Book Title: Ghogha Tirth Itihas
Author(s): Kala Mitha Pedhi Ghogha
Publisher: Kala Mitha Pedhi Ghogha

Previous | Next

Page 23
________________ ' શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ) I પણ કાળક્રમે તેનું પતન થયું. તે સમયમાં ભગવાનની મૂર્તિઓના રક્ષણ માટે પથ્થરની | કુંડીઓ બનાવી તેમાં સંતાડવામાં આવતી હશે. એક વખત ત્યાંના એક ખારવાએ સારો I પથ્થર જોતા, તે પથ્થર લેવા જતા નીચે પથ્થરની કુંડી નીકળી, જેમાં ભગવાન હતા ને તેમાંથી એ ભગવાન તેણે ઘોઘાના શ્રાવકને કિંમત લઈ વેચેલી. જ્યારે શ્રાવકે બીજી આ પ્રતિમા હોય તો લાવવા કહેલ. પરંતુ ખારવાને તો લોભ લાગ્યો અને વાત સરકારના સુધી પહોંચી ગઈ. સરકારે આ પ્રતિમાનો કબજો લીધો. પરંતુ અમદાવાદવાસી I શ્રી મનસુખલાલ ભગુભાઈએ કલેકટર સાથે પત્ર વ્યવહાર કરી મૂર્તિઓને કબજે કરી, I શ્રી ઘોઘા સંઘને સુપ્રત કરી. આમાંની ઘણી મૂર્તિઓ ઘોઘાના અલગ અલગ જિનાલયમાં રાખેલ છે તેમજ શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનના દહેરાસરમાં પણ બીરાજમાન કરેલ છે બાકીની મૂર્તિઓ ત્યાંના ભોંયરામાં રાખવામાં આવેલ હતી. હાલ અત્યારે પણ શ્રી ઘોઘામાં બે સ્ફટીકની સુંદર મૂર્તિઓ બિરાજમાન છે. પીરમબેટમાંથી મળેલ દરેક મૂર્તિઓ ઉપર ચૌદમી સદીના લેખ કોતરાયેલ જોવામાં આવેલ છે. | સૌરાષ્ટ્રમાં ઘોઘાની પંચતીર્થમાં આગવી ગણના કરવામાં આવે છે. 1 ઘોઘામાં એવા તો સમૃદ્ધ અને સુખી શ્રાવકો હતા કે જેઓની દેશ પરદેશમાં નામના ! | હતી. ગોડીજી પાર્શ્વનાથ : બાલાભાઈની ટુંક પાલીતાણા મુંબઈનું પાયધુનીનું ગોડીજી પાર્શ્વનાથજી કે જેમની મૂળ નાયક તરીકે પ્રતિષ્ઠા ઘોઘા . T નિવાસી મહાન પુણ્યશાળી શ્રીમાન શેઠશ્રી કલ્યાણજી કાનજી પરિવારના શુભ હસ્તે સંવત I વૈશાખ સુદ-૧૦ના મંગલમય દિવસે થયેલ હતી. ઘોઘા ગામની બહાર એક કીલોમીટર દૂર સોનારીયા તળાવની પાસે દાદાસાહેબ 1 નામની જગ્યામાં દહેરીમાં ત્રણ ચરણ પાદુકા છે. (૧) તકરાજગા પાદુકા (૨) હેમવિમલ સૂરિશ્વરજી મ.સા.ની પાદુકા (૩) દયા ઉરાજ ગણી છે. આ સ્થાપના શ્રી દેવેન્દ્ર, - સૂરિશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે થયેલ હતી. વર્ષો સુધી દર વર્ષે કારતક સુદ ૧૫ના દિવસે ઘોઘાનો સકળ સંઘ અત્રે પધારી શંત્રુજયના પટને જારે છે અને અત્રે પૂજા : 1 ભણાવવામાં આવે છે. બીજું પાલિતાણામાં ગીરીરાજ ઉપર શેઠશ્રી મોતીશાહની ટૂંકની સામે ઘોઘાનાં રહીશ શેઠ બાલાભાઈની ટુંક ઉર્ફે શેઠશ્રી દીપચંદભાઈ કલ્યાણજીએ બંધાવેલ છે. | આજ રીતે ભાવનગરના રસ્તે સાત દેરી નામે જગ્યા છે, જેને જતીઓની દહેરી II ' પણ કહે છે, અહીં પહેલાંના સમયમાં જતી મહારાજ અને ત્યારપછીના સમયમાં સૌજન્ય: શ્રી કીરીટભાઈ કાંતીલાલ શાહ – મુલુંડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28