Book Title: Dhatuparayanam
Author(s): Munichandrasuri
Publisher: Shahibag Girdharnagar Jain S M Sangh

View full book text
Previous | Next

Page 10
________________ વિશારદપણું મેળવી શકે એમાં શક નથી. એ ગ્રંથને વાંચનાર કંટાળતોય નથી કે થાકોય નથી. એ સંજીવની એત એમાં વા કરે છે. પ્રત્યેક વિષયની રચનામાં જ્ઞાનને પ્રચંડ ધોધ વરસી રહેલો જોઈને થઈ આવે છે કે, એમણે આ બધું ક્યારે વાંચ્યું ને લખ્યું હશે? [ 5. અંબાલાલ શાહ] અને સને કેટલું બધું વિપુલ! સાડા ત્રણ ક્રોડ શ્લોક જેટલાં મોટા વ્યાપમાં પ્રસરેલું હેમ-સાહિત્ય, પહેલાં કહ્યું તેમ ઊડુ પણ એટલું જ છે. માત્ર લંબાઈ અને પહોળાઈ જ નહિ, ઊંડાઈ પણ સામેલ છે એ જ અનુપાતમાં ! વિપુલતા, વૈવિધ્ય અને રસપ્રચુર્ય બધી રીતે અજોડ છે હેમ-સાહિત્ય. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીના શબ્દોમાં કહીએ તો, શબ્દાનુશાસન-પ્રક્રિયામાં પાણિનીય વિયાકરણની આખી પેનલ દ્વારા જે કામ થયું છે તે એકલા હેમચન્દ્રસૂરિ મહારાજે કર્યું છે. શ્રાચું કહીએ તે, આ દ્રષ્ટિએ, સંસ્કૃત ભાષાનું કઈ પણ વ્યાકરણ, ભલેને તે પાણિનિતું જ હોય, સિદ્ધહેમ વ્યાકરણની તુલનામાં ન આવી શકે. હેમચનસૂરિ મહારાજે પિતાના સમયમાં ઉપલબ્ધ કાતન્ન, પાણિનીય, સરસ્વતી વંકાભરણ, જેનેન્દ્ર, શાકટાયન આદિ તમામ વ્યાકરણ ગ્રંથોનું અવગાહન કરી સાર રહ્યો છે અને એને પિતાની અદભૂત પ્રતિભા દ્વારા વિસ્તૃત અને ચમત્કૃત કર્યો છે. [આચાર્ય હેમચન્દ્ર ઔર ઉનકા શબ્દાનુશાસન : એક અધ્યયન, પૃ. 7 ના આધારે]. . . વિ. સં. 1145 માં જન્મેલા આ મહાન પ્રતિભાશાળી વિદ્યા સ્વામી બહુ નાની વયમાં પૂજ્ય દેવચન્દ્રસૂરિ મહારાજા પાસે દીક્ષિત થયા. વિ. સં. 1166 માં તેઓશ્રી આચાર્યપદ વડે વિભૂષિત થયા અને પોતાની પાછળ અનેક ગ્રન્થને મૂકીને અને અનેક શાસન પ્રભાવનાનાં કૃત્ય કરીને આ મહાપુરુષ વિ. સં. 1229 માં ક્ષર દેહે અહીંથી સિધાવી ગયા છે કે એમને અક્ષર દેહ તે આપણી સામે જ છે! ગ્રન્થની ઉપયોગિતા પ્રસ્તુત ગ્રન્થ ધાતુપારાયણમ” સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસીઓએ વ્યાકરણનું અધ્યયન કર્યા પછી અવશ્ય અવગાહવા જેવો ગ્રન્થ છે. પ્રસ્તુત ગ્રન્થ જોહ, કિર્ટ નામના જર્મન વિદ્વાને સંપાદિત કરેલ અને તે ઈ. સં. ૧૮લ્માં પ્રગટ થયેલ. તે છણ પણ થયો છે, દુર્લભ પણ છે. એની દુર્લભતાનો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 532