Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય જિનાજ્ઞાનું મહત્ત્વ અને સાતક્ષેત્રનો મહિમા કલિકાલસર્વજ્ઞપ્રભુ પૂ. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજાએ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે – “સૂર્ય-ચંદ્ર નિશ્ચિત સમયે ઉદય-અસ્ત પામે છે, પૃથ્વી સ્થિર રહી જગતને ધારણ કરે છે, સાગર મર્યાદા મૂકતો નથી અને ઋતુઓ યોગ્ય સમયે પ્રવર્તે છે; આ બધો પ્રભાવ ધર્મનો છે.” આ ધર્મ પ્રભુની આજ્ઞામાં રહેલો છે. પ્રભુની તે આજ્ઞા દ્વાદશાંગી દિ આગમો અને ધર્મશાસ્ત્રોમાં સમાયેલી છે. છે. દ્વાદશાંગી આદિ ધર્મશાસ્ત્રોમાં બતાવેલી આજ્ઞાનું પાલન વિશ્વના દરેક જીવોને સુખ આપે છે. જે જીવ આજ્ઞાનું પાલન કરે છે, તે નક્કી સુખને પામે છે. જે પ્રભુની આજ્ઞાની વિરાધના કરે છે, તે ચોક્કસપણે દુ:ખ પામે ભગવાનની આજ્ઞાઓને સમજવી, એના ઉપર શ્રદ્ધા કરવી અને શક્તિ અનુસાર એનું પાલન કરવું - એ આપણા સહુનું કર્તવ્ય છે. વ્યવહારમાં જિનાજ્ઞાનું પાલન સાતક્ષેત્રના વિવિધ ભક્તિ-વ્યવહારો દ્વારા થતું હોવાથી અને નિશ્ચયાત્મક આજ્ઞાનું પ્રગટન એ વ્યવહાર આજ્ઞાના પાલનથી જ થતું હોવાથી આજ્ઞાને સમજવા માટે સાતક્ષેત્રનું સ્વરૂપ સમજવું પણ અનિવાર્ય બને છે. ૧-જિનપ્રતિમા, ૨-જિનમંદિર, ૩-જિનાગમ અને ભગવાને બતાવેલા માર્ગ પર ચાલનારા ૪-સાધુ, પ-સાધ્વી, ૬-શ્રાવક, ૭-શ્રાવિકા આ સાતક્ષેત્રોનાં આલંબન, પ્રભાવ અને ભક્તિથી જીવોના રાગ-દ્વેષ શાંત થાય છે. રાગ-દ્વેષ શાંત થવાથી દુઃખ, પાપ, કલહ, અશાંતિ અને ભવભ્રમણથી પણ કાયમ માટે મુક્તિ મળે છે. આ સાતક્ષેત્રોનાં જિનાજ્ઞા મુજબ ભક્તિ અને દ્રવ્ય વહીવટથી જ પ્રભુ શ્રી મહાવીરસ્વામીજીએ સ્થાપેલું જૈનશાસન ૨૧000 વર્ષ સુધી ચાલવાનું છે. તે જિનશાસનથી ભવિષ્યકાળમાં ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. કલ્યાણને કરનારા જૈનશાસનનાં સાતક્ષેત્રનાં સુયોગ્ય સંચાલનથી સંચાલક એવા ટ્રસ્ટીગણ વગેરે આગેવાન પુણ્યાત્માને તીર્થકર નામકર્મ બંધાય છે અને જિનાજ્ઞાથી વિપરીત સંચાલનથી યાવત્ દુ:ખ, દારિદ્ર અને દુર્ગતિ સુધીનાં દારુણ ફળો મળે છે. (8)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 188