Book Title: Ghogha Tirth Itihas Author(s): Kala Mitha Pedhi Ghogha Publisher: Kala Mitha Pedhi Ghogha View full book textPage 9
________________ શ્રી નવખંડા પાર્શ્વનાથાય નમઃ (શ્રી ઘોઘા તીર્થ) સાગરતટ સોહે સુંદર, ઘોઘા બંદર જનમનોહરૂ, પાસ નવખંડા નિરૂપમ નામ, જીરાવલ્લા ચંદ્રપ્રભસ્વામી ભગવાન. શ્રી ઘોઘા તીર્થની પ્રાચીનતા : | શ્રી ઘોઘા તીર્થના અસ્તિત્વનો ઈતિહાસ કે જ્યાં નયનરમ્ય દેવ વિમાન સમા | | જિનાલયમાં ૯૧ સે.મી.ના પ્રગટ પ્રભાવી પ્રાચીન શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન ! !બિરાજમાન છે. શ્રી પ્રગટ પ્રભાવી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાનો ઉલ્લેખ અલગ અલગ સદીઓમાં કરવામાં આવેલ છે. : ઘોઘાતીર્થ સૌરાષ્ટ્રમાં ભાવનગરથી ૨૦ કિ.મી. દૂર આવેલું છે. ખંભાતના અખાતની ખાડીના કિનારા પર વસેલું આ પ્રાચીન સમયનું નામાંકિત બંદર છે. ઘોઘાથી સમુદ્રકિનારે દહેજબંદર દોઢ કલાકમાં પહોંચાય છે, જ્યારે ભાવનગર વસ્યું પણ ન હતું તે પહેલાના કાળમાં પીરમબેટની સ્પર્ધા કરતું આ બંદર હતું. પહેલાના | 1 કાળમાં આ તીર્થ ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરપુર હતું. જૈનોની વસ્તી ઘણીજ હતી. || | સં. ૧૧૬૮માં શ્રી મહેન્દ્રસૂરિશ્વરના ઉપદેશથી શ્રીમાળી જ્ઞાતિના નાણાવટી શ્રી | I હીરૂભાઈએ શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવેલ. તે ઉપરથી કહી શકાય Iકે તે પૂર્વ પણ ઘોઘામાં જૈનોની વસ્તી તથા જિનાલયો વિદ્યમાન હતા. ૧૪મી સદીના I અનેક ઉલ્લેખો ઉપરાંત ૧૪૩૧માં શ્રી ખરતરગચ્છના આચાર્યશ્રી જિનેન્દ્રસૂરિએ મોકલેલ | વિજ્ઞપ્તિપત્રમાં ઘોઘાની શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન વંદન કાર્યોના ઉલ્લેખ છે. ' | વિ.સં. ૧૪૮૩ અને વિશેષ વિ.સં. ૧૪૯૯ની સાલના ઉલ્લેખમાં શ્રી સોમસૌભાગ્ય | કાવ્ય સર્ગ ૯, શ્લોક ૧૦૮માં ઘોઘાના રહેવાસી વસ્તુપતિ નામના શ્રીમંત શ્રાવક કે : જેમણે અસંખ્ય યાત્રાઓ તથા મહોત્સવો પંદરમાં સૈકામાં કર્યા હતા, અને તે સમયમાં : ઘોઘાના શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી આદેશ્વર ભગવાન પણ બિરાજમાન I હતા, તેમજ ૧૫મી સદીમાં પણ શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ છે જ. I ૫ શ્રી ઘોઘા તીર્થમાં શ્રી આદેશ્વર ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન હતા, તે | || હકીકત આજે પણ સ્વીકારવા યોગ્ય છે. કારણકે આજે પણ નવખંડા પાર્શ્વનાથ | ભગવાનના મુખ્ય રંગમંડપમાં શ્રી ચકેશ્વરી માતા તેમજ વિમલેશ્વર દેવની મૂર્તિ સ્થાપેલ મુ દેખાય છે. અને શ્રી આદેશ્વર ભગવાનની નયનરમ્ય મૂર્તિ આજે પણ ભાવનગરના મુખ્ય સૌજન્ય : શ્રી મુકેશભાઈ શાંતિલાલ શાહ, શ્રી વિપુલભાઈ રસીકલાલ શાહ – બોરીવલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28