________________ ખ્યાલ એ પરથી આવશે કે એની એક મુદ્રિત નકલ મેળવવા માટે અમારે કેટલાય ગ્રન્થાગારમાં તપાસ કરાવવી પડેલી અને ઘણા પ્રયત્ન એક નકલ મળેલી. - આજે આ દુર્લભ અને ઉપયોગી ગ્રન્થ સુલભ બની અભ્યાસીઓના હાથમાં જઈ રહ્યો છે એ આનંદની વાત છે. - સંપાદનમાં વપરાયેલ હસ્તપ્રતો આદિનું વિવરણ સંસ્કૃત પ્રસ્તાવનામાં આપેલ છે. ઋણદર્શન અને ધન્યવાદ સંપાદનના કાર્યમાં માર્ગદર્શન આપનાર પૂજ્યપાદ, વિર્ય મુનિરાજ શ્રી જબૂવિજયજી મહારાજ સાહેબના અમો અત્યંત આભારી છીએ. શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાન મન્દિર-પાટણ, શ્રી સંવેગી ઉપાશ્રય, હાજાપટેલની પિોળ-અમદાવાદ તથા શ્રી વિજયગચ્છ જ્ઞાન ભંડાર-રાધનપુરના કાર્યવાહકેએ તાડપત્રીય પ્રત અને હસ્તપ્રત તથા શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર-અમદાવાદ ના કાર્યવાહકોએ મુદ્રિત ધાતુ-પારાયણમ” ઉદારતાપૂર્વક વાપરવા આપેલ છે. આ - પાલીતાણા ભરત પ્રિન્ટરીના માલિક શ્રી કાન્તિલાલ ડી. શાહે મુદ્રણકાર્ય સંતોષકારક રીતે કરી આપ્યું છે. શ્રી ભીલયિાજી તીર્થ ) વિ. સં. 2035 ફાગણ, સુદિ 9 / '', તા. 7-3-79 મુનિ મુનિયવિજય * * * * ' ' છે. :::: *'' : *** (. s