Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 11
________________ તે ભારે લાભ થાય. એવો વિચાર આકાંક્ષા કઇ શિષ્ટ પુરૂષના પ્રભાવે પોરબંદરવાળા ધમ ચુસ્ત પરોપકારી શેઠ સાહેબ હરખચંદ વેલજી કે જેમણે હાલમાં પિતાની જીંદગી સાર્થક કરવા પોરબંદર વગેરેનાં પરોપકારી ખાતામાં તન, મન, ધનથી બહુ આગળ પડત ભાગ લીધે છે ને લેતા જાય છે. તેમને અને તેમના શ્રદ્ધાળ, લાયકગુણી મુરખીઓ અને મિત્રોએ મળી એક ફંડ એકઠું કર્યું; અને તરતજ દક્ષિણ હૈદ્રાબાદથી મહા પરોપકારી જૈન ધર્મ ધુરંધર રાજ બહાદુર સુખવિહાય જવાલાપ્રસાદજી કે જેમણે જેને ધર્મનાં આ ગ્રંથ જેવાં અનેક પુસ્તકોની હજાર નકલે વિના મૂલ્ય વહેચવાનું આજે વર્ષો થયાં શરૂ કરી ધનને ભારે સદુપયોગ કર્યો છે તેમની ભાષાંતર માટે રજા માગી. એઓ સાહેબે ઘણી ખુશીથી અને ઉદારતાથી આ હિંદી ધ્યાન ક૫ત. તેમજ તદુપરાંત બીજા પિતાના જ્ઞાનવૃદ્ધિ માતાના તમામ ગ્રથોનાં ભાષાંતર કરવાની પરવાનગી આપતાં આ ગ્રંથનું કામ મને સુપરત કરવામાં આવ્યું અને એ રીતે આ ગ્રંથ હસ્તીમાં આવ્યું છે. રિબંદર નિવાસી એ ઉદાર પુરૂષોનો વિચાર આવા આવા હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભાષાના ગ્રંથો બહાર પાડવાનું છે, અને બને તે રીતે ઘણીજ કિફાયતેલણ ખેટ ખમીને પણ આ પ્રયત્ન જારી રાખે છે અને રાખશે. તથાસ્તુ. કેટિશઃ ધન્ય છે એ કર્તા મહાત્માને કષિજીને, શુદ્ધ તથા અનુકરણીય પ્રવૃતિવાળા રાજા વહ૬૨ લાલા સુખ વસહા. યજીને અને પોરબંદર નિવાસી શિષ્ટ અને ઉદાર ગૃહસ્થાને!! મૂળ ગ્રંથના વિચારે. શાસ્ત્રીય, ગુંથણી સારી, લેખક એક મહાન અનુભવી, પંચમહાવ્રત વારી જ્ઞાનવૃદ્ધ, મહા સમર્થ, બાળ બ્રહ્મયારી સંત મહાત્મા છે. તેથી એ મહાન લેખકના વિચારો મારા જેવા અપૂર્ણ અને બાળ શ્રાવકને ગુજરાતી ભાષામાં તથા રૂપે ઉતારવા મુશ્કેલ પડે એ, દેખીતું છે તે પણ ભાષાંતરમાં, અર્થ શુદ્ધિ, શબ્દ શુદ્ધિ અને મૂળ મતલબ જાળવી રાખવા, તેમજ વિષય ગહન છતાં ભાષા સરળ કરવા બન્યો તેટલો વિશેષ પ્રયત્ન કર્યો છે છતાં કોઈ જગાએ દેશ પર, ભાષા પરત્વે, ફેર થયો હોય તેટલા માટે કંઇ દોષ જાય છે તે મૂળ કર્તાને નહિ. પણ મુજ અ૫નેજ સમજી વાચકવૃંદ મને ક્ષમા આપશે. અને જે તે લખી જણાવશે તે બીજી આવૃત્તિમાં સુધારો કરવા કાળજી રખાશે. તત્વ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 344