Book Title: Ghogha Tirth Itihas Author(s): Kala Mitha Pedhi Ghogha Publisher: Kala Mitha Pedhi GhoghaPage 15
________________ (શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ) 1 પોળમાં અથવા (જીરાવલી પોળ)ના નામે ઓળખાતા ખાંચામાં છે તેમાં એક ગૌતમ | સ્વામીની મૂર્તિ છે, તેના પર વિ.સં. ૧૩૫૭નો લેખ છે. બીજું શીખરબંધી જિનાલય આઠમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું ભજીપોળ નામે 1 ઓળખાતા લતામાં છે. તેના એક ગોખલામાં શ્રી વિજયદેવસૂરિ મ.સા.ના પગલા છે. આ તેના પર વિ.સં. ૧૭૧૬ કાર્તિક સુદ ૧૩ અને સોમવારનો લેખ છે. ઉપરાંત બીજા નું પ્રાચીન અવશેષો ઘણા છે. વિ.સં. ૧૮૧૮ની પહેલા બેચાર વર્ષે એટલે કે વિ.સં. ૧૮૧૪ અને ૧૮૧ ની આસપાસ પ્રતિષ્ઠા થઈ હશે. આ જિનાલય ખૂબ કારીગરીવાળું , I અને મનોહર બનાવેલ છે. આ મંદિરની રચના રાજા કુમારપાળના સમયની માનવામાં | આવે છે. એટલે કે નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું નવું જિનાલય થયું તેના કરતા બહુ ! | પ્રાચીન છે. ઈતિહાસકારોના મતે પ્રાચીન જિનાલય શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું છે. ચંદ્રપ્રભુ ! સ્વામીના જિનાલય પછી શ્રી જીરાવલા પાર્શ્વનાથ અને ત્યારપછી શ્રી નવખંડા પાર્શ્વનાથનું 1 નવું જિનાલય થયું છે તેવી જે લોકોની માન્યતા છે તે સાચી છે તેમ ઘોઘાવાસીઓ કહે : I છે. | શ્રી ઘોઘા તીર્થનું અસલ નામ ગુંડીગઢ હતું અને વલ્લભીપુરના રાજાઓના સમયમાં ! 1 એ મહત્ત્વનું બંદર હતું, પરંતુ તે રાજ્યની પડતી થતાની સાથે બંદરની મહત્તા પણ | ઘટી ગઈ. આ બંદર ઉપર વેપારી માલની આવક જાવક ઘણી જ હતી. | શ્રી ઘોઘા તીર્થ સમુદ્રના કિનારે આવેલ છે. કહેવાય છે કે સમુદ્ર ક્યારે પણ માજા | 1 મૂકે નહિ. પરંતુ સમુદ્ર માજા મૂકી. ઘોઘા ગામમાં સમુદ્રના પાણી ચારે તરફ ભરાય I અને વધુને વધુ પાણી ભરાવા લાગ્યા. ત્યારે ઘોઘાના તરવૈયાઓએ નગરશેઠશ્રી ધરમચંદ | | મગનલાલને પોતાના ખભા પર બેસાડી ચંદ્રપ્રભુના જિનાલય પાસેના કિનારે લઈ જઈ | ત્યાં ચૂંદડી અને મોડીયાથી સમુદ્રની પૂજા કરી અને જમણા હાથની આંગળીના વેઢામાં ! વાઢ મૂકી રક્તના છાંટણા સમુદ્રમાં નાખ્યા અને પછી જ સમુદ્રના પાણી પાછા વળવા શરૂ થયા. ઘોઘા સંકટમાંથી ઉગરી ગયું. મહાજનનો કાંટો નામની પ્રખ્યાત જગ્યામાં કહેવાય છે કે તેલના મોટામોટા ટાંકા હતા. સંજોગોવશાત તે ટાંકા કુદરતી રીતે જ ખાલી થઈ ગયા, અને તે તેલ પોરબંદરના દરિયા કિનારે નીકળ્યું અને કહેવાય છે કે ત્યારથી II | ઘોઘાની પડતીની શરૂઆત થઈ. | ધોવાતીર્થ સમુદ્ર રસ્તે દહેજ – ભરૂચ બંદરથી એટલું નજદીક છે કે રાત્રિના મધ્ય સમયમાં જ્યારે સંપૂર્ણ શાંતિ હોય છે ત્યારે દહેજ ભરૂચના ભસતા કુતરાઓનો અવાજ ! ઘોઘાના કિનારે, અને ઘોઘામાં ભસ્તા કુતરાઓનો અવાજ ભરૂચના કિનારે આજે પણ સંભળાય છે, તેમજ અંધારી રાત્રીઓમાં એકબીજા બંદરથી ઝીણી ઝીણી બત્તીઓ પણ I જોઈ શકાય છે. સૌજન્ય : શ્રી રતીલાલ ઉક્કડભાઈ પરિવાર - બોરીવલી Sunil ૧૩] LLLLLLLLL Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28