીકલાલ મારુનો આભારી છું. શાસ્ત્રાધ્યયન અને સાહિત્ય-સંશોધન પ્રત્યે ઊંડો લગાવ ધરાવતા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનાં પ્રેરક પ્રોત્સાહન અને માર્ગદર્શન આ ગ્રંથનું પ્રકાશન થતાં સુધી સતત મને સાંપડતાં રહ્યાં છે. આ શોધનિબંધ તૈયાર થઈ રહ્યો હતો ત્યારથી જ તેઓ એમાં ઊંડો રસ લેવા ઉપરાંત અવારનવાર કૃતિમાં આવતા જરૂરી જેન સંદર્ભો મને પૂરા પાડતા રહ્યા હતા. પૂજ્યશ્રીએ આ ગ્રંથને શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 398