Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 4
________________ પ્રસ્તાવના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાને આ ગ્રંથ ૬ ઠ્ઠો મુઘલ કાલને લગતો છે. ગુજરાતના ઇતિહાસમાં આ કાલ ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૮ સુધીનાં ૧૮૫ વર્ષોના કાલને આવરી લે છે. ' સલ્તનતની સરખામણીએ મુઘલાઈની હકુમત દરમ્યાન ભારતમાં એકંદરે શાંતિ અને સમૃદ્ધિ વધી હતી. ગુજરાતમાં પણ એની સ્પષ્ટ અસર વરતાય છે, પરંતુ ગુજરાતની સલ્તનત સ્થપાતાં પહેલાં જેમ ગુજરાત પર દિલ્હીની સતનતના નાઝિમેને વહીવટ રહેશે તેમ ગુજરાતની સલતનત પછીના આ કાલ દરમ્યાન અહીં મુઘલ બાદશાહના સુબેદારોને વહીવટ રહ્યો હતો. એમાં કેટલાક શાહજાદાએ તથા ખંડિયા રાજાઓનો સમાવેશ થતો, ઔરંગઝેબના અવસાન પછી દિલ્હીમાં પાયતખ્ત માટે આંતરિક ઝઘડા થવા લાગ્યા ને ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ થયા કર્યા. એની શરૂઆત ઔરંગઝેબના અમલ દરમ્યાન શિવાજીએ સુરત પર કરેલી ચડાઈઓથી થઈ હતી. મરાઠા સરદારો અને પેશવાઓનાં સૈન્ય ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી માંડીને છેક સૌરાષ્ટ્ર સુધી પગપેસારો કરવા લાગ્યાં ને આખરે વડેદરામાં ગાયકવાડની સત્તા સ્થપાઈ. ૧૭૩૭ થી ૧૭૫૩ સુધી મુઘલને ગુજરાતના વડા મથક અમદાવાદમાં મરાઠાઓને સંયુક્ત વહીવટ સ્વીકારવાની ફરજ પડી. પછીનાં ત્રણેક વર્ષ તે ત્યાં મરાઠાઓની પૂરી સત્તા પ્રવતી. છેવટમાં ખંભાતના મોમીનખાન ૨ જાએ મુઘલ બાદશાહ વતી સત્તા હાંસલ કરી, પરંતુ એ પછી સવાદેઢ વર્ષમાં અહીં મુઘલ હકુમતને કાયમ માટે અંત આવ્યા ને ગુજરાતમાં મરાઠાઓની સળંગ સત્તા પ્રવતી. આ કાલ દરમ્યાન ગુજરાતમાં પિટગીઝ વસાહત ચાલુ રહી, પણ એમની સત્તાનાં વળતાં પાણી થયાં, પરંતુ વલંદાઓ અંગ્રેજ ફ્રેન્ચ અને ઓસ્ટ્રિયાની બાબર અને એના વંશજોને ભારતના ઇતિહાસમાં મુઘલો તરીકે ઓળખવાનો રિવાજ છે. પરંતુ બાબરનો મુઘલો સાથે સંબંધ માતપક્ષે હતો. પિતપક્ષે તે એ તુક જાતિના તીમૂરને વંશજ હતો. એનું મૂળ નામ “ઝહીર-ઉદ-દીન મુહમ્મદ હતું. વળી એ ગોલ(મુઘલ) જાતિને ધિક્કારતો ને પિતાને તુર્ક તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતો. આથી આ બાદશાહને ખરી રીતે તુર્ક ગણવા જોઈએ. છતાં અહીં તેઓને મુઘલ તરીકે ઓળખાવ્યા છે તે ઇતિહાસમાં લાંબા કાલથી રૂઢ થયેલ પ્રચલિત પ્રઘાત, અનુસાર સમજવું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 668