Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ 11 द्वात्रिंशिका • પ્રસ્તાવના : ૨૦મી બત્રીસીની ટીકામાં - સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિનો ઉલ્લેખ જેમ પાંતજલયોગ દર્શનમાં છે તેમ બૌદ્ધદર્શનમાં પણ સંપ્રજ્ઞાત સમાધિની વાત કરી છે. તેનો સુંદર ઉલ્લેખ શાસ્ત્રપાઠ સહિતનો છે. તે તત્ત્વજિજ્ઞાસુએ જેવા યોગ્ય છે. (પૃ.૧૧૮૫-૧૧૮૭) યોગદષ્ટિમાં યમ, નિયમાદિ અષ્ટયોગાગ બતાવેલાં છે. તેમ બૌદ્ધ દર્શનમાં પણ અશંગ માર્ગ બતાવેલ છે. મઝિમનિકાય અને દીઘનિકાયમાં બતાવેલ અષ્ટાંગ માર્ગને ગીતાર્થ ગુરુ પાસે સ્વરૂપથી જાણી, વિચારી અને યોગદષ્ટિમાં બતાવેલ યોગમાર્ગ સાથે યોગ્ય નિયોજન કરવાથી તત્ત્વનો વિસ્તારથી બોધ થાય તેવું છે. (પૃ.૧૨૩) ૨૧મી બત્રીસીની ટીકામાં - બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય- અદ્વેષ અંગેનું સૂચન (પૂ.૧૨૫૦), અપુનબંધકને દીક્ષાઅધિકાર (પૃ.૧૨૫૬), સિદ્ધકક્ષાનાં યમાદિનું ફળ (પૃ.૧૨૬૫), ઘન, ઘર વગેરે અનર્થ માટે બને છે તેનો ઉલ્લેખ. (પૃ.૧૨૮૦) ૨૨મી બત્રીસીની ટીકામાં - બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય- પ્રણવજપથી પણ અહિતની ઉપાસના (પૃ.૧૩૦૫), કદાગ્રહ વિનાની તત્ત્વ જિજ્ઞાસાનું ફળ (પૃ.૧૩૧૯), પાંચ પ્રકારનાં વિપર્યય (પૃ.૧૩૭૧), નિર્વાણના આશયથી થતો ધર્મ તત્ત્વથી ધર્મ, સંસારનાં આશયથી થતો ધર્મ તત્ત્વથી અધર્મ (પૃ.૧૩૭૨). આ પ્રમાણે બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ગ્રન્થના સુંદર શ્લોકોનો નયલતા વ્યાખ્યામાં સંગ્રહ કરેલ છે. જે શાનાર્થી જીવોને ખૂબ ઉપયોગી થાય તેમ છે. મહામહોપાધ્યાયજી મહારાજે બતાવેલ પદાર્થને સ્પષ્ટ કરવા અનેક નયોનો આશ્રય લીધો હોવાથી આ ટીકાનું નામ નકેલતા રાખેલ છે. જે સાર્થક છે. વર્તમાનકાળમાં દ્રવ્યાર્થિકનય ઉપર ચાલનારાં વેદાંત, સાંખ્ય, મીમાંસક, નૈયાયિક આદિનાં દાર્શનિક તેમજ આધ્યાત્મિક ગ્રંથોનું પઠન-પાઠન પ્રમાણમાં જોવા મળે છે. તેની સામે પર્યાયાર્થિકનય ઉપર ચાલનારી બૌદ્ધની ચાર શાખા વૈભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર અને શૂન્યવાદ પરનાં દાર્શનિક ગ્રંથોનું પઠનપાઠન અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. તેમાંય તેમનાં આધ્યાત્મિકગ્રંથોનું પઠન-પાઠન તો ઘણું જ ઓછું જોવામાં આવે છે. વિદ્વદ્દવર્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજે બૌદ્ધદર્શનનો આધ્યાત્મિકમાર્ગ ત્રિપીટકો તથા બૌદ્ધદર્શનના અન્ય અધ્યાત્મિક ગ્રંથો વગેરેના માધ્યમથી અભ્યાસુ જીવો આગળ મૂક્યો છે. જેનાથી બૌદ્ધદર્શન પાસે રહેલી આધ્યાત્મિકતાનો ખ્યાલ આવે છે. તેમજ ગીતાર્થ ગુરુના માધ્યમથી તુલનાત્મક અભ્યાસ દ્વારા તત્ત્વનો વાસ્તવિક બોધ થાય તેમ છે. આ સિવાય વેદ, ઉપનિષદ્ આદિ અનેક જૈનેતર ગ્રંથો તેમજ જૈન ગ્રંથોના માધ્યમથી તત્ત્વને સ્પષ્ટ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. જે અભ્યાસુ જીવોને લાભકારી થાય તેવો છે. મહામહોપાધ્યાજી મહારાજે રચેલ આ અદ્દભુતગ્રંથનું શ્રીસંઘમાં સારી રીતે પઠન-પાઠન થાય અને લોકોની જ્ઞાનરુચિ તેમજ ક્રિયાચિ વધે તે માટે તેમણે સ્વક્ષયોપશમ અનુસાર કરેલ પ્રશસ્ત યત્નને આત્માર્થી જીવો હંમેશા યાદ રાખશે. અંતરથી આનંદ સાથે એવા ઉદ્દગાર નીકળી જાય કે આપની આ શક્તિ સદાય પ્રવર્ધમાન રહો અને શાસનનાં બીજાં આવા અનેક આગમિક તથા પ્રાકરણિક ગ્રંથો સંબંધી મહત્વનાં કાર્યો આપની આ શક્તિથી પૂરાં થતાં રહો. તેમજ મુમુક્ષુ જીવો પણ આ ગ્રંથરત્નનાં અવલંબનથી તત્ત્વનિર્ણય કરી નિઃશ્રેયસ પંથે આગળ વધતાં રહો એ જ શુભઅભિલાષા. તા.૨/૯/૩,ભા.સુ.૬, અમૂલ સોસાયટી, પાલડી, અમદાવાદ. 8 ઉમંગ એ. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 334