Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) દૂર દેશથી દર્શન કરવા, અનેક ભવિજન આવે રે; પ્રેમ અશ્રુ પરમેશ્વર પંખી, નયન કમળમાં લાવે રે. શ્રી. 'પ ગડગડ ગડગડ નોબત વાજે, પ્રેમ ઉત્તમ ઉપજાવે રે; દીવ્ય તીર્થની શોભા દીલમાં, દીવ્ય ભાવ પ્રગટાવેરે. શ્રી ૬ કામીને જેમ કામિની હાલી, લોભીને જેમ દામ રે; પાર્વતી કેરી જે પ્રીતિ શિવમાં, શ્રી સીતાને રામરે. શ્રી. ૭ હે પ્રભુ પાથજીનેશ્વર? યારા, એ પ્રીતિ મુજને આપેરે; આપ ચરણમાં રાચું માચું; સ કષ્ટ મુજ કાપરે. શ્રી. ૮ ગાંડા ઘેલે મનનો મેલ, સદાચાર નવ જાણું રે, અજીત કહે એનાથ? નિરંજન પડયું તુજ સંગે પાનું રે. શ્રી. ૯ શ્રી સિદ્ધારતવન, (૨) નાથ કૈસે ગજ બંધ છુડા. એ રાગ. આદિનાથ સિદ્ધાચલકેરાવાસી, શિવપુરીનાવિહારિવિલાસી. આદિ. ટેક શે મહિમા ? સિદ્ધાચલ કેરે, મુખથી કહ્યો નવ જાય; દર્શન કરતાં દીવ્ય દૃષ્ટિથી. આનંદ ઉર ઉભરાય. આદિ. ૧ રત્ન સમૂહને નાથ પારસમણિ, કલ્પતરૂ તરૂવરને; તૈજસ-રાશિનો સૂર્યશિરોમણિ, સિદ્ધઅચલગિરિવરને. આદિ ર વિધતણું સહુ વૈદ્ય જનને, ધવંતરિ વિઘ રાય; સવ સરિતામાં ઉત્તમ ગંગા; એમ તું સિદ્ધ સદાય. આદિ. ૩ હારા પ્રતિ શુભ પગલાં ભરતાં, પાપ સમૂહ પળાય; આદિનાથ તણું ઉત્તમ આસન, દેખીને દીવ્ય થવાય, આદિ૦ ૪ પુ૫ સમૂહને પાર નથી કંઈ, ઉત્તમ વૃક્ષ અપાર; સિદ્ધ સમૂહએ સેવેલ ડુંગર, પ્રગટાવે મનડામાં યાર. આદિ. ૫ આદિ પ્રભુજીને શિરપર ધાર્યા, માનું મહા મહિમાય; હૈયાની અંદર રહેજે નિરંતર, પ્રેમેથી લાગું છું પાય. આદિ ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 232