Book Title: Dharmvir Upadhyay Sohanvijayji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 196
________________ પરિશિષ્ટ ૪ સનખતરાનિવાસી કસાઈઓની તરફથી માનપત્ર અનુવાદ શ્રદ્ધાના ભંડાર પંન્યાસજી મહાત્મા સેહનવિજય મહારાજના ચરણમાં– ગુરુજી મહારાજ ! આપે એક મહિનાથી વિશેષ અમારી પાસે રહીને જે જે ઉપદેશ અમને આપ્યા છે તેમજ જે જે સિદ્ધાંત અમને શીખવ્યું છે તેનું વર્ણન કરવામાં વૃથા સમય નથી લેતા, કારણ કે આ પહેલાં અમારા જ મુસલમાન ભાઈઓએ આપની સેવામાં માનપત્ર દ્વારા તે ઉપદેશે અને સિદ્ધાંતનું વર્ણન આપ્યું છે. પરંતુ અમારાં હૃદયને આપની તરફ આકર્ષિત કરનાર તે આપને ઉપદેશ છે, જેને સાર જેમ શેખ સાદીએ પણ કહ્યું છે તેમ એ છે કે પરમાત્માએ મનુષ્યને એ માટે જ સર્યો છે કે દુઃખના સમયે એકબીજાની સહાયતા કરવી; જેમ એક અંગમાં દદ થાય તે બીજા અંગોને પણ ચેન પડતું નથી. ગુરુજીમહારાજ ! એજ શિક્ષા અમારા સાચા પ્રવર્તક મુહમ્મદ સાહેબે પણ આપી છે. અમને એ વાતથી બહુ જ આનંદ થાય છે કે આ અંધકારના સમયમાં પણ અમારા સિદ્ધાંત અને આપને ઉપદેશ એક જ છે. અને એજ અમારા સાચા દિલેજાની પ્રેમ અને મિલાપનું ચિન્હ છે. સ્વામીજી મહારાજ! આપને સ્નેહ અને આપની

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220