Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ 13 द्वात्रिंशिका • ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર • સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિય. તેમાં શમ મુખ્ય છે. અને સંવેગાદિ ઉતરતા ક્રમે છે. પ્રાપ્તિની દષ્ટિએ વિચારતાં આસ્તિક્યના ક્રમે આ પાંચ મળે છે અને એ રીતે મળેલા તેઓ સાનુબંધ લાભ કરાવે છે. દીક્ષા લેનારને દીક્ષા નિમિત્તે પૂજા-પૌષધ વગેરે ધર્મનો થતો ત્યાગ સ્થૂળ સ્વરૂપ છે, તેમાં ક્ષાયોપથમિક ક્ષમા વગેરે સૂક્ષ્મ ગુણોનો ત્યાગ નથી થતો. માટે તેમનો ધર્મસંન્યાસયોગ અતાત્ત્વિક છે. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પ્રવ્રજ્યાને યોગ્ય જીવના “૧૬” ગુણ બતાવ્યા છે. એ ગુણ વિનાનો જીવ જ્ઞાનયોગને આરાધી શકતો નથી. - તેવો ઉલ્લેખ ગ્રંથકારશ્રીએ કરેલ છે. (ગા.૧૧-૧૨). યોગના બીજી રીતે બે પ્રકાર પાડી શકાય. તાત્ત્વિક અને અતાત્ત્વિક. જે મોક્ષ સાથે જોડી આપે તે તાત્ત્વિક યોગ. બાકીના અતાત્ત્વિક યોગ યોગાભાસરૂપે જાણવા. અધ્યાત્મ અને ભાવના આ બે વ્યવહારનયથી તાત્ત્વિકયોગ છે. તે અપુનબંધક અને સમકિતીને હોય છે તથા નિશ્ચયનયથી તાત્ત્વિક યોગ દેશચારિત્રી અને સર્વવિરતિધર જીવોને હોય છે. સબંધક વગેરે જીવોનો યોગ અતાત્ત્વિક હોય છે, માત્ર વેષસ્વરૂપે કે બાહ્ય ક્રિયા સ્વરૂપે હોય. તેના યોગો દેખાવમાત્ર, અનર્થફલક યોગાભાસ છે. ઉત્તરોત્તર શુદ્ધિવાળા, પારમાર્થિક સ્વરૂપવાળા ધ્યાન - સમતા - વૃત્તિસંક્ષય નામના તાત્ત્વિક યોગો ચારિત્રધર પાસે જ હોય છે. (ગા.૧૩ થી ૧૬). નિકાચિત કર્મો યોગને નિરનુબંધ બનાવે છે. આ અપેક્ષાએ નંદીષેણ મુનિ, અષાઢાભૂતિ વગેરેની પૂર્વ અવસ્થામાં પ્રારબ્ધ યોગ નિરનુબંધ કહેવાય. ધન્ના અણગાર વગેરેનો યોગ સાનુબંધ હતો. કારણ કે તેમને યોગમાં બાધક કર્મ હતા નહિ. તથા ગજસુકમાળ મુનિ અને મેતારક મુનિને દીક્ષા બાદ ઉપસર્ગકારી કર્મો ઉદયમાં આવવા છતાં તેઓ ચલિત ન થતાં મોક્ષે ગયા. કારણ કે તેમના કર્મો સાધના ભ્રષ્ટ કરે તેવા નિકાચિત ન હતા. મુખ્યતયા અહીં નિકાચિત કર્મ તરીકે ઘાતિકર્મ અભિપ્રેત છે અને તેમાં પણ ચારિત્રમોહનીય કર્મ અભિપ્રેત છે. આવું ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. (ગા.૧૭) બીજી રીતે યોગ સાશ્રવ અને અનાશ્રવ એમ બે પ્રકારે છે. નિરુપક્રમ ચારિત્રમોહનીય કર્મના કારણે દેવ-મનુષ્ય વગેરે અનેક જન્મનું જે કારણ હોય તે સાશ્રવ યોગ કહેવાય અને એક જ ભવ વાળા ચરમશરીરી જીવોને નિરાશ્રવ યોગ હોય છે. (ગા.૧૮) યોગી પુરુષોને ચાર વિભાગમાં વહેંચી શકાય. નામયોગી, કુલયોગી, પ્રવૃત્તચયોગી અને નિષ્પન્ન યોગી. જે યોગીના કુળમાં જન્મ પણ યોગીનો ધર્મ પાળે નહીં તેને નામયોગી અથવા ગોત્રયોગી કહેવાય. યોગીના કુળનો ધર્મ જે આચરે તે કુલયોગી. જેઓ ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમને પામેલા હોય તથા ધૈર્યયમ અને સિદ્ધિયમને પામવાની ભાવનાવાળા હોય તથા શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ વગેરે ગુણોથી યુક્ત હોય તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય. નિષ્પન્નયોગીઓને અસંગ પ્રવાહે અનુભવથી યોગ સિદ્ધ થયેલ હોય છે. નામયોગી અને નિષ્પન્નયોગી માટે પ્રસ્તુત શાસ્ત્ર દ્વારા કોઈ લાભ શક્ય નથી. પરંતુ યોગના અધિકારી એવા કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગીને આ શાસ્ત્ર ઉપકારી છે એવું ગ્રંથકારશ્રી જણાવે છે. (ગા.૧૯ થી ૨૪) યમના ચાર પ્રકાર છે. ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ અને સિદ્ધિયમ. યમવાળા સાધકોની કથામાં આનંદથી યુક્ત યમવિષયક ઈચ્છા તે ઈચ્છાયમ. ઉપશમભાવ સહિત યમનું પાલન તે પ્રવૃત્તિયમ. ક્ષયોપશમના ઉત્કર્ષથી પોતાની સાધનામાં અતિચારનો અભાવ નિશ્ચિત હોય તેવી સાધકની પ્રવૃત્તિ સ્થિરયમ કહેવાય. શુદ્ધ ચિત્તવાળા સાધકની, વર્ષોલ્લાસના યોગે પાસે રહેલા જીવોના વૈરભાવ ત્યાગ કરાવી ઉપકાર કરે તેવી, અહિંસાદિ પ્રવૃત્તિ સિદ્ધિયમ કહેવાય. (ગા.૨૫ થી ૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 334