Book Title: Ghogha Tirth Itihas
Author(s): Kala Mitha Pedhi Ghogha
Publisher: Kala Mitha Pedhi Ghogha

Previous | Next

Page 11
________________ (શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ | જિનાલયમાં બિરાજમાન છે અને તેજ રંગમંડપમાં શ્રી પદ્માવતીદેવી અને શ્રી પાર્શ્વયક્ષની | | મૂર્તિ બિરાજમાન છે. આમ કેમ બન્યું હશે તેનો ઉલ્લેખ કંઈ જ મળતો નથી. પરંતુ એ || આજે જેઓ ૮૫ થી ૯૦ વર્ષમાં પહોંચેલ છે, તે શ્રાવક શ્રાવિકા પાસેથી જાણવા મળે છે છે કે જ્યારે ફરી નવખંડા ભગવાનને બિરાજમાન કરેલ ત્યારે શ્રી આદેશ્વર ભગવાનને - ભાવનગર બિરાજમાન કરેલ હશે. હાલમાં શ્રી ઘોઘાતીર્થમાં નવખંડા પાર્શ્વનાથ ભગવાનના વિશાળ રંગમંડપમાં શ્રી પદ્માવતી દેવી તથા પાર્શ્વયક્ષની દેરીઓ પાછળથી બનાવી પ્રતિષ્ઠિત કરેલ હશે. | શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનનો, તેના જિનાલનો કેમ, ક્યારે અને કોણે | || વિચ્છેદ કર્યો તેનો ઈતિહાસ આ પ્રમાણે જણાવે છે. શ્રી સૌભાગ્યવિજયજી મહારાજે ! પોતાની “તીર્થમાળા' વિ.સં. ૧૭૫૦ બનાવી ત્યારે લખ્યું છે કે વિ.સં. ૧૪૯૯માં શ્રી નવખંડા પાર્શ્વનાથ તથા શ્રી આદેશ્વર ભગવાન પણ ઘોઘામાં હતા. iા પરંતુ ત્યારપછી મલેચ્છાએ શ્રી નવખંડા પાર્શ્વનાથજીના નવખંડ કરી પોટલી બાંધી ભાવનગરના વડવામાં આવેલ બાપેસરના કુવામાં નાખી દીધા હશે. અમુક કાળ વ્યતિત | થયે ઘોઘાના એક પુણ્યશાળી શ્રાવકને સ્વપ્ન આવ્યું કે, “બાપેશરના કુવામાં નવટુકડાના ! રૂપે પોટલીમાં પ્રભુજીની પ્રતિમા છે તે પોટલી હીરના તાંતણે બાંધીને બહાર કાઢ. ત્યારબાદ તે નવટુકડા તમે નવમણ લાપસીમાં ગોઠવશો અને નવ દિવસ પછી બહાર કાઢશો અને તે નવટુકડા તમે ઘોઘામાં લઈ જશો.’ આ વાતની તુરત ભાવનગર સંઘને 1 જાણ થતા નવટુકડા કુવામાંથી કાઢયા અને પછી પોતાનો હક સ્થાપિત કર્યો. અને બંને ! I સંઘ વચ્ચે મડાગાંઠ ઉભી થઈ. છેવટે બંને સંઘે મળી એવો નિર્ણય કર્યો કે ભગવાનના | | નવ ટુકડા બળદ વગરના ગાડામાં મુકી તે ગાડાની ધુસરી કુદરતી રીતે જે બાજુ વળે , તે ત્યાં લઈ જવા. અને આખરે ઘોઘા ગામના પુણ્યોદયે ધુસરી ધોધા તરફની દિશામાં | વળી અને ભગવાનને ધામધુમથી ઘોઘા લાવવામાં આવ્યા. ત્યારબાદ શ્રાવકને આવેલ સ્વપ્ન પ્રમાણે નવેનવ ટુકડાને નવમણ લાપશીમાં ગોઠવ્યા અને નવમાં દિવસે બહાર T કાઢવા તે પ્રમાણે સ્વપ્ન મુજબ નક્કી કર્યું. તે સમયે ભરૂચથી વહાણમા પાલિતાણા જવા માટે સંઘ નીકળેલ હતો. પરંતુ | કાળક્રમે તે સંધ સમુદ્રમાં જ ૮ (આઠ) દિવસ રહ્યો અને નવમાં દિવસે ઘોઘા બંદર પધાર્યો. સંઘપતિને નવમાં દિવસે માળ પહેરવાનું મૂર્ણત હતું. જેથી ભરૂચના સંઘે શ્રી , નવખંડા પાર્શ્વનાથના દર્શન કરવાની ઈચ્છા દર્શાવી. અંતઃકરણપૂર્વકની દર્શન કરવાની ઈચ્છાને ભરૂચનો સંઘ રોકી શક્યો નહિ અને ઘોઘાના સંધે ભરૂચના સંઘનું પચ્ચીસમાં તીર્થકર સ્વરૂપે બહુમાન જાળવવા એક દિવસ વહેલા એટલે કે નવમાના બદલે આઠમા દિવસે ભગવાનને લાપસીમાંથી બહાર કાઢ્યા, જે અવધી પ્રમાણે એક દિવસ વહેલું સૌજન્ય : શ્રી રમેશચંદ્ર ખાંતીલાલ પરીખ પરિવાર – પાર્લા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28