Book Title: Dhatuparayanam Author(s): Munichandrasuri Publisher: Shahibag Girdharnagar Jain S M Sangh View full book textPage 9
________________ અચિન્ય ચિન્તામણિ શ્રીમતે ભીલડિયા પાર્શ્વનાથ ભગવતે નમઃ પૂજ્યપાદ સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી સદગુરુ નમઃ ગ્રન્થ અને ગ્રન્થકાર વ્યાકરણ શાસ્ત્રના અધ્યયનની અનિવાર્યતા આ રીતે તરત સમજી શકાશે કે, એ અધ્યયનને સામે છેડે મોક્ષ તત્વ બેઠેલું છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વ્યાકરણના જ્ઞાન દ્વારા, પૂજનીય આગમ ગ્રન્થમાં ગણધર ભગવતેએ ગૂંથેલી વાત અને ત્યાર પછીના ગ્રન્થામાં પણ મહર્ષિઓએ પ્રબોધેલ ઉપદેશને હદયંગમ બનાવી શકાય છે અને મહાપુરૂષના વચન દ્વારા હૃદયમાં પરિણત થયેલી એ ભગવદ્ વાણી જનમ-જનમનાં બધાને કર ફગાવવા વાચકોને પ્રેરિત કરે એમાં શું આશ્ચર્ય ? ' આ પરંપરાએ મોક્ષ સુખને આપનારા સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રના પાંચ અંગો પૈકીના એક અંગ-ધાતુપાઠના વિવરણરૂપ આ ગ્રન્થરત્ન-ધાતુપારાયણમૂ-કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચન્દ્રસૂરિ મહારાજાએ રચેલ સાથે ધાતુપાઠ પરની નિવૃત્તિ રૂપ છે. જેમાં ધાતુઓના વિવિધ રૂપો તથા ધાતુઓમાંથી વ્યુત્પન્ન થતાં લગભગ છ હજાર જેટલા શબ્દની સસૂત્ર ચર્ચા કરવામાં આવી છે. ગ્રન્થકાર પારદર્શી મેધાવિતા અને અજોડ શાસન પ્રભાવકતા એટલે જ આચાર્ય ભગવંત હેમચન્દ્રસૂરિ મહારાજા. વ્યાકરણ, ન્યાય, છંદ શાસ્ત્ર, સાહિત્ય, અલંકાર, ચરિત્રવર્ણન, યોગ, ધર્મશાસ્ત્ર, આદિ વિષયની કઈ પણ વિદ્યાશાખા લો; તે તે શાખાનું તલસ્પર્શી ઊંડાણ તેઓશ્રીને તે તે ગ્રન્થામાં એવી અદભૂત રીતે અવગાહવામાં આવ્યું છે કે, અલ્યાસી તેમાં ઉડે ને ઉંડે ઉતરતો જાય તેમ રસનો પ્રવાહ ચાગમથી ફૂટી નીકળતા દેખાય! અને એથી જ, એક વિદ્વાનનું પૂજ્યશ્રીને અંજલી અપતું આ કથન મરથાય છે. એકલા હેમચન્દ્રાચાર્યજીના સમગ્ર ગ્રન્થોને માર્મિક અભ્યાસ સા શાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 532