Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 181
________________ / ૬૮૦ || સાતમ પૂજા ભૂમિકા બાલ બ્રહાચારી શ્રી નેમિનાથ પ્રભુ સાથેની અવિહડપ્રીત એવી બંધાઈ ગયેલ છે કે હવે જો એક ક્ષણ માત્ર માટે પણ મનથી પ્રભનું વિસ્મરણ થાય તો અમારા પ્રાણ આ નશ્વરદેહ છોડી પ્રભુના ચરણોમાં ચાલ્યા જશે, બસ ! હવે તો આ પ્રાણને દેહમાંટકાવનાર માત્ર ને માત્ર અમારા નેમિપ્રભુ છે તેના થકી જ અમારું જીવન છે તેવા ભાવો આપૂજામાં વ્યક્ત કરેલ છે. નેમિપ્રભુ/ગિરનારની ભક્તિ કરતાં કરતાં હરિ એટલે કે કૃષ્ણ મહારાજા પણ તીર્થંકર નામકર્મ | નિકાચિત કરી આગામી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્ર ઉપર બારમા તીર્થંકર અમમ સ્વામિ તરીકેનું પદ પાલીતાણા વાલા લાજ - સમતારસનું સતત અમૃતપાન કરાવતો, ધીરગંભીર એવા અનેક ગુણોના સમંદરરૂપી ગિરનાર અને તેના ઉત્તેગશિખરે બિરાજમાન શ્રી નેમિપ્રભુનું હરપલ અને હરક્ષણ સુતા-જાગતા નિશદિન અવિરતપણે ધ્યાન ધરીએ છીએ.00 , આ નેમિપ્રભુએ અસીમકૃપા કરીને દુર્લભ એવા માનવભવ, સોહામણા સંયમજીવન અને ગૌરવશાળી ગિરનારનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવેલ છે. તે પ્રભુના આ ઉપકારનો બદલો સંપૂર્ણતયા વાળવાનું મારા જેવા પામર જીવ માટે તો અસંભવ છે તેવું જણાવીને રચનાકાર કહે છે કે આ ઉપકારોની યત્કિંચિત્ ઋણમુકિત માટે મેં તો અતિમૂલ્યવાન એવા મારા મનરૂપી માણેકને આપના ચરણકમલમાં ગિરવે મૂકી દીધું છે. પણ પ્રભુ ! આ શું ? જયાં એક તરફ આપના અનહદ ઉપકારોમાંથી અંશમાત્ર પણ મુક્ત થવા || ૨૮૦ ll

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208