Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના : સ્પષ્ટ ઉલ્લેખ યોગદષ્ટિમાં નથી પણ અંતર્નિહિત ભાવને ઉપાધ્યાયજી મહારાજે બતાવીને ખેદને સમજવામાં સરળતા કરી આપી છે. (પૃ.૧૨૪૭) ગાથા-૨ - લિમ, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધ એ પાંચ પ્રકારની ચિત્તભૂમિમાંથી કોઈ પણ પ્રકારની ચિત્તભૂમિમાં અહિંસાદિયમ સંભવી શકે. (પૃ.૧૨૫૩) ગાથા-૩ :- પાતંજલસંમત અષ્ટયોગાગમાં ધારણા અને ધ્યાન જેમ સમાધિમાં સાક્ષાત્ ઉપકારી છે અને આસન, પ્રાણાયામ વગેરે સમાધિમાં પરંપરાએ ઉપકારી છે. તેમ યમ સાક્ષાત્ કે પરંપરાએ પણ ઉપકારી નથી. પરંતુ સમાધિમાં પ્રતિબંધક બનતાં હિંસાદિના અપનાયક તરીકે ઉપયોગી હોવાથી તેને યોગા કહેલ છે. (પૃ.૧૨૫૫) • ૨૨મી બત્રીસી • ગાથા-૨ - યોગની બીજી દષ્ટિમાં તાત્ત્વિક ઈશ્વર પ્રત્યે સમર્પણભાવની પ્રાપ્તિ. ‘દેવતા પ્રણિધાન’ (ઈશ્વરપ્રણિધાન)નો અર્થ કર્યો છે “ફલની અપેક્ષા વગર ઈશ્વર પ્રત્યે સમર્પણનો ભાવ” (પૃ.૧૩૦૬) ગાથા-૩:- યોગની બીજી દષ્ટિમાં શૌચભાવનાથી પોતાના આત્મામાં અવસ્થાન અને આત્મદર્શનની યોગ્યતાની પ્રાપ્તિ જેવી મનોહર વાતનો ઉલ્લેખ મળે છે. (પૃ.૧૩૧૦) ગાથા-૧૧ - ત્રીજી દૃષ્ટિમાં દેહમાં અહંકારના અભાવનો ઉલ્લેખ દૃષ્ટિગોચર થાય છે. (પૃ.૧૩૨૪) ગાથા-૧૮ :- ચોથી દૃષ્ટિમાં તાત્ત્વિક યોગાગ ધારણાની યોગ્યતાની પ્રાપ્તિનો ઉલ્લેખ મહત્ત્વનો છે. (ધારણા પછી આવતા ધ્યાનની યોગ્યતાની તાત્ત્વિક પ્રાપ્તિ હજુ આ દૃષ્ટિ સુધી નથી થઈ.) (પૃ.૧૩૩૭) ગાથા-૧૯:- ચોથી દષ્ટિમાં તાત્ત્વિક રીતે મમત્વ ભાવનો રેચ, વિવેકદષ્ટિની પ્રાપ્તિ અને નિશ્ચિત થયેલાં તત્ત્વોનાં સ્થિરીકરણની વાત ભાવપ્રાણાયામ દ્વારા કરેલ છે જે મનનીય છે. (પૃ.૧૩૪૩) ગાથા-૨૪:- અવેદ્યસંવેદ્યપદ પહેલી ચાર દૃષ્ટિ સુધી બતાવેલ છે અને પહેલી ચાર દૃષ્ટિમાં અધિક હોય છે. આ વિધાન ગૂઢ છે. (પૃ.૧૩૫૫). ગાથા-૨૫ - ગ્રંથિભેદ થયાં પછી તાત્ત્વિક વેદ્ય સંવેદ્ય પદ કહેવાયું છે. વેદસંવેદ્યપદમાં નરકાદિનાં કારણભૂત સ્ત્રીઆદિ વેદ્ય જે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. તેમ છતાં યથાવત શુદ્ધવેદ્ય સંવેદન ગ્રંથિભેદ કરનાર માષતુષાદિમાં અસંભવ છે. માટે આવ્યાપ્તિ આવે છે. અને યોગ્યતા સ્વરૂપે પહેલી ચાર દષ્ટિમાં સંભવ છે માટે અતિવ્યાપ્તિ આવે છે. ઉપાધ્યાયજી મહારાજે વેદ્યસંવેદ્યપદ પ્રવૃત્તિનિમિત્ત છે ગ્રંથિભેદજનિત રુચિવિશેષ' –આવો અર્થ કરીને આવતી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિને દૂર કરી છે. તે કથન ઉપાધ્યાયજી મ.સા. પ્રત્યે વિશેષ બહુમાન પ્રગટાવે છે. (પૃ.૧૩૬૦) ગાથા-૨૯:- પહેલી ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદમાં પુણ્ય અને પાપ નિરનુબંધ હોવાનો ઉલ્લેખ મળે છે. કારણ કે પુણ્યના અનુબંધમાં ગ્રંથિભેદ નિયામક છે અને પાપના અનુબંધમાં રાગ-દ્વેષની પ્રબળતા નિયામક છે. (પૃ.૧૩૬૭-૧૩૬૮). • પરમપૂજ્ય નલતા ટીકાકાર વિદ્વવર્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ અંગે કંઈક • લોકોત્તર શાસનને પામેલા મુનિઓ પણ લોકોત્તર હોય છે. તેમણે પ્રાપ્ત કરેલી લોકોત્તરતાથી અનાયાસે પણ કેટલીક લોકોક્તિ અયોગ્ય ઠરી જતી હોય છે. આથી જ એક “અતિપરિચયાત અવજ્ઞા” ને સજ્ઞાનનાં ધારક મુનિશ્રી યશોવિજયજી મહારાજે અયોગ્ય ઠેરવી છે. અને “અતિપરિચયાતું બહુમાન”ની ઉક્તિને સાર્થક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 334