________________ :18: ખડું કરવામાં આવ્યું અને ત્યાં જ કલ્યાણ કેની ઉજવણી કરવામાં આવી. કલ્યાણકેની ઉજવણી પ્રસંગે પૂજ્યપાદશ્રીના તે તે કલ્યાણકને અનુરૂપ પ્રવચન સાંભળવા એ જીવનને લહાવો હતો. વિવિધ પૂજનો દ્વારા ભગવદૂભક્તિ અને સાધર્મિક વાત્સલ્ય દ્વારા સંઘભક્તિ કરવામાં આવી હતી. વિ. સં. ૨૦૩૪ના વૈશાખ મહિને ઉજવાયેલ આ મહોત્સવ અનેક રીતે યાદગાર બન્યો હતો. અંજનશલાકા વિધિ છે. સુ. 5 ના માંગલિક દિને અને પ્રતિષ્ઠાવિધિ . . 6 ના શુભ દિને થયેલ. તપ–ભક્તિ મહોત્સવ પૂજ્યપાદ, વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજતિલક સૂરી. શ્વરજી મહારાજા ની 200 (100 + 100) મી એળીની પૂર્ણાહુતિ ન શક્વર્તી મહાત્સવ પણ અમારે આંગણે ઉજવાયો હતો. વિ. સં. 2034 ના ફાગણ મહિને પૃજપાદ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ઉજવાયેલ આ મહોત્સવને સંપૂર્ણ લાભ અમારા સંઘના અગ્રણી, દાનવીર શ્રેષ્ટિવર્ય શ્રી માણેકલાલ મોહનલાલે લીધા હતા. સુકૃત કરણ કેરાં લહાવા, ફરી ફરી મળ્યા કરો ! - અમારા શ્રી સંઘને આ મહાન પુય છે કે આવાં સુકૃતનાં કાર્યો કરવાનો લાભ અવાર નવાર મળ્યા જ કરે છે. આ જિનાલયના નિર્માણ પછી, ગં. સ્વ. પિટબહેને પાઠશાળા માટે ઉપાશ્રય માટે) જિગ્યા આપતાં શ્રી. પિટબહેન પાઠશાળા વિ. સં. 2014 માં અસ્તિત્વમાં આવી. - શ્રી યુત શામળદાસ વનમાળીદાસે તેમનું નિવાસસ્થાન શ્રાવિકા ઉપાશ્રય માટે શ્રી સંઘને અપર્ણ કર્યું છે. - શેઠ લકમીચંદ ગાદડદાસના સુપુત્રએ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી જ્ઞાન મન્દિર અને શેઠ લક્ષમીચંદ ગાદડદાસ વ્યાખ્યાન હૉલ બંધાવી શ્રી સંઘને સમપિત કરેલ છે. પૂજ્યપાદ, વર્ધમાન તનિધિ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી શેઠ માણેકલાલ મોહનલાલ તરફથી શ્રીમતી લીલાવતી બહેન માણેકલાલ આયબિલ ખાતું શરૂ થયેલ છે. આમ અનેક ધર્મસ્થાનેથી શોભતો અમારો સંઘ વધુ ને વધુ ધર્મારાધના સંમુખ બને એવી આશિષ ગુરુવર્ગ પાસેથી ચાહીએ છીએ. - પોપટબહેન જૈન પાઠશાળા નિવેદક: કાર્યવાહ, ગીરધર નગર, શાહીબાગ શ્રી શાહીબાગ ગીરધરનગર અમદાવાદ-૩૮૦ 010 તા. 20-7 79 * જૈન શ્વે. મૂ. સંઘ, T