Book Title: Ghogha Tirth Itihas Author(s): Kala Mitha Pedhi Ghogha Publisher: Kala Mitha Pedhi GhoghaPage 17
________________ (શ્રી રોગ તીર્થ ઈતિહાસ ઘોઘાવાસીઓ દહેજ, ભરૂચ બંદરને સામો કાંઠો કહે છે, જેથી નક્કી કરી શકાય , | છે કે ઉપરોક્ત બંદરો કેટલા નજદીક હશે. | શ્રી ઘોઘા ઉપર ખરી રીતે જો કોઈનો ઉપકાર હોય તો તે પૂજ્યપાદ શ્રી વિજયધર્મ | સૂરિશ્વરજી મ.ના ગુરૂ મહારાજ શાંતમૂર્તિ પૂ. શ્રી વૃધિચંદ્રજી મહારાજનો છે. વિ.સં. : ૧૯૦૦ પહેલા ઘોઘામાં જતિમહારાજનું બહુ જોર હતું અને સંવેગી સાધુઓ બહુ જ I ઓછા હતા. આ કારણથી શ્રાવકો પણ જતિમહારાજોને બહુ માન આપતા અને માનતા I હતા. | જતિમહારાજનો ઈતિહાસ i જતિઓમાં દલીચંદજી જતિ અને વધેચંદજતિનું ઘોઘામાં વર્ચસ્વ ઘણું હતું. તેઓ | I પાસે ઘણી વિદ્યા હતી. એક વખત શ્રી ઘોઘા સંઘે પ્રભુજીનો રથયાત્રાનો વરઘોડો કાઢેલ, | ત્યારે ચાર વાજા આકાશ માર્ગે આવેલ અને વરઘોડો થંભાવી દીધો - વાજીંત્રો બંધ થઈ ગયા, ત્યારે તે વખતે દલીચંદજી જતિએ ચારે વાજાને તાડના રૂપમાં ઘોઘાની ચારે દિશામાં ઉતારી દીધા. જે આજે પણ આટલા વર્ષે લીલાછમ ઉભા છે. જે આ કથનથી સાબિત થાય છે. એક વખત ઘોઘામાં કૉલેરાના રોગનો ઉપદ્રવ થયો. અનેક જીવો મૃત્યુને ભેટતા | હતા. ત્યારે દલીચંદજી જતિને તેની વિદ્યાનો ઉપયોગ કરવા વિનંતી કરતાં તેઓએ મંત્રથી ચાર ચિટ્ટી બનાવી. એક ગામના દરવાજા બહાર બાટલીમાં ઉતારી દાટી, બીજી સ્મશાનમાં દાટી, ત્રીજી દરિયા કિનારે દાટી, ચોથી ચિઢીને નવખંડા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના ઘટમાં બાંધી છે. જ્યાં સુધી ઘંટનો નાદ સંભળાય ત્યાં સુધીમાં T કોઈ રોગચાળો થાય નહિ. જે આજે પણ ઘંટમાં ચિઠ્ઠી અસ્તિત્વમાં છે. ઘોઘામાં સંવેગી સાધુઓનું પહેલ વહેલું ચોમાસું જો કોઈનું થયું હોય તો તે શ્રી વૃધિચંદ્રજી મ.સા.નું અને ભાવનગરમાં સંવેગી સાધુનું પહેલું ચોમાસું થયેલ હોય તો | તે શ્રી બુટેરાયજી મ.સા.નું ઘોઘા અને ભાવનગરમાં વ્યાખ્યાનનો પ્રારંભ થયેલ હોય તો એ આ મહાત્માઓથી થયેલ છે. ઘોઘામાં જુનો ઘાંચીવાડ છે ત્યાં એક મસ્જિદ છે, તેના નગારખાનાના ઉપરના | ભાગમાં સરસ્વતીગચ્છના કુમુદચંદ્ર પ્રતિષ્ઠા કરી એવો વિ.સં. ૧૭૧૯નો લેખ છે અને નગારખાનાના નીચેના ભાગમાં ધર્મસાગર સાધુએ પ્રતિષ્ઠા કરી એવો વિ.સં. ૧૭૧૯નો લેખ છે. ઘોઘાનું, મહુવાનું તથા ધોળકાનું એમ ત્રણે જિનાલયો એક જ શિલ્પીએ બાંધેલા , છે. ત્રણે જિનાલયોની બાંધણી એક સરખી છે. સૌજન્ય: શ્રી મહીપતરાય જયસુખલાલ પરિવાર - ચેમ્બર, ૧૫] NI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28