Book Title: Ghogha Tirth Itihas
Author(s): Kala Mitha Pedhi Ghogha
Publisher: Kala Mitha Pedhi Ghogha

View full book text
Previous | Next

Page 13
________________ 'શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ | હતું. ભગવાનને બહાર કાઢી જોયું તો નવખંડ જોડાઈ ગયેલ પરંતુ નવેનવ સાંધા પૂરાયા ! નહીં. જે આજે પણ નવ સાંધા સ્વરૂપે સ્પષ્ટ જોઈ શકાય છે. નવખંડા પાર્શ્વનાથ ભગવાનના પરિકર ઉપર લખેલ લેખ મુજબ વિ.સં. ૧૮૬૫ / : વૈશાખ વદ ૧૦ને શુક્રવારે ભગવાનની પ્રતિષ્ઠા શ્રી તપાગચ્છ પ.પૂ.મ.સા. શ્રી જિનેન્દ્ર સૂરિશ્વરજી મ.સા.ના વરદ્હસ્તે થઈ અને ત્યારથી દર વર્ષે વૈશાખ વદ ૧૦નાં સાલગીરી | ખૂબ જ ધામધૂમથી હર્ષઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયની બાંધણી મનોહર અને વિશાળ છે. | દહેરાસર ફરતો કોટ છે અને વચ્ચોવચ શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું ત્રણ શિખરવાળું મંદિર છે. કુલ ચાર મંદિર આ કોટમાં આવેલ છે. કોર્ટમાં દાખલ થતાં જ ડાબી બાજુ શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. વિ.સં. ૧૮૬૦ અને ૧૮૬૬માં ઘોઘાના જ શ્રાવકોએ મૂર્તિ ભરાવી છે. શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શેઠશ્રી ધરમચંદ મગનલાલના પૂર્વજોએ કરાવેલ છે. | આ વિ. સં. દરમિયાન ઘોઘામાં શ્રી કેશવજી કોટવાલ શૂરા, શ્રી દેપાળ શેઠ, I 1 શ્રી કુંવરજી શેઠ, શ્રી ખમંડ શેઠ, શ્રી બાલાભાઈ શેઠ, શ્રી કીકાભાઈ વજેચંદ શેઠ, શ્રી મોહન વાઘજી શેઠ વગેરે શ્રેષ્ઠીવર્ય થઈ ગયેલ. શ્રી ઘોધામાં ઈંગ્લીશ ભણવા માટેની સગવડ ઉપલબ્ધ નહોતી, ત્યારે ઘોઘાના જૈન વતની શેઠ શ્રી હીરાચંદ રામચંદ શાહ પરિવાર તરફથી ઈગ્લીશ સ્કુલ બંધાવી અને શરૂ કરવામાં આવેલ છે. - શ્રી ઘોઘા તીર્થમાં બે વિશાળ ઉપાશ્રય છે. અત્રે પ્રાચીન હસ્ત લિખીત પોથીઓનો ભંડાર પણ સુંદર દર્શનીય છે. આજ રીતનું આવી જ બાંધણીનું બીજું દહેરાસર શ્રી સુવિધીનાથ ભગવાનનું જમણી , | બાજુ આવે છે. - ત્રીજું જિનાલય શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનના જિનાલય સામે જ બાવીસમાં તિર્થકર શ્રી નેમિનાથ ભગવાનનું છે, જેમાં મૂર્તિઓ પલાસણ છે. I. ચોથું જિનાલય શ્રી ચૌમુખજીનું છે, જેમાં સમવસરણમાં એક આરસના અને બીજી વાં પંચધાતુના ચૌમુખજી બિરાજમાન છે. આ બંને સમવસરણ શ્રી ગંધારના સંઘે બનાવેલ | લાગે છે. જે વખતે ગંધારમાં પ્રલય થયો હતો તે વખતે ૩૫૦ પ્રતિમાજી વગેરેને દહેજ ! બંદરમાં લાવ્યા હશે અને ત્યાંથી જ શ્રી ઘોઘાતીર્થમાં આવેલ હશે. કારણ આ સમવસરણો | વિ.સં. ૧૫૧૧માં ગંધારમાં પ્રતિષ્ઠિત કરાવવામાં આવેલ. તેવો શીલાલેખ તેના પર છે. આ જિનાલયમાં શ્રી ધર્મઘોષ સૂરિશ્વરજીની મૂર્તિ છે, તેની બાજુમાં સાધુ મુનિરાજની મૂર્તિઓ છે. ઘોઘામાં બીજા જિનાલય શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું પરસોત્તમ મહીરાની સૌજન્ય : શ્રી પ્રવિણચંદ્ર પરસોત્તમદાસ શાહ સહપરિવાર - માટુંગા Nutritin ૧૧ in Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28