Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 6
________________ તેથી જ આ ચમત્કારિક લાગતી જડ પ્રવૃત્તિ, કે જે મેળવતાં, સાચવતાં વાપરતાં ઘણી મહેનત-વખતને મુશ્કેલીઓ પડે છે કે જે પરિણામે સે મેંઘી, વહેલે મોડી, સહેલી લાગતી છતાં અઘરી, નિર્ભય લાગતી છતાં ભંયકર જણાવ્યું છે તેને ઉત્તમ ગણી રહ્યા છે અને જળની પેઠે મૂકતા નથી. જેઓ પૂર્વજ મહાત્માઓના તત્વજ્ઞાનના ખરા ચિંતવનમાં પડ્યા છે અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે ચારિત્ર પાળી ગુવાન થતા જાય છે તેઓને હાલની પ્રવૃત્તિથી બનતી ચીજો કરતાં અનંતગણું ચમત્કારિક ચીજ ઘણું સહેલાઈથી પ્રાપ્ત થાય છે છતાં તેમાં તેઓ લુબ્ધ થતા નથી. આ હાલની પ્રવૃત્તિ કરતાં જે સુખ અતિ ઉત્તમ છે, જે સુખની ઇચ્છા સંસારી જીવાત્મા કરે છે, જે સુખને માટે મોટા મોટા મહાત્મા મહાન પ્રયાસ કરે છે, જે સુખને માટે જ્ઞાનીઓ મહા પરિષમાં ગર્જના કરી ઉપદેશ આપે છે અને જે સુખને માટે જપી, તપી, સંયમી ખપી (પરમ સુખના ઈચ્છક) ઉદ્યમ કરે છે તે પરમાનંદ અખંડ સુખ એક ઠેકાણે બેઠાં બેઠાં સુખથી પ્રાપ્ત કરી શકે તે સત્ય, સીધો સર્વમાન્ય અને પ્રત્યક્ષ ફળદાતા ઉપાય એક ધ્યાનજ છે. કેઇપણ વસ્તુપર ચિત્તની એકાગ્રતા-તન્મયતા તેને ધ્યાન કહે છે. એ ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે. તેમાંના પ્રથમના બે અશુભ ભેદ જે આ ધ્યાન અને વૈદ્ર ધ્યાનેતે કેવળ તજવા જેવા છે, અને બાકીના બે ધમ ધ્યાન અને શુકલધ્યાન (જે બને શુભ કે શુદ્ધ ધ્યાન છે તે) આદરવા જેવાં છે. તેથી જ આત્મા ગુણસ્થાનક પર ચડતે જઈ ઊંચી સ્થિતિમાં આવે છે, એ ઊંચી સ્થિતિનો નાશ કરનાર અડચણરૂપ જે આઠમું અંતરાયકમ છે તેને નિર્જરા તત્ત્વથી ક્ષય થાય છે. એ નિર્જરા તત્વ નવ તત્વમાનું સાતમું ઉત્તમ આદરવા ભેગા તત્વ છે. તેના બાર ભેદ કહ્યા છે; છ બાહ્ય અને છ અત્યંતર. એમાં અત્યંતરનો પાંચમો ભેદ ધ્યાન છે. પુણ્ય કે પાપરૂપી નવાં કર્મ આત્માપર ન આવવા દેવાં એટલે નવું દેણું ન થવા દેવું તેને સંવર તત્વ કહે છે, તેનાથી પણ ચડીયાતું નિજ તત્વ છે. એ તત્વ મેક્ષ તત્વની ડેલી રૂપે છે. આત્મા પર જે કર્મો લાગ્યાં છે તેને ખેરવાં, ઝેરવાં, એટલે જુનું દેણું તે દેવા માંડવું અને એ રીતે આત્માને કેવળ નકરે, અકમ, મૂળસ્વરૂપવાળો થવા દેવો એ નિર્જરા તત્વને હેતુ છે. ઉત્તમ ધ્યાનથી એ નિર્જરા થાય છે, બીજાં તપ તે બહુ લાંબે વખત કરવાથી જેવું ધ્યાન

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 344