Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 12
________________ વિચાર અગર સિહાંતમાં કંઇ ખામી જણાય છે તે ખાતે મિચ્છામિદુક્કડ છે. ધર્મ સમ્મુખ રહેનાર કે વિમુખ રહેનાર, અંગ્રેજી ભણેલા કે ન ભણેલા સને આ ગ્રંથ અથતિ વાંચીને વિચારી જવા ખાસ વિનતિ છે; એમ થશે તો અંતરમાં ન પ્રકાશ પડશે, શ્રદ્ધા દઢ થતાં, આત્મા શાંત સ્થિર, ગભીર વિચારક, પૂર્વજોને ધન્યવાદ દેનાર, અને વ્યવહારમાં પૂર્ણ સદાચારી થશે એ નિઃસંશાય છે. મને પિતાને તો અપૂર્વ શાંતિ, અતિ આનંદ અને લાભ આ ગ્રંથના પ્રતાપે થયા છે. છેક છેલ્લે છે તેટલો ઉપસંહાર વાંચનારને પણ અપૂર્વ શાંતિ પ્રાપ્ત થશે એમ મારું માનવું છે. શ્રીમાન ગ્રંથ કર્તા મહાત્માએ આ અથને બને તેટલો સરળ, વિચારપૂર્ણ અને ધ્યાન વિષયમાં સંગીન કરવા તેમજ જૈનના ત્રણે ફિરકાને માટે સામાન્ય થાય તે હેતુથી અનેક ગ્રંથો, સૂત્ર અને કથાઓને સંબંધ મેળવી અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. વળી વૃક્ષ, અંધ, શાખા, પ્રતિશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરે ગુણનિષ્પન્ન નામ આપી ધ્યાનની ઉત્તમતા એવી તે સિદ્ધ કરી બતાવી છે કે આવા ધમ પૂર્ણ ઉત્તમ ગ્રંથનાં અનેક ભાષામાં ભાષાંતર થવાં જોઈએ. શ્રદ્ધાળુ ધનાઢય ગૃહસ્થને પિતાનાં નાણાને સદુપયોગ કરવાની આ એક સરસ તક છે. કાઠિયાવાડમાં અલ્પ મયે કે વિના મૂલ્ય મેટાં શાસ્ત્રીય પુસ્તક આપવાની પૃથા વેરાવળ વગેરે સ્થળે છે. કાઠિયાવાડના દરિયા કાંઠાના એટલે કઠોળના શ્રાવકે આવા પ્રયાસ વિશેષ કરે છે, તેથી પિોરબંદર કે જ્યાંના શ્રાવકે સંપત્તિમાં પૂર્ણ શ્રેહામાં પ્રબળ, કાર્યમાં ઉત્સાહી અને ધર્મ દાનમાં આગળ પડતા હોવાથી તેઓ શ્રીમાન રાજા બહાદુર સુખદેવસહાયજીનું અનુકરણું કરે છે તે બધી રીતે યોગ્ય અને શકય છે. તથાસ્તુ, આ ભાષાંતર કરવામાં ભાષા, સિદ્ધાંત અને અનુભવ વિષે મને જે જે મુશ્કેલીઓ પડી તે દૂર કરવાને મારે થાન, લીંબડી અને મૂળી જવું પડયું હતું. લીંબડીના કવિ મુનિ મહ શય નાનચંદજી મહારાજે ગ્રંથની મદદથી તેમજ પરમ પૂજ્ય સ્થવર આચાર્ય શ્રી જેઠાલાલજી મહારાજ શ્રીથી બની તે પૂછગાછ કરીને, મૂળીના સૂત્ર જ્ઞાનનિવાળા પરમ સજજન

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 344