Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 11
________________ પરમાત્માની આજ્ઞાના એક અદકેરા આરાધના – પ્રકાર “ધર્મદ્રવ્યનો વહીવટ’ને લગતા શાસ્ત્રસાપેક્ષ વિચારોનાં સંકલનરૂપ એક હિંદી પુસ્તક ‘ધર્મદ્રવ્ય #ા સંય' ન જૈસે રે ?' નામે અમોએ પ્રકાશિત કર્યું હતું. એક જ મહિનામાં એની બધી નકલો ખપી જતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવી પડી હતી. એ પુસ્તક જોયા બાદ ઘણા ગુજરાતીભાષિક જિજ્ઞાસુઓ તરફથી એની ગુજરાતી આવૃત્તિ કરી આપવાની વારંવાર માંગણી થતાં અમોએ ઝડપભેર ગુજરાતીકરણ કરાવી આ પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. ત્યાર બાદ માત્ર બે વર્ષમાં જ તેની ઉપયોગીતાને સૂચવતી બધી જ નકલો પૂર્ણ થતાં આજે ફરીથી તેની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ. આજથી લગભગ ૩૦૦ થી વધુ વર્ષ પહેલા રચાયેલ શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના માધ્યમથી સાત ક્ષેત્રનાં મહત્વ, ભક્તિ અને આરાધનાવિરાધનાનાં ફળ-વિપાકને સમજાવી મહાન ઉપકાર કરનાર માર્ગદર્શક પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યગણના અમે હંમેશા ઋણી રહીશું. ચાલો ! આપણે આ પુસ્તકથી સાત ક્ષેત્રોની સમજ પામી સુયોગ્ય દ્રવ્ય-વહીવટ અને ધર્મદ્રવ્યના સુયોગ્ય ઉપયોગ કરવામાં કટીબદ્ધ બનીએ. તેના ફળ રૂપે સુખ-સદ્ગતિ અને મોક્ષના અધિકારી બનીએ. - શ્રી જૈન ધર્મધ્વજ પરિવાર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 188