Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 13
________________ અત્યન્ત આવશ્યક જિન પ્રતિમા, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાતક્ષેત્ર પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જળવાઈ રહે, તે જોવાની જવાબદારી ચારે ય પ્રકારના સંઘની છે. આ પ્રત્યેક ક્ષેત્ર જીવંત રહે, જગતનો ઉદ્ધાર કરતા રહે, કોઈથી પણ તેને નુકસાન ન પહોંચે, ક્યાંય તેની ઉપેક્ષા ન થાય તે માટે યોગ્ય કાળજી લેવાની જવાબદારી સંઘમાં ગણાતા એવા આપણી સૌની છે. પોતપોતાની ભૂમિકા અનુસાર આ જવાબદારી વહન કરવા સાધુ ભગવંતોએ ગીતાર્થ બનવું અને શ્રાવકે બહુશ્રુત શ્રાવક બનવું એ અત્યંત આવશ્યક છે. શ્રાવકોએ બહુશ્રુત બનવા માટે સંવિગ્ન, ગીતાર્થ ગુરુ ભગવંતોના શ્રીમુખે આગમાદિધર્મશાસ્ત્રોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. એમાં સૌ પ્રથમ જૈન સંઘના દરેક પુણ્યશાળીઓએ શ્રી શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભાગ-૧ ગ્રંથનો અભ્યાસ કરવો આવશ્યક છે. આ ગ્રંથોમાં શ્રાવક જીવનનાં મૂળભૂત આચારોનું વિસ્તારથી વર્ણન છે. આ ગ્રંથો ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં પ્રગટ થયેલા છે. બીજા નંબરે જેણે શ્રીસંઘનું સંચાલન અને ધર્મદ્રવ્યનો વહીવટ અને વ્યવસ્થા કરવાની છે, તેવા આગેવાન પુણ્યાત્માઓએ શ્રાદ્ધવિધિધર્મસંગ્રહ ઉપરાંત દ્રવ્ય સપ્તતિકા ગ્રંથનો પણ ગુરુનિશ્રામાં બેસી અભ્યાસ કરવો આવશ્યક છે. જે સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપા વગેરે ક્ષેત્રોનો વહીવટ-સંચાલન ભગવાનની આજ્ઞાને અનુસાર કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે અને આજ્ઞા વિરુદ્ધ કરવાથી નરકાદિ દુર્ગતિમાં જવું પડે છે, તેનો વહીવટ કઈ રીતે કરવો ? અને કઈ રીતે ન કરવો ? વગેરેની શાસ્ત્રાનુસારી માહિતી આ ગ્રંથમાં આપી છે. આજથી ૩૦૦ વર્ષ પૂર્વે પૂર્વાચાર્યોનાં અનેક ગ્રંથો અને સુવિહિત (11)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 188