Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 206
________________ || ૨૦% // (૬) “ઉજિત સેલસિહરે દીખા નાણું નિશીહિ જસ્સ, તું ધમ્મ ચક્કવટ્ટીં અરિટ્ટનેમિ નમંસામિ” અથવા “ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ”ની ૨૦ નવકારવાળી. (૭) “શ્રી રૈવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ...” ૯ લોગસ્સ સંપૂર્ણનો કાઉસ્સગ્ન. (૮) ગિરનાર મહાતીર્થના ૯ ખમાસમણાં. ૯૯ યાત્રા દરમ્યાન ૧ વખત મૂળનાયક દાદાની ૧૦૮ પ્રદક્ષિણા / ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન | આખા ગિરનાર ગિરિવરની પ્રદક્ષિણા (લગભગ ૨૮ કી.મી.) ૯ વાર પહેલી ટૂંકના દરેક દેરાસરના દર્શન. ૧ વાર ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા. યાત્રા દરમ્યાન એક વખત ગજપદકુંડના જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરવી. ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કેવી રીતે કરશો ? ગિરનારની ૯૯ યાત્રાથી આપ ગભરાઈ ગયા? તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી – હકીકતમાં શત્રુંજયની ૯૯ યાત્રા કરતાં તો ગિરનારની ૯૯ યાત્રા સાવ સરળ છે. I ૨૦|

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208