Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 9
________________ કરી કરીને આત્મા રઝળ્યા કરે છે એથી સખેદ આશ્ચર્ય થાય છે. એ અગ્નિ એલવવાને ઉત્તમ ઉપાય સધ્યાન છે. ધ્યાન એ વિચારનું બીજું નામ છે. વિચાર મનથી થાય છે, મન છે તે દ્રવ્ય છે, ને તે ગુણ અને પર્યાયથી સંયુક્ત છે. જગતનાં બીજાં દ્રવ્યથી મનદ્રવ્ય અધિક બળવાન છે. એ મનમાંથી ઉત્પન્ન થતા વિચારથીજ આ જગતની તમામ નવી વસ્તુઓ મનુષ્ય વગેરેએ ઉત્પન્ન કરી છે. ઘર, વસ્ત્ર, ભૂષણ તથા ટેલીફેન, રેલ્વે, ગ્રામ, વાયરલેસ ટેલીગ્રામ વગેરે ચમત્કારિક લાગતી ચીજોની જન્મભૂમિ વિચાર છે. હવે પછી પણ એ વિચારથીજ નવી નવી ચીજો ઉત્પન્ન થશે. આથી પ્રત્યક્ષ છે કે વિચારમાં નવું નવું ઉત્પન્ન કરવાની શક્તિ છે. આ વાત અલંકારરૂપે કે અતિશયોક્તિ રૂપે ગણવાની નથી પણ મન એ અનંત શક્તિમાન હોવાથી વ રૂપે એ વાત સત્ય ગણવાની છે વિલંબ માત્ર એટલેજ કે તે મનની સાથે પિતાની એકતાનો સાક્ષાત્કાર થાય. અન્ય ખંડના મનુષ્ય આપણું દેશમાં ઉદ્દભવેલી વિદ્યાઓના પ્રતાપે વિચારે ઉત્પન્ન કરી તે વિચારે સાથે એકતા કરી વિચારને અજમાવી એવા એવા નવા શોધો કરે છે કે આપણે અહીંના મેટા મેટા વિદ્વાનો તેથી ચકિત થાય છે, વાહ વાહ કરે છે. જુઓ, એ વિચાર શક્તિની પ્રબલતા! પણ એ રીતે વપરાતી વિચાર શક્તિ પ્રવૃત્તિમય છે અને તેથી મહાન આનંદ પ્રાપ્ત થતો નથી માટે વિચારને વ્યવહારિક ઉપયોગ છોડી પૂર્વાચાર્યોએ એ અગાધ વિચાર શક્તિને નિશ્ચયનાં સુખનો વિકાસ કરવા વિશેષ પ્રયાસ કર્યો છે. એમાં જરા પણ ભૂલ થઈ નથી કારણ કે નિશ્ચયનાં આત્મ સુખ મેળવવામાં વિચાર શક્તિ એટલે યોનિને રોકનાર, વ્યવહારને શુદ્ધ રાખે એ સ્વભાવિકજ છે વ્યવહાર સુખથી નિશ્ચય સુખ અનુપમ, અનંત, સત્ય, શાશ્વત, અને અખૂટ છે. જમાને બદલાયે હેવાથી એ નિશ્ચય સુખપર હાલના જમાનાના લેકેનું ચિત્ત વાળવા સારૂ પરમ ઉપકારી પુરૂષોએ પૂર્વની વિદ્યાનું સહેજ રૂપાંતર કરી આવા ગ્રંથ બહાર પાડવા પ્રયાસ આદર્યો છે, જેમાંના એક આ મહાન ગ્રંથકર્તા મુનિ મહાશય છે. - પ્રથમનાં બે ધ્યાનનો ચિતાર ગ્રંથ કર્તાએ આ ગ્રંથમાં જે રીતે રાચે છે તે ઉપરથી એમ ન સમજવું કે સંસારના સર્વ કાર્યની ઉલ્યા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 344