Book Title: Ghogha Tirth Itihas
Author(s): Kala Mitha Pedhi Ghogha
Publisher: Kala Mitha Pedhi Ghogha

Previous | Next

Page 25
________________ (શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ , સૂરીશ્વરજી મ.સા. તથા સાધુ-સાધ્વી મ.સા.ને ત્યાં અગ્નિ સંસ્કાર દેવાતા હતા. જેમાં || શ્રી ગુલાબ વિજયજી મ.સા.ના કાળધર્મ પછી તેમની કાઢેલ પાલખીને અને જ્યારે આ ઉપરોક્ત જગ્યાએ મૂકવામાં આવી ત્યારે તે પાલખી એક બાજુ નમતી રહી. પાલખીને સરખી કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે પાલખી એક બાજુ નમતી જ રહી અને આજે પણ તેમના ચરણ પાદુકાની દેહરી પણ એક બાજુ નમતી રહેલી છે. અત્રે શ્રી દલીચંદજી યતીનો પણ અગ્નિસંસ્કાર થયેલ છે. દર વર્ષે આ દેહરીના દર્શને સકળ સંઘ સાથે પધારે છે. અરબી ભાષામાં લખાયેલ ઈ.સ. ૧૬૭૭નો એક શિલાલેખ અહીંથી મળી આવેલ. છે અને આ સ્થળની પ્રાચીનતા પુરવાર કરે છે. ઈ.સ. ૧૩૨૫માં મોકડાજી ગોહિલે મુસ્લિમો પાસેથી ઘોઘા જીતી લીધું. ઈ.સ. ૧૩૪૭માં દિલ્હીના સુલતાને ફરી ઘોઘાનો કબજો મેળવ્યો, ત્યારપછી સોળમી સદીમાં ઘોઘા એક મહત્ત્વના બંદર તરીકે વિખ્યાત થયું. પણ ૧૬૧૪માં ફિરંગીઓએ બંદરનો નાશ કરતાં ઘોઘાની સમૃદ્ધિ ઓસરી ગઈ. ૧૯મી સદીના આરંભે ઘોઘા અંગ્રેજ હકુમત હેઠળ આવતા ફરી એ ધીકતું બંદર બની | ગયું, પણ ભાવનગરનો વિકાસ થતાં ઘોઘાની મહત્તા ઘટતી ગઈ. - શ્રી ઘોઘા તીર્થમાં આગળ જણાવેલ પ્રમાણે ઘણા બધા પ.પૂ. આચાર્ય મહારાજશ્રીઓ પધારેલ હતા. તેમાં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિશ્વરજી, વિજયસેન સૂરિશ્વરજી મ., વિજય સિંહસૂરિશ્વરજી મ. એ વિજય પ્રભસૂરિશ્વરજી મ.સા. અવાર નવાર પધારેલ હતા. તેમાં પણ વિશેષ નામ તરી આવે તેવું પૂજ્યપાદ ઉપાધ્યાય મ. શ્રી યશોવિજયજી મ. ઘોઘામાં રહેલ અને ઘોઘાના સમુદ્રને જોઈને એક નાનો પણ મહત્ત્વનો ગુજરાતી | 1 ભાષાનો પબદ્ય ગ્રંથ “સમુદ્ર વહાણ સંવાદ' નામનો ૧૭ ઢાળનો ગ્રંથ ૧૭૧૭ની સાલમાં પણ બનાવેલ છે. તો આપ એક વખત જરૂર ઘોઘા તીર્થમાં દર્શન-પૂજન માટે પધારશો. . " લંકાની લાડી અને ઘોઘાનો વરની જૂની કહેવતનું સર્જન કરતું ઘોઘા પ્રાચીન બંદર 1 છે. - સૌજન્ય : શ્રી નવિનચંદ્ર રાયચંદ સંઘવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28