________________
પરિશિષ્ટ ૪ સનખતરાનિવાસી કસાઈઓની તરફથી
માનપત્ર
અનુવાદ શ્રદ્ધાના ભંડાર પંન્યાસજી મહાત્મા સેહનવિજય મહારાજના ચરણમાં–
ગુરુજી મહારાજ ! આપે એક મહિનાથી વિશેષ અમારી પાસે રહીને જે જે ઉપદેશ અમને આપ્યા છે તેમજ જે જે સિદ્ધાંત અમને શીખવ્યું છે તેનું વર્ણન કરવામાં વૃથા સમય નથી લેતા, કારણ કે આ પહેલાં અમારા જ મુસલમાન ભાઈઓએ આપની સેવામાં માનપત્ર દ્વારા તે ઉપદેશે અને સિદ્ધાંતનું વર્ણન આપ્યું છે. પરંતુ અમારાં હૃદયને આપની તરફ આકર્ષિત કરનાર તે આપને ઉપદેશ છે, જેને સાર જેમ શેખ સાદીએ પણ કહ્યું છે તેમ એ છે કે પરમાત્માએ મનુષ્યને એ માટે જ સર્યો છે કે દુઃખના સમયે એકબીજાની સહાયતા કરવી; જેમ એક અંગમાં દદ થાય તે બીજા અંગોને પણ ચેન પડતું નથી.
ગુરુજીમહારાજ ! એજ શિક્ષા અમારા સાચા પ્રવર્તક મુહમ્મદ સાહેબે પણ આપી છે. અમને એ વાતથી બહુ જ આનંદ થાય છે કે આ અંધકારના સમયમાં પણ અમારા સિદ્ધાંત અને આપને ઉપદેશ એક જ છે. અને એજ અમારા સાચા દિલેજાની પ્રેમ અને મિલાપનું ચિન્હ છે.
સ્વામીજી મહારાજ! આપને સ્નેહ અને આપની